શરદ પવારને દેખાયો ભાજપ માટે ખતરો, કહ્યું - હાલમાં બીજેપી વિરોધી લહેર છે, લોકો પરિવર્તનના મૂડમાં

sharad pawar : શરદ પવારે કહ્યું - વર્તમાન પરિસ્થિતિને જોતા, મને લાગે છે કે ભાજપ વિરોધી લહેર છે. જો લોકોની આ વિચારસરણી ચાલુ રહેશે તો આગામી ચૂંટણીમાં દેશમાં પરિવર્તન આવશે

sharad pawar : શરદ પવારે કહ્યું - વર્તમાન પરિસ્થિતિને જોતા, મને લાગે છે કે ભાજપ વિરોધી લહેર છે. જો લોકોની આ વિચારસરણી ચાલુ રહેશે તો આગામી ચૂંટણીમાં દેશમાં પરિવર્તન આવશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
sharad pawar, bjp

એનસીપીના પ્રમુખ શરદ પવાર (ફાઇલ ફોટો)

sharad pawar : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારે બુધવારે દાવો કર્યો હતો કે હાલમાં ભાજપ વિરોધી લહેર છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો પર નજર નાખીએ તો લોકો પરિવર્તન ઈચ્છે છે. પવારે કહ્યું કે જો લોકોનો આ જ વિચાર રહ્યો તો આગામી ચૂંટણીમાં દેશમાં પરિવર્તન જોવા મળશે. કર્ણાટક ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસ પાંચ વર્ષ બાદ ફરી સત્તામાં આવી છે.

Advertisment

મીડિયા સાથે વાત કરતા પવારે કહ્યું કે હાલની પરિસ્થિતિને જોતા મને લાગે છે કે ભાજપ વિરોધી લહેર ચાલી રહી છે. કર્ણાટક ચૂંટણીના પરિણામોને જોતા લોકો બદલાવના મૂડમાં છે. જો લોકોની આ વિચારસરણી ચાલુ રહેશે તો આગામી ચૂંટણીમાં દેશમાં પરિવર્તન આવશે. આ બતાવવા માટે કોઈ જ્યોતિષીની જરૂર નથી.

મોદી સરકારનું લક્ષ્ય 2024ની લોકસભા ચૂંટણી જીતવાનું છે: શરદ પવાર

લોકસભા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવાની શક્યતા અંગે પૂછવામાં આવતા એનસીપીના વડાએ કહ્યું હતું કે તેમની પાર્ટી અને સાથી પક્ષોના ઘણા લોકોનો પણ આ જ મત ધરાવે છે. પવારે કહ્યું કે મને એવું લાગતું નથી. કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોને જોતા મને નથી લાગતું કે મોદી સરકાર લોકસભા ચૂંટણીની સાથે જ વિધાનસભા ચૂંટણી કરાવવાની ઝંઝટમાં પડશે. તેમનું ધ્યાન માત્ર લોકસભાની ચૂંટણી પર જ રહેશે.

આ પણ વાંચો - લોકસભા ચૂંટણી 2024 : શું છે ભાજપનો આગળનો એજન્ડા? કર્ણાટકના પરાજય પછી બદલી ગઇ છે રણનિતી

Advertisment

મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને હિંસાની કેટલીક ઘટનાઓ વિશે પૂછવામાં આવતા પવારે કહ્યું હતું કે રાજ્યમાં કેટલાક નાના મુદ્દાઓને ધાર્મિક રંગ આપવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સ્થાપિત કરવા માટે સરકાર જવાબદાર છે. જો શાસક પક્ષ અને તેના લોકો રસ્તા પર ઉતરીને બે ધર્મો વચ્ચે તિરાડ ઊભી કરે તો તે સારો સંકેત નથી. જો ઔરંગાબાદમાં પોસ્ટર બતાવવામાં આવે છે તો પૂણેમાં હિંસાની શું જરૂર છે. પરંતુ આવું થવા દેવામાં આવી રહ્યું છે.

ટ્રેન્ડિંગ ન્યૂઝ દેશ ભાજપ