/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/sukhbir-singh-badal-.jpg)
શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ (તસવીર - શિરોમણી અકાલી દળ ટ્વિટર)
Punjab : શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે મુસ્લિમ લીડરશિપે લઇને નિવેદન આપ્યું છે અને તેને શીખ લીડરશિપ સાથે જોડીને કેટલીક વાતો કહી છે. તેમણે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વિશે પણ નિવેદન આપતા કહ્યું છે કે તેઓ તેમને શીખ નથી માનતા, કારણ કે ભગવંત માનને શીખોનો ઈતિહાસ પણ ખબર નથી. સુખબીર સિંહ બાદલે મુસ્લિમો વિશે કહ્યું હતું કે દેશમાં આટલી મોટી સંખ્યામાં હોવા છતાં તેઓ એકજુટ નથી, જ્યારે શીખો માત્ર 2 ટકા હોવા છતાં એકજુટ છે.
સુખબીર સિંહ બાદલે મુસ્લિમો વિશે શું કહ્યું?
શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે કહ્યું કે મુસ્લિમોની વસ્તી લગભગ 18 ટકા છે, પરંતુ તેમની પાસે કોઈ નેતૃત્વ નથી કારણ કે તેઓ એકજૂટ નથી, અમે 2% છીએ પરંતુ અમે શ્રી અકાલ તખ્ત સાહિબ હેઠળ એકજૂટ છીએ. હું તમને બધાને અપીલ કરું છું કે તમે વિભાજિત ન રહો અને એકજૂટ રહો.
મુસ્લિમો અંગે બાદલે કહ્યું કે તેમની પાસે કોઇ પણ પ્રકારની સત્તા નથી અને તેમની પાસે કોઇ એક પાર્ટી નથી. તેમના પર બાબરી જેવો હુમલો કરવામાં આવ્યો હતો. સુખબીર સિંહ બાદલે વધુમાં જણાવ્યું હતું કે અકાલી દળ દેશના ઘણા ભાગોમાં પોતાના એકમો સ્થાપશે અને અકાલી દળનું વિસ્તરણ કરશે.
#WATCH | Shiromani Akali Dal President Sukhbir Singh Badal says, "The population of Muslims in the country is about 18% but they have no leadership because they are not united... We are 2% but we are united under Sri Akal Takht Sahib. I appeal to all of you not to be divided and… pic.twitter.com/9X4ixTKO92
— ANI (@ANI) December 25, 2023
આ પણ વાંચો - રામ મંદિર : ‘સબકે રામ’થી લઈને ‘અક્ષત’ સુધી, જાણો કેવી રીતે આરએસએસ લોકસભા માટે ભાજપની પિચ તૈયાર કરી રહ્યું છે
ભગવંત માન વિશે શું કહ્યું?
શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે પંજાબના સીએમ ભગવંત માન ઉપર પણ નિશાન સાધ્યું હતું. સુખબીર સિંહ બાદલે કહ્યું કે હું તેમને (ભગવંત માનને) શીખ માનતો નથી, તે દેખાડવા માટે પાઘડી પહેરે છે કે તે શીખ છે, તે શીખોના ઇતિહાસ જાણતા નથી, જ્યારે અમે તેમને જોઈએ છીએ અને તેમના નિવેદનો સાંભળીએ છીએ ત્યારે અમને દુ:ખ થાય છે. તે પંજાબને લૂંટી રહ્યા છે અને અરવિંદ કેજરીવાલ આજે પંજાબના સીએમ છે અને ભગવંત માનને બતાવવામાં આવી રહ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us