Shraddha Murder Case: કોર્ટમાં આફતાબ પૂનાવાલાએ કહ્યું- ગુસ્સામાં કરી દીધી શ્રદ્ધાની હત્યા, ઠીકથી ઘટના યાદ નથી

શ્રદ્ધા વાલકર મર્ડર કેસ : દિલ્હી પોલીસે કોર્ટમાં આફતાબના રિમાન્ડ વધારવાની માંગણી કરી હતી. જે પછી કોર્ટે દિલ્હી પોલીસની માંગણી પર આફતાબના રિમાન્ડ ચાર દિવસ વધારી દીધા છે

Written by Ashish Goyal
November 22, 2022 19:18 IST
Shraddha Murder Case: કોર્ટમાં આફતાબ પૂનાવાલાએ કહ્યું- ગુસ્સામાં કરી દીધી શ્રદ્ધાની હત્યા, ઠીકથી ઘટના યાદ નથી
શ્રદ્ધા વાલકર (Shraddha Walker) અને આફતાબ પૂનાવાલા (Aftab poonawala)ની ફાઇલ તસવીર

Shraddha Murder Case: શ્રદ્ધા વાલકર (Shraddha Walker)મર્ડર કેસ મામલામાં આરોપી આફતાબ પૂનાવાલાને (Aftab poonawala) વીડિયો કોન્ફરન્સ દ્વારા સાકેત કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જ્યા આરોપી કોર્ટ સામે પોતાનો ગુનો સ્વીકાર કરતા કહ્યું કે તેણે આ બધુ ગુસ્સામાં કર્યું છે અને આ તેની ભૂલ છે. આરોપી આફતાબ પૂનાવાલાએ કોર્ટ સામે કહ્યું કે કે હવે તપાસમાં પોલીસની પુરી રીતે મદદ કરી રહ્યો છે.

આફતાબે કહ્યું- બધુ ભૂલી ગયો છું

આફતાબ પૂનાવાલાએ કોર્ટ સામે કહ્યું કે તેણે પોલીસને બધું જણાવી દીધું છે તેણે આ બધુ કઇ યોજના અંતર્ગત કર્યું હતું. શ્રદ્ધાની લાશના ટુકડા ક્યાં-ક્યાં ફેંક્યા હતા.આફતાબે કહ્યું કે ઘટનાને ઘણો સમય વીતી ગયો છે અને તે બધુ ભૂલી ગયો છે. તેણે કહ્યું કે જે પણ થયું તે ભૂલથી થયું અને હત્યા ગુસ્સામાં આવીને કરી દીધી હતી.

આ પણ વાંચો – આફતાબે શ્રદ્ધાની હત્યા કરી ફ્રિઝમાં રાખી, બીજી મહિલાઓને પણ રૂમમાં લાવતો હતો

કોર્ટે આફતાબના રિમાન્ડ વધાર્યા

આફતાબ પૂનાવાલાની પૂછપરછ સિવાય દિલ્હી પોલીસ અલગ-અલગ રીતથી તપાસમાં લાગેલી છે. દિલ્હી પોલીસે કોર્ટમાં આફતાબના રિમાન્ડ વધારવાની માંગણી કરી હતી. જે પછી કોર્ટે દિલ્હી પોલીસની માંગણી પર આફતાબના રિમાન્ડ ચાર દિવસ વધારી દીધા છે.પોલીસ ફરી એક વખત આ મામલામાં તે જંગલોમાં સર્ચ ઓપરેશન ચલાવશે જ્યાં આફતાબે લાશના ટુકડા ફેંક્યા હતા.

શરીરના ટૂકડા કરી ફ્રિઝમાં રાખ્યા હતા

આફતાબે 18 મે 2022ના દિવસે શ્રદ્ધાની ફ્લેટમાં જ હત્યા કરી દીધી હતી. ત્યારબાદ તેના શરીરને કાપીને ફ્રિઝમાં રાખ્યા હતા. ત્યારબાદ તેણે લાશના ટૂકડાઓ અલગ અલગ જગ્યાએ જંગલમાં ફેંકી દીધા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ