'માતા-પિતા ભાઈને મારા કરતા વધારે પ્રેમ કરતા', 15 વર્ષની બહેને ભાઈનું ગળું દબાવી હત્યા કરી

sister killed brother : નાના ભાઈએ બહેનને મોબાઈલ ના આપતા, બહેને ભાઈની હત્યા કરી દીધી. બહેનને લાગતુ હતુ કે, માતા-પિતા નાના ભાઈને વધારે પ્રેમ કરે છે. આ ઘટના હરિયાણા (haryana) ના બલ્લભગઢ (ballabgarh) ની છે.

sister killed brother : નાના ભાઈએ બહેનને મોબાઈલ ના આપતા, બહેને ભાઈની હત્યા કરી દીધી. બહેનને લાગતુ હતુ કે, માતા-પિતા નાના ભાઈને વધારે પ્રેમ કરે છે. આ ઘટના હરિયાણા (haryana) ના બલ્લભગઢ (ballabgarh) ની છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
sister killed brother in haryana ballabgarh

હરિયાણાના બલ્લભગઢમાં બહેને ભાઈની હત્યા કરી (ફોટો - પ્રતિકાત્મક - એક્સપ્રેસ)

sister killed brother in haryana : હરિયાણાના બલ્લભગઢથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક 15 વર્ષની છોકરીએ તેના 12 વર્ષના નાના ભાઈની હત્યા કરી દીધી, કારણ કે તેને લાગ્યું કે, તેના માતા-પિતા નાના ભાઈને વધારે પ્રેમ કરે છે. મંગળવારે સાંજે જ્યારે માતા-પિતા કામ પરથી પાછા ફર્યા, ત્યારે તેમને તેમના પુત્રને ચાદરમાં ઢાંકેલી હાલતમાં પડેલો જોયો. તેઓ પરેશાન થઈ ગયા. તેઓએ ચાદર હટાવીને પુત્રને જગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે જાગ્યો નહીં.

Advertisment

માતા-પિતા ડરી ગયા, તેમણે જોયું કે પુત્ર મૃત્યુ પામ્યો છે. તે જાણવા માંગતોા હતા કે, આવું કેવી રીતે થયું કારણ કે ઘરમાં માત્ર તેની પુત્રી અને પુત્ર જ હતા. છોકરાની માતા સમજી ગઈ કે, પુત્રનું ગળું દબાવવામાં આવ્યું છે. આ ઘટના અંગે વાલીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

કેમ બહેને ભાઈની કરી હત્યા?

પૂછપરછ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે, સગીર છોકરી અને તેનો ભાઈ ઉત્તર પ્રદેશમાં તેમના દાદા-દાદી સાથે રહે છે અને તાજેતરમાં જ તેમના માતા-પિતા સાથે ઉનાળુ વેકેશન ગાળવા માટે બલ્લભગઢ આવ્યા હતા. પોલીસે માહિતી આપી હતી કે, સગીર યુવતીનું માનવું હતું કે, તેના માતા-પિતા તેના કરતાં તેના ભાઈને વધુ પસંદ કરે છે.

ભાઈએ રમવા મોબાઈલ ન આપ્યો

પોલીસના જણાવ્યા અનુસાર પરિવારે તેમના પુત્રને મોબાઈલ ફોન આપ્યો હતો. મંગળવારે જ્યારે તે ફોન પર ગેમ રમવામાં વ્યસ્ત હતો, ત્યારે યુવતીએ તેનો ફોન માંગ્યો હતો. જ્યારે તેના ભાઈએ તેને ફોન આપવાની ના પાડી તો, તેણે ગુસ્સામાં આવીને તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી.

Advertisment

આ પણ વાંચો - સુરતના ગ્રીષ્મા હત્યાકાંડથી પણ ક્રૂર ઘટના : જાહેરમાં છરીના 40 ઘા માર્યા, પછી પત્થરથી માથુ કચડી નાખ્યું, ઘટના CCTVમાં કેદ

બહેને ભાઈની ગળું દબાવી હત્યા કરી

પોલીસના જનસંપર્ક અધિકારી સુબે સિંહે જણાવ્યું હતું કે, છોકરી માનતી હતી કે, તેના માતા-પિતા તેના ભાઈને વધુ પ્રેમ કરે છે. તેના માતા-પિતાએ તેને મોબાઈલ ફોન પણ આપ્યો હતો. જેના પર તે ગેમ રમી રહ્યો હતો. જ્યારે યુવતીએ તેના ભાઈને ફોન આપવા કહ્યું, તો તેણે ના પાડી. જેના કારણે યુવતીએ ગુસ્સામાં આવીને તેના ભાઈને ગળુ દબાવી મારી નાખ્યો.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ દેશ