/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Sister-saving-brother-life-in-flood-video.jpg)
પૂરમાં તણાતા ભાઈનો બહેને જીવ બચાવ્યો
Sister saving brother life in flood video : પૂરની ઝપેટમાં થોડી બેદરકારી લોકોના જીવ પર બની આવે છે. તેમાં પણ પહાડી વિસ્તારમાં પૂર આવે તો સ્થિતિ વધુ ભયાનક બની જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બહેને પોતાનો જીવ જોખમમાં મુકીને ધોધમાં તણાતા પોતાના ભાઈને બચાવ્યો હતો.
બહેને ભાઈનો જીવ બચાવ્યો
આ વીડિયો ક્યારનો અને ક્યાંનો છે તે અંગે હજુ કોઈ માહિતી સામે નથી આવી, પરંતુ રક્ષાબંધન પહેલા આ વીડિયો વાયરલ થયો છે, જેમાં બહેને પોતાના ભાઈને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુક્યો, જેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, એક છોકરો પાણીમાં તણાઈ ગયો હતો, તેની બહેન તેને પકડીને ઊભી રહી છે અને તેને બચાવવા માટે કેટલાક લોકો જ્યાં સુધી ન પહોંચે ત્યાં સુધી તે તેને તણાવા દેતી નથી.
વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે
થોડી જ વારમાં કેટલાક લોકો ત્યાં પહોંચી ગયા અને બંનેને બચાવી લીધા. જો બહેને તેના ભાઈને પકડ્યો ન હોત તો, તે પાણીમાં તણાઈ ગયો હોત અને ઊંચાઈ પરથી પડી જતાં ગંભીર ઈજા થઈ હોત અથવા જીવલેણ પણ સાબિત થાત. જોકે, બહેનની બહાદુરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના પર લોકો તરફથી ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે.
સૂરજ સિંહે લખ્યું, 'બહેન એ માતાનું બીજું સ્વરૂપ છે.' બીજાએ લખ્યું, 'એટલે જ મોટી બહેનને માતાનું બીજું સ્વરૂપ કહેવામાં આવે છે.' બીજાએ લખ્યું, 'કેટલીક બહેનો તેમના ભાઈનું લગ્ન જીવન બગાડે છે, તો બીજી બાજુ આ બહેન જે પોતાનો જીવ જોખમમાં મૂકીને પોતાના ભાઈને બચાવી રહી છે. સલામ છે બહેનને.
બીજાએ લખ્યું, 'ના, માતા જેવું તો કોઈ નહી, માતા તો માતા જ હોય ​​છે અને બહેન બહેન જ હોય છે.' એક ઈન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું, 'સ્ત્રી બનવામાં અને પોતાની ફરજ નિભાવવામાં યુગો લાગે છે.' એકે લખ્યું, 'દરેકે મુશ્કેલીના સમયમાં એકબીજાની મદદ કરવી જોઈએ. ભાઈ હોય કે બહેન! પોતાનો જીવ જોખમમાં મુકીને ભાઈને બચાવનાર બહેનને સલામ.
આ પણ વાંચો - રૂવાંડા ઉભા કરી દે તેવો અકસ્માત – Live Video : જેગુઆર કાર પહેલા બાઈકને પછી સ્કૂલની છોકરીઓને ફંગોળે છે
તમને જણાવી દઈએ કે, કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે, વીડિયોમાં દેખાતી મહિલા બાળકની બહેન નહીં પરંતુ માતા છે, જ્યારે કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે, બંને ભાઈ-બહેન છે. વીડિયોને @zindagi.gulzar.h ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને લગભગ 88 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us