/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/smriti-irani.jpg)
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (તસવીર - બીજેપી ટ્વિટર)
smriti irani : કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ગુરુવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો છે કે તેમનો ભરોસો દેશના લોકતંત્ર પરથી ઉઠી ગયો છે. તેમનો પ્રેમ તેમને દેશની લોકશાહી સામે વિદેશી તાકાતોના હસ્તક્ષેપની માંગ માટે વિવશ કરે છે. તેમણે દાવો કર્યો હતો કે લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આવી પ્રવૃત્તિઓમાં વધારો એ વાતનો સંકેત છે કે સત્તાની ભૂખ માટે તે દેશની લોકશાહી પ્રણાલીને નુકસાન પહોંચાડવા માટે આતુર છે.
તાજેતરમાં જ રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે નફરતના બજારમાં મોહબ્બતની દુકાન ખોલી રહ્યા છે. આ પછી તેઓ અમેરિકા ચાલ્યા ગયા અને ત્યાં એક કાર્યક્રમમાં તેમણે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ અને લઘુમતી બાબતોના મંત્રી સ્મૃતિ ઇરાનીએ સવાલ કર્યો હતો કે ગાંધી પરિવારના લોકો આટલા બેચેન કેમ છે? સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે આ કેવી મોહબ્બત છે જે શીખોનો નરસંહાર કરે, કોલસા અને ચારા લૂટનાર સાથે હાથ મિલાવે, જે સંસદમાં સ્થાપિત સેંગોલનું અપમાન કરે, સંસદનો બહિષ્કાર કરે.
આ પણ વાંચો - શરદ પવારને દેખાયો ભાજપ માટે ખતરો, કહ્યું – હાલમાં બીજેપી વિરોધી લહેર છે, લોકો પરિવર્તનના મૂડમાં
સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે જ્યારે તમે મોહબ્બતની વાત કરો છો તો શું તેમાં શીખોની હત્યા સામેલ છે? જ્યારે તમે મોહબ્બતની વાત કરો છો, ત્યારે શું તેમાં રાજસ્થાનમાં મહિલાઓના અપહરણનો સમાવેશ થાય છે? જ્યારે તમે પ્રેમની વાત કરો છો, ત્યારે શું તેમાં હિન્દુ જીવનશૈલીની નિંદા કરવી સામેલ છે? જ્યારે તમે મોહબ્બતની વાત કરો છો, ત્યારે શું તેનો અર્થ એ છે કે જે લોકો ભારતને થંભાવી દેવા માગે છે તેમની સાથે ભાગીદારી કરવી? જ્યારે તમે પ્રેમની વાત કરો છો ત્યારે તે પ્રેમ તમને પોતાના લોકતંત્ર સામે હસ્તક્ષેપ કરવા માટે બહાર જવાની ફરજ પાડે છે? આ તે કેવો પ્રેમ છે જે દેશ સાથે નથી પણ રાજકારણ સાથે છે?
સ્મૃતિ ઈરાનીએ વિપક્ષી એકતા સ્થાપવાના પ્રયાસો કરી રહેલા વિપક્ષી પાર્ટીઓ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જે રીતે બિહારના ભાગલપુરમાં એક પુલ પાણીમાં ધોવાઇ ગયો તેવી જ રીતે તેમની આશા 2024ની લોકસભા ચૂંટણીમાં ધોવાઇ જશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us