જમ્મુ અને કાશ્મીર : ગુલમર્ગ માં બરફનું તોફાન આવ્યું, ઘણા વિદેશી પ્રવાસીઓ ફસાયા, એકનું મોત - બચાવ ચાલુ

જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં બરફનું તોફાન આવ્યું છે, જેમાં વિદેશી પ્રવાસી ફસાયા હતા, જેમાં એકનું મોત થયું છે, જ્યારે એક હજુ ગુમ છે. અન્યને રેસક્યુ ટીમે બચાવ્યા.

જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં બરફનું તોફાન આવ્યું છે, જેમાં વિદેશી પ્રવાસી ફસાયા હતા, જેમાં એકનું મોત થયું છે, જ્યારે એક હજુ ગુમ છે. અન્યને રેસક્યુ ટીમે બચાવ્યા.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Snow Storm Gulmarg Jammu Kashmir

જમ્મુ કાશ્મીના ગુલમર્ગમાં બરફનું તોફાન - એકનું મોત

જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં બરફનું તોફાન ત્રાટક્યું છે. આ બરફના તોફાનના કારણે ઘણા વિદેશી પ્રવાસીઓ પણ ત્યાં ફસાયેલા છે. આ વાવાઝોડામાં એક વ્યક્તિનું મોત થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બે વિદેશી પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે ઘણા લોકો હજુ પણ ફસાયેલા છે અને તેમને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુલમર્ગમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે હિમવર્ષા થઈ રહી છે.

Advertisment

ગુલમર્ગ બરફ તોફાન, એક વિદેશી પ્રવાસીનું મોત

ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુલમર્ગમાં આજે બપોરે 2 વાગ્યે બરફનું તોફાન ત્રાટક્યું હતું, જેમાં ત્રણ વિદેશીઓ ફસાઈ ગયા હતા. દુર્ભાગ્યે, તેમાંથી એક મૃત્યુ પામ્યો છે, એક ઘાયલ થયો અને એક હજુ પણ ગુમ છે.

ટ્વિટર પરની એક પોસ્ટમાં, પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ લખ્યું: "જો કે વિગતો હજુ અસ્પષ્ટ છે, ગુલમર્ગની આસપાસના વિસ્તારમાં હિમસ્ખલન પછી કેટલાક સ્કીઅર્સ કથિત રીતે ગુમ થયા છે. એવું લાગે છે કે સ્કીઅર્સ 'બેક કન્ટ્રી'માં પિસ્ટ્સ અથવા તૈયાર ઢોળાવ પર સ્કીઇંગ કરી રહ્યા હતા.

તેમણે કહ્યું છે કે, આજ જેવા દિવસો આપણને યાદ અપાવે છે કે, સ્કીઇંગ આનંદદાયક હોય છે, ગુલમર્ગમાં તાજો બરફ આનંદદાયક અને દૃશ્યો અદભૂત છે, પરંતુ, સ્કીઇંગમાં આ સમયે જોખમો જીવલેણ સાબિત થઈ શકે છે. એવી પ્રાર્થના કરવામાં આવે છે કે, ગુમ થયેલા તમામ સ્કીઅર્સ જીવંત મળી આવે અને કોઈપણ જાનહાનિના અહેવાલો પાયાવિહોણા નીકળે.

Advertisment

પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે, પાંચ સ્કાયર્સને બચાવી લેવામાં આવ્યા છે અને સ્થાનિક હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.

સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, હિમપ્રપાત કોંગદુરી ઢોળાવ પર થયો હતો અને વિદેશીઓ સ્થાનિક ગાઈડ કે રહેવાસીઓ વિના જ સ્કી ઢોળાવ પર ગયા હતા.

સેનાના જવાનો અને જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રની એક પેટ્રોલિંગ ટીમ બચાવ-કમ-સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી.

આ પણ વાંચો - Weather News : ઉત્તર ભારતમાં વરસાદની આગાહી, જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તરાખંડમાં બરફ વર્ષા

ઉલ્લેખનીય છે કે, શિયાળાની સિઝનમાં આ સમયમાં બરફ ઓછા થવા લાગેછે ત્યારે બરફ વર્ષા ખુબ થઈ રહી છે. હવામાન વિભાગે ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યમાં વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે.

વાવાઝોડું ગુજરાતી ન્યૂઝ વરસાદ જમ્મુ અને કાશ્મીર દેશ