/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Somalia-Pirates-Ship-Hijack.jpg)
સોમાલિયા - ચાંચિયા દ્વારા જહાજ હાઈઝેક મામલો
ભારતીય નૌકાદળે ઉત્તર અરબી સમુદ્રમાં સફળ ઓપરેશન પાર પાડ્યું છે. આ પછી નૌકાદળની બહાદુરીની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં, સોમાલિયાના દરિયાકાંઠે નૌકાદળના જહાજને હાઇજેક કરવામાં આવ્યું હતું અને 21 લોકો ફસાયા હતા. આ પછી INS ચેન્નાઈએ લોકેશન ટ્રેસ કર્યું અને સફળ ઓપરેશન કર્યું અને જહાજને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું.
લૂંટારુઓ ફરાર હતા
ચાંચિયાઓએ વિચાર્યું કે, હવે નેવી આગળ કંઈ નહીં કરે, પરંતુ ચાંચિયાઓએ તેમની તમામ શક્તિ ગુમાવી દીધી હતી. ભારતીય જહાજને હાઇજેક કરનાર તમામ ચાંચિયાઓને નેવી શોધી રહી છે. કહેવાય છે કે, જ્યારે મોટી સંખ્યામાં નૌકાદળના જવાનો હાઇજેક કરાયેલા જહાજની નજીક પહોંચ્યા, ત્યારે રાતના સમયે ચાંચિયાઓ ત્યાંથી ભાગી ગયા હતા.
નૌકાદળના માર્કોસ કમાન્ડોને માહિતી મળી હતી કે, જહાજમાં 5-6 સશસ્ત્ર લોકો સવાર હતા. INS ચેન્નાઈએ શુક્રવારે બપોરે લગભગ 3:15 વાગ્યે અરબી સમુદ્રમાં સોમાલિયાના કિનારે હાઇજેક કરેલા જહાજને ઘેરી લીધું હતું. સૈનિકોએ વહાણને ઘેરી લીધું અને ચાંચિયાઓને જહાજ છોડી દેવાની ચેતવણી આપી. જે બાદ ભારતીય નૌકાદળના માર્કોસ કમાન્ડોએ અપહરણ કરાયેલા જહાજ પર ઉતરીને તેની શોધખોળ કરી તો જાણવા મળ્યું કે ત્યાં કોઈ ચાંચિયા હાજર નથી.
ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમારે કહ્યું, "એવું લાગે છે કે, 4-5 જાન્યુઆરીની રાત્રે જહાજની આસપાસ અમારા એરક્રાફ્ટ અને ડ્રોન સક્રિય જોઈને ચાંચિયાઓ લિલી નોર્ફોકમાંથી ભાગી ગયા."
પરંતુ હવે નૌકાદળે ચાંચિયાઓને શોધવા માટે યુદ્ધ જહાજ, મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ P8I, પ્રિડેટર MQ9B ડ્રોન અને હેલિકોપ્ટર પણ સમુદ્રમાં તૈનાત કર્યા છે. ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ આઈએનએસ ચેન્નાઈ પણ કાર્ગો જહાજ એમવી લીલાની નજીક હાજર છે.
માર્કોસ કમાન્ડો ઓપરેશનમાં મોટી ભૂમિકા ભજવી હતી
માર્કોસ કમાન્ડોના ઓપરેશને જહાજ પર હાજર 21 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં મોટી ભૂમિકા ભજવી છે. આ ખૂબ જ મુશ્કેલ ઓપરેશન માનવામાં આવતું હતું, પરંતુ કમાન્ડો ફોર્સ માર્કોસે તેને 24 કલાકની અંદર આસાનીથી પૂર્ણ કર્યું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us