Crime News : પુત્રએ જ માતાની ગરદન કાપી માથું લઈ ખેતરમાં સંતાડી દીધું, હત્યાનું કારણ ચોંકાવનારું સામે આવ્યું

Uttar Pradesh Crime News : ઉત્તર પ્રદેશના સીતાપુર (Sitapur) ના તલગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના મિર્ઝાપુરમાં રહેતા દિનેશ પાસીએ જમીન માટે જ તેની માતાની હત્યા (Son Killed Mother) કરી હતી

Uttar Pradesh Crime News : ઉત્તર પ્રદેશના સીતાપુર (Sitapur) ના તલગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના મિર્ઝાપુરમાં રહેતા દિનેશ પાસીએ જમીન માટે જ તેની માતાની હત્યા (Son Killed Mother) કરી હતી

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Uttar Pradesh Crime News | Son Killed Mother

પુત્રએ જમીન વિવાદમાં માતાની હત્યા કરી (પ્રતિકાત્મક તસવીર)

Uttar Pradesh Crime : ઉત્તર પ્રદેશના સીતાપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પુત્રએ જ તેની માતાનું માથું કાપી નાખ્યું કારણ કે, તેણીએ તેને આખી જમીન સમર્પિત કરી ન હતી. આટલું જ નહીં માતાનું માથુ ધડથી અલગ કર્યા બાદ પુત્ર માથું લઈને ભાગી ગયો હતો અને ખેતરમાં જઈને બેસી ગયો હતો. જ્યારે ગ્રામજનોએ પોલીસને જાણ કરી, ત્યારે મોટી સંખ્યામાં પોલીસ ત્યાં પહોંચી અને આરોપીની ધરપકડ કરવામાં આવી.

Advertisment

જમીન માટે પુત્રએ માતાની હત્યા કરી

સીતાપુરના તલગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના મિર્ઝાપુરમાં રહેતા દિનેશ પાસીએ જમીન માટે જ તેની માતાની હત્યા કરી હતી. દિનેશ પાસીની માતા કમલા દેવીના નામે 6 વીઘા જમીન હતી. દિનેશ આ જમીન પોતાના નામે કરાવવા માંગતો હતો. જ્યારે તેની માતા છ વીઘામાંથી બે વીઘા તેના નામે આપવા માંગતી હતી, જ્યારે બાકીના ચાર વીઘા તેના પુત્રને આપવા તૈયાર હતી. બે વીધા વાળી વાતથી દિનેશને નારાજ કરી ગઈ.

દિનેશ દારૂના નશામાં ઘરે આવ્યો હતો અને તેની માતા સાથે જમીન બાબતે ઝઘડો કરવા લાગ્યો હતો. દલીલબાજી દરમિયાન બંને વચ્ચે ઝઘડો વધવા લાગ્યો અને આ દરમિયાન દિનેશ ગુસ્સે થઈ ગયો. દિનેશે ગુસ્સામાં તલવાર ઉપાડી તેની માતાનું માથું કાપી નાખ્યું. આ પછી, તે તેની માતાનું માથું લઈને ગામમાં તેના ખેતરમાં બેસી ગયો. જ્યારે ગ્રામજનોએ દિનેશની માતાની લાશ જોઈ તો તેઓ ગભરાઈ ગયા હતા.

લોકોએ પોલીસને જાણ કરી અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો. આ પછી પોલીસે મૃતદેહનો કબજો લઈ તપાસ શરૂ કરી હતી. પોલીસે જ્યારે આરોપીની શોધખોળ શરૂ કરી ત્યારે દિનેશ તેની માતાનું માથું લઈને ખેતરમાં બેઠો જોવા મળ્યો હતો. પોલીસે તાત્કાલિક દિનેશની ધરપકડ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

Advertisment

આ પણ વાંચો - KCR નું ભવિષ્ય : તેલંગાણા ગુમાવ્યા બાદ ત્રીજો મોરચાની કોશિશ કે INDIA ગઠબંધન સાથે સમાધાન?

સુખદેવસિંહ ગોગામેડીના હત્યારાની ધરપકડ

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની જયપુરમાં તેમના ઘરે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હવે હત્યાના ચાર દિવસ બાદ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાન પોલીસ સાથેના સંયુક્ત ઓપરેશનમાં ચંદીગઢથી હત્યા સાથે જોડાયેલા બે આરોપીઓની ધરપકડ કરી છે. સુખદેવને રોહિત રાઠોડ અને નીતિન ફૌજી નામના બે લોકોએ ગોળી મારી હતી. હવે પોલીસે બંનેની તાત્કાલિક ધરપકડ કરી લીધી છે.

ગુજરાતી ન્યૂઝ ઉત્તર પ્રદેશ ક્રાઇમ ન્યૂઝ દેશ