દેશની હાલાતથી લઇને અદાણી અને ભાગેડું બિઝનેસમેનો સુધી… સોનિયા ગાંધીએ મોદી સરકાર પર લગાવી દીધી આરોપોની વણઝાર

Sonia Gandhi attacks on Modi Government : પાછલા કેટલાક મહિનામાં અમે જોયું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર લોકતંત્ર અને લોકતાંત્રિક જવાબદારી પ્રત્યે અંદર સુધી ઘર કરી ગયેલી પોતાની નફરતને વ્યક્ત કરતાં પગલાં ઉઠાવ્યા છે.

Written by Ankit Patel
Updated : April 11, 2023 14:48 IST
દેશની હાલાતથી લઇને અદાણી અને ભાગેડું બિઝનેસમેનો સુધી… સોનિયા ગાંધીએ મોદી સરકાર પર લગાવી દીધી આરોપોની વણઝાર
સોનિયા ગાંધીની ફાઇલ તસવીર

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે 11 એપ્રિલ 2023એ કહ્યું હતું કે પાર્ટી બંધારણની રક્ષા કરવા માટે સમાન વિચારવાળા પક્ષો સાથે મળીને કામ કરવા માટે તૈયાર છે. તેમણે કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધતા આરોપો લગાવ્યા હતા કે સરકાર ભારતીય લોકતંત્રના ત્રણ સ્તંભો, બંધારણ, કાર્યપાલિકા, ન્યાયપાલિકાને ધ્વસ્ત કરી રહી છે. ઇગ્લિંશ અખબાર ધ હિન્દુમાં લખેલા એક લેખમાં તેમણે કહ્યું હતું કે લોકતંત્ર અને લોકતાત્રિક જવાબદારી પ્રત્યે સરકારની નફરત પરેશાન કરનારી છે. ભારતના લોકો ખબર પડી ગઈ છે કે જ્યારે વાત અત્યારના હાલતને સમવજાની આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પગલાં તેમના શબ્દો કરતા વધારે અવાજમાં સ્થિતિને વ્યક્ત કરે છે.

તેમણે આરોપ લગાવ્યો હતો કે પાછલા કેટલાક મહિનામાં અમે જોયું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર લોકતંત્ર અને લોકતાંત્રિક જવાબદારી પ્રત્યે અંદર સુધી ઘર કરી ગયેલી પોતાની નફરતને વ્યક્ત કરતાં પગલાં ઉઠાવ્યા છે. જેના કારણે ભારતીય લોકતંત્રના ત્રણ સ્તંભ વિધાયિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકાને ધ્વસ્ત કરી રહી છે.

સોનિયા ગાંધીએ વિપક્ષી એકજુટતાની વકાલત કરતા કહ્યું કે ભારતના બંધારણ અને તેના આદર્શોની રક્ષા કરવા માટે કોંગ્રેસ સમાન વિચારધારાવાળી પાર્ટીઓની સાથે હાથ મીલાવશે. તેમણે કહ્યું કે અમારી લડાઇ લોકોના અવાજની રક્ષા કરવાની છે. કોંગ્રેસ મુખ્ય વિપક્ષી દળ તરીકે કામકરવા માટે તૈયાર છે. કોંગ્રેસના શીર્ષ નેતા પ્રમાણે સંસદના વિતેલા સત્ર દરમિયાન અમે જોયું કે સરકારની રણનીતિને સંસદને ખલેલ પહોંચાડી છે. વિપક્ષને બેરોજગારી,મોંઘવારી, સામાજિક વિભાજન જેવા જનતા સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવવાથી રોક્યા, બજેટ, અદાણી કૌભાંડ અને અનેક અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવાથી રોક્યા.

આ પણ વાંચોઃ- “જો મુસ્લિમ ભારતમાં ખુશ ન હોત તો પાકિસ્તાન કરતા વધારે વસ્તી કેવી રીતે હોત…” અમેરિકામાં નિર્મલા સીતારમણે દુનિયાને બતાવી સચ્ચાઈ

તેમણે આરોપ લગાવ્યો કે નરેન્દ્ર મોદી સરકારે સંસદની કાર્યવાહીના ભાષણોના અંશ હટાવવા, સંસદ સભ્યો પર હુમલો કરાવવા અને ખુબ જ ઝડપથી સભ્યતાને અયોગ્ય ઠેરવવા જેવા અનેક અપ્રત્યાશિત પગલાં ઉઠાવ્યા છે. તેનો ઇશારો રાહુલ ગાંધીની લોકસભાના સભ્ય પદને અયોગ્ય ઠેરવવા તરફ છે. સોનિયાએ કહ્યું કે 45 લાખ કરોડ રૂપિયાના બજેટ ચર્ચા કર્યા વગર જ પસાર કરી દીધું છે.

નાણા બિલને લોકસભા થકી પસાર કરવામાં આવ્યું અને એ પણ ત્યારે જ્યારે વડાપ્રધાન પોતાના સંસદીય ક્ષેત્રમાં પરિયોજનાઓના ઉદઘાટનમાં વ્યસ્ત હતા. તેમણે દાવો આ સર્વવિદિત છે કે મોદી સરકાર કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો અને અન્ય એજન્સીઓનો દુરુપયોગ કરે છે. 95 ટકા રાજનીતિક મામલા વિપક્ષી પાર્ટીઓ સામે નોંધ્યા છે.

સોનિયા ગાંધીએ દાવો કર્યો છે કે વડાપ્રધાન સત્ય અને ન્યાય અંગે દેખાડાના નિવેદનો આપે છે. જ્યારે તેમના નજીકના ઉદ્યોગપતિઓ સામે નાણાકિય છેતરપિંડીના કેસનો નજર અંદાજ કરવામાં આવે છે. મેહુલ ચોક્સી જેવા ભાગેડું સામે ઇન્ટરપોલની નોટિસ પરત લઇ લેવામાં આવે છે. બિલકિસ બાનો કેસના દુષ્કર્મીઓને મૂક્ત કરવામાં આવે છે. જે ભાજના નેતાઓ સાથે મંચ શેર કરે છે.

આ પણ વાંચોઃ- અરવિંદ કેજરીવાલની પાર્ટી AAP ને મળ્યો નેશનલ પાર્ટીનો દરજ્જો, ભારતમાં ‘રાષ્ટ્રીય પક્ષ’ કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? જાણો વિગતવાર

સોનિયા ગાંધીએ કહ્યું કે મૌન રહ છે જે કરોડો લોકોના જીવનને પ્રભાવિત કરે છે. નાણામંત્રી પોતાના બજેટ ભાષણમાં બેરોજગારી અને મોંઘવારી શબ્દનો ઉપયોગ સુદ્ધા નથી કરી શકતા જેમ કે આ સમસ્યા જ નથી. તેમણે કહ્યું કે ખેડૂતોની આવક 2022 સુધી બમણી કરવાનો વાયદો વડાપ્રધાન પુરો નથી કરી શક્યા. ખેતીમાં ખર્ચ વધવા અને પાકનો યોગ્ય ભાવ ન મળવાની સમસ્યા બની ગઈ છે.

સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો છે કે ભાજપ અને આરએસએસના નેતાઓ દ્વારા ભડકાવવામાં આવેલી નફરત અને હિંસાને વડાપ્રધાન અનદેખી કરે છે. તેમણે એકવાર પણ શાંતિ અને સદ્ભાવ અથવા ગુનો કરનારા વિરુદ્ધ કાર્યવાહી આહ્વાન નથી કર્યું. તેમણે કહ્યું કે કોંગ્રેસ દરેક સંભવ પ્રયત્ન કરશે જ્યાં પોતાના સંદેશો જનતા વચ્ચે સીધા લઇ જાય જેવી રીતે ભારત જોડો યાત્રામાં કરવામાં આવ્યું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ