કોરોના કાળની પ્રથમ અને બીજી લહેર ભારત હજુ ભૂલ્યું નથી. આ મહામારી દરમિયાન લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. 2021માં કોરોનાની બીજી લહેર દરમિયાન આપણા દેશે ઘણો ખરાબ સમય જોયો હતો. જોકે જે રીતે ભારત સરકારે કોરોના સામે અભિયાન છેડ્યું હતું તેની દુનિયાભરમાં પ્રશંસા થઇ છે.
હવે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક રિપોર્ટમાં પણ ભારત સરકારના પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતે અભૂતપૂર્વ કોવિડ વેક્સીનેશન પ્રોગ્રામ ચલાવીને 34 લાખથી વધારે લોકોના જીવ બચાવ્યા છે. આ રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે ભારતના કોવિડ વેક્સીનેસન પ્રોગ્રામે 18.3 અબજ અમેરિકન ડોલરનું નુકસાન થવાથી પણ બચાવ્યું છે.
ભારત પર લોકડાઉનની ઇમ્પેક્ટ વિશે પણ બતાવ્યું
સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને ઇન્સ્ટીટ્યૂટ ફોર કોમ્પિટિટિવનેસના ‘હીલિંગ ધ ઇકોનોમી:એસ્મિમેટિંગ ધ ઇકોનોમિક ઇમ્પૈક્ટ ઓન ઇન્ડિયા વેક્સીનેશન એન્ડ રિલેટેડ ઇશ્યૂઝ’ ટાઇટલ વાળા વર્કિંગ પેપરને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રિલીઝ કર્યું છે. આ પેપરમાં ભારત પર લોકડાઉનની ઇમ્પેક્ટ વિશે પણ બતાવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 11 એપ્રિલ 2020 સુધી ભારતમાં કોરોના કેસની સંખ્યા ફક્ત 7500 સુધી જ પહોંચી હતી. લોકડાઉન લગાવીને ભારતે લગભગ 20 લાખ લોકોના જીવ બચાવ્યા હતા.
આ પણ વાંચો – પંજાબ : કોણ છે અમૃતપાલ સિંહ? તલવારોના દમ પર પોલીસ સ્ટેશન પર કર્યો કબજો
રિપોર્ટમાં આર્થિક સર્વેક્ષણના હવાલાથી કહેવામાં આવ્યું કે લોકડાઉનના કારણે 100,000 લોકોના જીવ બચાવ્યા હતા. જો દેશમાં લોકડાઉન ન લગાવ્યું હોત તો 11 એપ્રિલ 2020 સુધી કોરોના કેસની સંખ્યા 200,000 સુધી હોત. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે કોરોનાની પ્રથમ લહેર પીક પર પહોંચવામાં ભારતમાં 175 દિવસ લાગ્યા હતા. જ્યારે રશિયા, કેનેડા, ફ્રાન્સ, ઇટાલી અને જર્મનીમાં ફક્ત 50 દિવસોમાં કોવિડના કેસો પીક પર પહોંચી ગયા હતા.
કોરોના ફેલાવવાની સ્પીડને ઓછી કરવાને લઇને કરેલા ઉપાયોની પણ ચર્ચા કરવામાં આવી
આ રિપોર્ટમાં કોરોના ફેલાવવાની સ્પીડને ઓછી કરવાને લઇને કરેલા ઉપાયોની પણ ચર્ચા કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જમીની સ્તર પર મજબૂત ઉપાય, જેવા કે કોન્ટેક્ટ ટ્રેસિંગ, માસ ટેસ્ટિંગ, હોમ ક્વોરન્ટાઇન, જરૂરી મેડિકલ ઉપકરણો, સ્વાસ્થ્ય દેખભાળના બુનિયાદી સ્ટ્રક્ચરમાં સુધાર જેવા કામે વાયરસના પ્રસારને રોકવામાં મદદ કરી છે.
રિસર્ચ પેપરમાં ભારતના ઉપાયો કન્ટેનમેન્ટ, રિલીફ પેકેજ અને વેક્સીન એડમિનિસ્ટ્રેશનની પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું કે ભારતે પ્રભાવી વેક્સીનેશન ડ્રાઇવના કારણે 34 લાખથી વધારે લોકોના જીવ બચાવ્યા છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે વેક્સીનેશનના લાભ તેના કોસ્ટથી વધારે છે. તેમાં એ પણ સલાહ આપવામાં આવી છે કે વેક્સીનેશનને ફક્ત હેલ્થ ઇન્ટરવેંશન સિવાય માઇક્રો ઇકોનોમિક સ્ટેબિલાઇઝિંગ ઇંડિકેટર માનવી જોઈએ.