Bageshwar baba on sakshi murder case : 'જો હજુ પણ લોહી ઉકળે નહીં તો જીવતે જીવ મરી ચૂક્યા છો', દિલ્હી હત્યાકાંડ પર બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન

bageshwar dham dhirendra shastri statement : પોલીસે સાહિલને સવારે 10 વાગ્યે કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટે તેને 2 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. સાહિલને દિલ્હી પોલીસે ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી ધરપકડ કરી હતી.

bageshwar dham dhirendra shastri statement : પોલીસે સાહિલને સવારે 10 વાગ્યે કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટે તેને 2 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. સાહિલને દિલ્હી પોલીસે ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી ધરપકડ કરી હતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Bageshwar dham| dhirendra shastri | delhi girl murder case

દિલ્હી હત્યા કેસમાં ધિરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન

દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં સગીર યુવતીની હત્યા કરનાર સાહિલને કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે. પોલીસ હવે સાહિલની પૂછપરછ કરશે. પોલીસે સાહિલને સવારે 10 વાગ્યે કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટે તેને 2 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. સાહિલને દિલ્હી પોલીસે ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી ધરપકડ કરી હતી.

Advertisment

આ હત્યાકાંડ પર બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે અમે એટલા માટે સનાતનની માંગ કરીએ છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ હત્યાકાંડને જોઈને પણ જેનું લોહી ઉકળે નહીં તે જીવતે જીવ મરી ચૂક્યો છે. શાસ્ત્રીએ કહ્યું કે આ હત્યાંકાડને જોયા બાદ આપણા ભાઈઓનું લોહી ખોલવું જોઈએ. અને એટલા માટે જ સનાતનની માંગ કરીએ છીએ.

શાક્ષી હત્યાંકાડ પર સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ઝડપથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ મુદ્દા પર રાજકીય જંગ પણ શરુ થઈ ગયો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ મુદ્દા પર ટ્વીટ કરીને ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના પર ગાળિયો કશ્યો છે અને કાયદા વ્યવસ્થાને લઇને નામ લીધા વગર કેન્દ્ર સરકાર ઉપર પણ નિશાન સાધ્યું હતું. આ મુદ્દે પણ બીજેપીએ પલટવાર કર્યો છે. ભાજપના નેતા કપિલ મિશ્રાએ કહ્યું કે માત્ર હત્યા જ નહીં લવ જેહાદનો પણ મામલો છે.

સાક્ષીની હત્યા કર્યા બાદ સાહિલ બુલંદશહેર ભાગી ગયો હતો. તે પોતાની ફોઇના ઘરે સંતાઇ ગયો હતો. પોલીસે તેને બુલંદશહેરથી દબોચી લીધો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે બુલંદશહેરમાં તે ટીવી પર હત્યા પછીની આખી ઘટના જોઈ રહ્યો હતો.

Advertisment

હત્યાકાંડમાં ઉપયોગમાં લેવામાં આવેલા ચપ્પાને સાહિતે રિઠાલામાં ખુલ્લા મેદાનમાં ફેંકી દીધું હતું. પોલીસે પૂછપરછમાં આ અંગે જાણવા મળ્યું હતું. ત્યારબાદ પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલા ચપ્પા મળ્યું ન્હોતું. જોકે, પોલીસ આજે ફરીથી રિઠાલા મેદાનમાં જશે અને ચપ્પું શોધશે. આ સમગ્ર ઘટનાને લઇને દેશવાસીઓમાં આક્રોશ છે. સોશિયલ મીડિયા થકી લોકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

દિલ્હી bageshwar dham sarkar બ્રેકિંગ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ