Suchana Seths Son Murder Case : AI કંપનીની CEO સુચના શેઠ પર તેના 4 વર્ષના પુત્રની હત્યા કરવાનો આરોપ છે. ગોવાની કોર્ટે આ કેસમાં સૂચનાની પોલીસ કસ્ટડીમાં પાંચ દિવસ વધારે દીધી છે. આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તપાસમાં સૂચના બિલકુલ સહકાર આપી રહી નથી. તે વારંવાર કહી રહી છે કે તેણે તેના પુત્રની હત્યા કરી નથી. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે તે બધી વસ્તુઓ સ્વીકારી રહી છે. તે કહી રહી છે કે તેણે બાળકની લાશ બેગમાં ભરીને લઇ ગઇ હતી. જોકે તેણે એ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો કે તેણે તેના પુત્રની હત્યા કરી છે. તે વારંવાર દાવો કરી રહી છે કે તેના પુત્રના મૃત્યુ માટે તેનો પતિ જવાબદાર છે.
નવું વર્ષ શરૂ થાય તે પહેલાં સૂચના શેઠ 31 ડિસેમ્બરે ગોવા ગઇ હતી અને 4 જાન્યુઆરીએ બેંગલુરુ પાછા ફરી હતી. સૂચનાએ ઉત્તર ગોવાના કેન્ડોલિમમાં આવેલી હોટલ સોલમાં ચેક ઇન કર્યું હતું. આ હોટલમાં કથિત રીતે બાળકની હત્યા કરવામાં આવી હતી. આ માહિતી ત્યારે સામે આવી જ્યારે તે બાળકની લાશને બેગમાં ભરીને ભાગવાની કોશિશ કરી રહી હતી. કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
મેં મારા પુત્રની હત્યા કરી નથી – સૂચના શેઠ
સૂચના શેઠ કહે છે કે તેણે તેના પુત્રની હત્યા કરી નથી. જ્યારે તે જાગી ત્યારે તે પહેલેથી જ મરી ગયો હતો. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકનું મોત ગળું દબાવવાથી થયું હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર બાળકનો ચહેરો એટલો જોરથી દબાયેલો હતો કે તેની નશો બહાર આવી ગઈ હતી.
આ કેસમાં વેંકટ રમનના વકીલ અઝહર મીરે જણાવ્યું હતું કે 31 ડિસેમ્બર (રવિવાર)ના રોજ જ્યારે સૂચના ગોવા પહોંચી ત્યારે તેણે તેના પતિને કહ્યું હતું કે તેનો પુત્ર બીમાર છે, તેથી તે તેને મળવા મોકલી શકે તેમ નથી. વકીલે વધુમાં જણાવ્યું હતું કે તે સતત બે અઠવાડિયા સુધી ગોવામાં હતી. આ બતાવે છે કે તે ઇચ્છતી ન હતી કે તેનો પતિ તેમના પુત્રને મળે.
આ પણ વાંચો – ચાર વર્ષના પુત્રની હત્યા કરનાર સુચના શેઠને લઇ જનાર કેબ ડ્રાઈવરે મુસાફરી દરમિયાન જણાવી કહાની
રૂમ નંબર 404ની કહાની શું છે?
એફઆઈઆર અનુસાર સૂચના શેઠે તેના પુત્ર સાથે 6 જાન્યુઆરીની રાત્રે હોટલ સોલના એક સર્વિસ એપાર્ટમેન્ટના રૂમ નંબર 404માં ચેક ઇન કર્યું હતું. તેણે 10 જાન્યુઆરી સુધી રૂમ બુક કરાવ્યો હતો પરંતુ તેણે હોટલના સ્ટાફને કહ્યું કે તેની કોઈ જરૂરી કામ આવી ગયું છે તેથી તે ચેક આઉટ કરવા માંગે છે. ત્યારબાદ તેણે એક કેબ બોલાવવાનું કહ્યું અને બેગ લઈને નીકળી ગઈ હતી. જોકે હોટલના સ્ટાફે તેમને પૂછ્યું કે તેમનો દીકરો ક્યાં છે, જેના પર સૂચનાએ જવાબ આપ્યો કે તેને પહેલા જ મોકલી દેવામાં આવ્યો છે. આ વાત પર કર્મચારીને શંકા ગઇ હતી.
રૂમની હાલત શું હતી?
સૂચના ગયા બાદ કર્મચારી રૂમ નંબર 404 પર પહોંચ્યો અને જોયું તો ટુવાલ પર લોહીના છાંટા પડ્યા હતા. કફ સિરપની ખાલી બોટલો હતી, જે સૂચનાએ એ કહીને મંગાવી હતી કે તેના બાળકને ખાંસી આવી રહી છે. આ ઉપરાંત ત્યાં એક છરી પણ મળી આવી હતી. સૂચનાએ આગલી રાત્રે કોફી, ફ્રાઈજ અને કેટલીક ખાવાની ચીજોનો ઓર્ડર કર્યો હતો. તે ભાગ્યે જ બહાર જતી હતી.
ડ્રાઇવરે કહ્યું કે સૂચના આખા રસ્તામાં મૌન રહી હતી. તેણે માત્ર પાણીની બોટલ મંગાવી હતી. ત્યારબાદ ડ્રાઇવરને પોલીસનો ફોન આવ્યો અને તેને નજીકના પોલીસ સ્ટેશનમાં સૂચનાને લઇ જવા કહ્યું હતું. ડ્રાઇવરે એમ જ કર્યું હતું. આ રીતે સૂચનાની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તો આ કેસમાં રોજ નવા ખુલાસા થઇ રહ્યા છે, પોલીસ તપાસ કરી રહી છે.





