ચાર વર્ષના પુત્રની હત્યા કરનાર સુચના શેઠને લઇ જનાર કેબ ડ્રાઈવરે મુસાફરી દરમિયાન જણાવી કહાની

Suchana Seth : સુચના શેઠ પુત્રના મૃતદેહને બેગમાં ભરીને કેબમાં ભાગવાનો પ્રયાસ કરી રહી હતી. ઉત્તર ગોવાના કેબ ડ્રાઈવર રેજોન ડિસોઝાએ તેની ધરપકડમાં મહત્વની ભૂમિકા ભજવી હતી

Suchana Seth : સુચના શેઠ પુત્રના મૃતદેહને બેગમાં ભરીને કેબમાં ભાગવાનો પ્રયાસ કરી રહી હતી. ઉત્તર ગોવાના કેબ ડ્રાઈવર રેજોન ડિસોઝાએ તેની ધરપકડમાં મહત્વની ભૂમિકા ભજવી હતી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
suchna seth | suchna seth killed his son

સુચના શેઠ પર ગોવાની એક હોટલમાં તેના ચાર વર્ષના પુત્રની હત્યા કરવાનો આરોપ છે (તસવીર -સોશિયલ મીડિયા

 Pavneet Singh Chadha : કોંકણીમાં ગોવા પોલીસ સાથે વાતચીત, બેંગલુરુના માર્ગમાં ચાર કલાકનો ટ્રાફિક જામ અને શૌચાલય બ્રેકનું બહાનું. કેબ ડ્રાઈવર જે સુચના શેઠને તેના સ્થળ સુધી લઈ જઈ રહ્યો હતો તેણે ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે તે કેવી રીતે શંકા થયા વગર મહિલાને પોલીસ સ્ટેશન લઈ જવામાં સફળ રહ્યો. એક ટેક સ્ટાર્ટ-અપના બેંગલુરુ સ્થિત CEO સુચના શેઠ પર ગોવાની એક હોટલમાં તેના ચાર વર્ષના પુત્રની હત્યા કરવાનો આરોપ છે . તેને કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાંથી પકડવામાં આવી હતી જ્યારે કથિત રીતે તેના પુત્રના મૃતદેહને બેગમાં ભરીને કેબમાં ભાગવાનો પ્રયાસ કરી રહી હતી. ઉત્તર ગોવાના અંજુના કેબ ડ્રાઈવર રેજોન ડિસોઝાએ તેની ધરપકડમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Advertisment

ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા ડ્રાઈવર રેજોન ડિસોઝાએ કહ્યું કે 7 જાન્યુઆરીના રોજ લગભગ 11 વાગ્યાની આસપાસ તેને કેન્ડોલિમમાં હોટલ સોલ બનિયાન ગ્રાન્ડેના રિસેપ્શનમાંથી ફોન આવ્યો હતો. જેમાં તેને સુચના શેઠને ઝડપથી બેંગલુરુ લઈ જવાનું કહ્યું હતું. તેને રાત્રે 12.30 વાગે હોટલ પહોંચવાનું કહેવામાં આવ્યું અને 30,000 રૂપિયાનું ભાડું નક્કી થયું.

ડ્રાઇવરે કહ્યું કે હું અને મારો કો-ડ્રાઈવર પાર્કિંગ એરિયામાં પહોંચ્યા. તેણીએ કહ્યું કે તે એકલી મુસાફરી કરી રહી છે અને મને ટેકીમાં લાલ ટ્રોલી બેગ મૂકવાનું કહ્યું હતું. સૂટકેસ અસામાન્ય રીતે ભારે હતી પરંતુ મેં તેના વિશે વધુ વિચાર્યું ન હતું. કેબ લગભગ રાત્રે 12.30 વાગ્યે કેન્ડોલિમથી નીકળી હતી અને ગોવા-કર્ણાટક બોર્ડર પર સ્થિત ચોરલા ઘાટ પર 2 વાગ્યે પહોંચી હતી. ત્યાં એક ટ્રક પલટી જતાં અડચણ સર્જાઈ હતી અને ચાર કલાક ટ્રાફિક જામ સર્જાયો હતો.

કેબ ડ્રાઇવરે કહ્યું કે મેં તેમને કહ્યું કે આપણે અહીં ચારથી છ કલાક ટ્રાફિકમાં અટકી શકીએ છીએ. ટ્રાફિક બિલકુલ હલતો ન હતો. મને કહેવામાં આવ્યું હતું કે તેણે તત્કાલિકના કામ માટે બેંગલુરુ પહોંચવું છે, તેથી મેં વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરીને એરપોર્ટ પર મૂકવાની ઓફર કરી અને કહ્યું કે ફ્લાઇટ વધુ સારો વિકલ્પ હોઈ શકે છે. પરંતુ તેણે આગ્રહ કર્યો કે તે રોડ દ્વારા જવા માંગે છે, ભલે તે ગમે તેટલો સમય લે. મને તે વિચિત્ર લાગ્યું, કારણ કે તે ઉતાવળમાં હતી પરંતુ પછી મને ચૂકવણી કરવામાં આવી રહી હતી.

Advertisment

આ પણ વાંચો - પોતાના 4 વર્ષના પુત્રની હત્યા કરનાર CEO સુચના સેઠ કોણ છે?

મુસાફરી દરમિયાન સુચના શેઠ સંપૂર્ણપણે મૌન હતા. એક વખત સિવાય જ્યારે તેણે પૂછ્યું કે શું તે પાણી પીવા માંગે છે. પછીના કેટલાક કલાકો સુધી તેણે નોન-સ્ટોપ ડ્રાઇવ કરવાનું ચાલુ રાખ્યું. સવારે 11 વાગ્યાની આસપાસ કેલંગુટ પોલીસ ઇન્સ્પેક્ટરનો ફોન આવ્યો હતો.

ડ્રાઇવરે કહ્યું કે પોલીસ ઈન્સ્પેક્ટરે મને પૂછ્યું કે હું જે પેસેન્જરને લઈ જઈ રહ્યો હતો તે એકલા છે કે કોઈ બાળક તેની સાથે છે. અધિકારી કોંકણીમાં વાત કરી રહ્યા હતા અને મને લાગ્યું કે તે અમારી વાતચીત સમજી શકતી નથી. મેં તેમને કહ્યું કે તે એકલી છે.તેમણે કહ્યું કે પોલીસને તેની હોટલના રૂમમાં લોહીના ડાઘા મળ્યા હતા અને તેમને તેના પર શંકા છે. પછી મેં મહિલાને ફોન આપ્યો અને કહ્યું કે કોઈ તેમની સાથે વાત કરવા માંગે છે. અધિકારીએ તેની સાથે થોડીવાર વાત કરી. તેણીએ એક સરનામાનો ઉલ્લેખ કર્યો. તે ઉપરાંત તેણીએ વધુ પ્રતિક્રિયા આપી ન હતી અને તે કોઈપણ પ્રકારની ગભરાટમાં હોય તેવું લાગતું ન હતું.

તેના પુત્રના સરનામા વિશે સુચના શેઠ દ્વારા ઉલ્લેખિત સરનામું નકલી હતું તેની પુષ્ટિ કર્યા પછી પોલીસ ઇન્સ્પેક્ટરે થોડીવાર પછી ડ્રાઇવરને ફોન કર્યો અને આ વખતે તેને તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન પર જવા માટે નિર્દેશ આપ્યો હતો.

પોલીસે કહ્યું કે તેમની શંકા ખૂબ જ મજબૂત છે. તે સમયે અમે એક્સપ્રેસવે પર હતા અને હું માત્ર ગામો જ જોઈ શકતો હતો. બધા સાઈનબોર્ડ કન્નડમાં હતા, તેથી મને ક્યાં જવું તે ખબર ન હતી. મેં સમજદારીપૂર્વક નજીકના પોલીસ સ્ટેશનને ગુગલ કર્યું અને કોઈક રીતે નકશામાં 150 કિમીના અંતરે એક બતાવ્યું. તે ખૂબ દૂર હશે. તેથી મેં તેમને કહ્યું કે મારા કો-ડ્રાઈવર અને મારે વોશરૂમ જવાની જરૂર છે અને કાર રોકી દીધી હતી.

કેબ ડ્રાઇવરે કહ્યું કે રસ્તાના કિનારે બંનેને એક રેસ્ટોરન્ટ મળી જ્યાં ચોકીદારે તેમને જાણ કરી કે કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના આઈમંગલા પોલીસ સ્ટેશન માત્ર 500 મીટર દૂર છે. મેં ચોકીદાર પાસેથી ચકાસણી કરી કે તે પોલીસ ચોકી છે કે પછી મોટું પોલીસ સ્ટેશન છે કારણ કે મામલો સંવેદનશીલ હતો. મેં ગોવા પોલીસને ફોન કર્યો અને કોલ પર તેમને સ્ટેન્ડબાય પર રાખ્યા અને હાઇવે પરના સર્વિસ રોડથી પોલીસ સ્ટેશન તરફ ગાડી ચલાવી હતી.

ડ્રાઇવરે કહ્યું કે સુચના શેઠે તેને પૂછ્યું કે તેણે પોલીસ સ્ટેશનની બહાર કાર કેમ રોકી હતી. મેં એક બહાનું બનાવ્યું અને મારો ફોન આઈમંગલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને આપ્યો. બંને રાજ્યોના પોલીસ અધિકારીઓએ પછી સંકલન કર્યું અને પછીની 10 મિનિટમાં પોલીસે તેના પુત્રનો મૃતદેહ શોધીને સામાનની તપાસ કરી. મારી પાસે શું થઈ રહ્યું હતું તેની પ્રક્રિયા કરવાનો સમય ન હતો અને પોલીસે જે કહ્યું તે જ કર્યું. જ્યારે પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે તેણે કોઈ લાગણી દર્શાવી ન હતી.

ડ્રાઇવરે કહ્યું કે મેં કલ્પના કરી ન હતી કે આવું ક્યારેય બની શકે. હું મોડી રાતની સવારી મેળવીને ખુશ હતો. તેણે ઉમેર્યું કે તેને હજુ ચૂકવણી કરવાની બાકી છે.

ક્રાઇમ ન્યૂઝ Express Exclusive દેશ