Suchana Seth killed his Son : બેંગલુરુ સ્થિત એક ટેક સ્ટાર્ટ-અપની સીઈઓ સુચના શેઠ ગોવાની એક હોટલમાં તેના ચાર વર્ષના પુત્રની હત્યાના આરોપમાં ઝડપાઇ હતી, તેણે 6 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી રૂમ બુક કરાવ્યો હતો, પરંતુ તેણે પહેલા જ ચેક આઉટ કરી લીધુ હતુ.
પોલીસના જણાવ્યા મુજબ, 7 જાન્યુઆરીના રોજ રાત્રે 9.10 વાગ્યે શેઠે ઉત્તર ગોવાના કેન્ડોલિમમાં હોટેલ સોલ બનિયાન ગ્રાન્ડેના સર્વિસ એપાર્ટમેન્ટ સ્ટાફને જાણ કરી કે, તેણીને “બેંગલુરુમાં જરૂરી કામ” આવ્યું હોવાથી તે ચેક-આઉટ કરવા માંગે છે અને તેમને ચેક-આઉટ કરવા કહ્યું. આ સિવાય કેબની વ્યવસ્થા કરવા વિનંતી કરી. એફઆઈઆર અનુસાર, તે રાત્રે 12.30 વાગ્યે નીકળી હતી.
શેઠને કર્ણાટકના ચિત્રદુર્ગા જિલ્લામાંથી પકડવામાં આવી હતી, જ્યારે તેણી કથિત રીતે તેના પુત્રના મૃતદેહને બેગમાં ભરીને કેબમાં ભાગવાનો પ્રયાસ કરી રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ગોવા-કર્ણાટક બોર્ડર ક્રોસિંગ પર સ્થિત ચોરલા ઘાટ પર એક ટ્રક અકસ્માત “આ કેસમાં આશીર્વાદ” સાબિત થયો કારણ કે, કેબ સવારના 2 થી સવારે 6 વાગ્યા સુધી ચાર કલાકથી વધુ સમય સુધી અટવાઈ ગઈ હતી.
કેવી રીતે સુચના શેઠ ઝડપાઈ
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું, “સફર (કેન્ડોલિમથી બેંગલુરુ) લગભગ 11-12 કલાક થાય છે. ચોરલા ઘાટ પર એક ટ્રક પલટી જવાને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને તેના કારણે તેમની મુસાફરીમાં ચાર ગણો વધુ વિલંબ થયો હતો. આ દરમિયાન, હોટલના સ્ટાફે જાણ કરી હતી કે, તેમને લોહીના ડાઘા મળ્યા છે અને અમે ટેક્સી ડ્રાઈવર અને આરોપીને શોધી કાઢવાનુ શરૂ કર્યું.”
પોલીસ સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, શેઠે શનિવારે (6 જાન્યુઆરી) ના રોજ તેના પતિને એક મેસેજ મોકલ્યો હતો, જેમાં કહ્યું હતું કે, તે રવિવારે બેંગલુરુ આવી શકે છે અને તેમના પુત્રને મળી શકે છે, તાજેતરના અહેવાલો અનુસાર. કોર્ટના આદેશ અનુસાર – આ કપલ છૂટાછેડા અને કસ્ટડીની કાર્યવાહીના કેસમાં ફસાયેલા છે.
પોલીસે જણાવ્યું હતું કે. તેના પતિ વેંકટરામન પીઆર, પણ એઆઈ ફર્મ પણ ચલાવે છે, તે સમયે બેંગલુરુમાં જ હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે, “પરંતુ જ્યારે રવિવારની મીટિંગ અંગે તેમને કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો, ત્યારે તેઓ બીજા દિવસે વ્યવસાયિક હેતુઓ માટે જકાર્તા જવા રવાના થયા હતા.”
પોલીસે જણાવ્યું હતું કે, ગોવામાં, સુચના શેઠ એક સર્વિસ એપાર્ટમેન્ટમાં જ રહી હતી અને 7 જાન્યુઆરીએ ઓનલાઈન ફૂડ એગ્રીગેટર પાસેથી કોફી અને અમુક જમવાનો ઓર્ડર આપ્યો હતો. પોલીસે કહ્યું કે, હોટલમાં સીસીટીવી કાર્યરત છે અને તપાસ દરમિયાન તેના ફૂટેજની સમીક્ષા કરવામાં આવશે.
આ પણ વાંચો – ચાર વર્ષના પુત્રની હત્યા કરનાર સુચના શેઠને લઇ જનાર કેબ ડ્રાઈવરે મુસાફરી દરમિયાન જણાવી કહાની
પોલીસના જણાવ્યા અનુસાર, સુચના શેઠની માતા હવે નથી રહી, જ્યારે તેના પિતા કોલકાતામાં રહે છે. બુધવારે પોલીસે જણાવ્યું હતું કે, પ્રોટોકોલ મુજબ આરોપીની ફોરેન્સિક મેડિકલ તપાસ કરવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, “તે ગોવાની વારંવાર મુલાકાત લેતી હતી અને ગયા મહિને પણ અહીં આવી હતી.”





