AAP મુશ્કેલીમાં! મહાઠગ સુકેશ ચંદ્રશેખરનો મોટો આરોપ, કહ્યું- આમ આદમી પાર્ટીને 60 કરોડ રૂપિયા આપ્યા

Sukesh Chandrasekhar accusation on aap : મહાથગ સુકેશ ચંદ્રશેખરે કોર્ટમાં દાવો કર્યો કે, મે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ને 60 કરોડ રૂપિયા આપ્યા, આ વાતની જાણ મે દિલ્હી એલજી (Delhi LG) ને લેખિતમાં આપી છે.

Written by Kiran Mehta
Updated : December 20, 2022 15:09 IST
AAP મુશ્કેલીમાં! મહાઠગ સુકેશ ચંદ્રશેખરનો મોટો આરોપ, કહ્યું- આમ આદમી પાર્ટીને 60 કરોડ રૂપિયા આપ્યા
મહાઠગ સુકેશ ચંદ્રશેખરનો દાવો - આપ પાર્ટીને 60 કરોડ આપ્યા

Money Laundering Case: મહાથગ સુકેશ ચંદ્રશેખરે (Sukesh Chandrashekhar) દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં મોટો દાવો કર્યો છે. સુકેશ ચંદ્રશેખરે જણાવ્યું કે, તેણે આમ આદમી પાર્ટી (AAP)ને 60 કરોડ રૂપિયા આપ્યા છે. તેણે કહ્યું કે, મેં આ વાત દિલ્હીના રાજ્યપાલ (Delhi LG)ને લેખિતમાં આપી છે. તમને જણાવી દઈએ કે, સુકેશને 200 કરોડની છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, LG વિનય કુમાર સક્સેના (Vinai Kumar Saxena) એ મુખ્ય સચિવ (CS) ને AAP પાસેથી 97 કરોડ રૂપિયા વસૂલવાનો નિર્દેશ આપ્યો છે, LG એ આ આદેશ એટલા માટે આપ્યો કારણ કે, કથિત રીતે રાજકીય જાહેરાતોને સરકારી જાહેરાતો તરીકે પ્રકાશિત કરવા બદલ. જેની ચુકવણી દિલ્હી સરકાર (Delhi Goverment) દ્વારા કરવામાં આવી હતી.

AAPએ કોર્ટના આદેશનું પાલન કર્યું નથી

એલજીએ એક પત્રમાં કહ્યું છે કે, પાંચ વર્ષ અને આઠ મહિના વીતી જવા છતાં AAPએ આદેશનું પાલન કર્યું નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, “આ ગંભીર છે, કારણ કે જાહેર નાણાં, ચોક્કસ આદેશો હોવા છતાં, પક્ષ દ્વારા રાજ્ય તિજોરીમાં જમા કરવામાં આવ્યા નથી. રજિસ્ટર્ડ રાજકીય પક્ષ દ્વારા માન્ય આદેશની આવી અવગણના માત્ર ન્યાયતંત્રની તિરસ્કાર સમાન નથી, પરંતુ તે સુશાસનના સ્વાસ્થ્ય માટે પણ સારું નથી.”

આ પણ વાંચો AAP પાસેથી વસુલવામાં આવશે રાજનૈતિક જાહેરાતોના 97 કરોડ રૂપિયા, LGના આદેશ બાદ કેજરીવાલ સરકાર પર ભાજપનો હુમલો

AAPએ પોતાના પ્રચાર માટે સરકારી નાણાનો ઉપયોગ કર્યો: BJP

બીજી તરફ, ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ સમગ્ર મામલાને લઈને કહ્યું કે, “દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટના 2015ના આદેશ અને દિલ્હી હાઈકોર્ટના 2016ના આદેશોનું ઉલ્લંઘન કર્યું છે. AAPએ પોતાના પ્રચાર માટે સરકારી ધનનો ઉપયોગ કર્યો છે. આમ આદમી પાર્ટીનું સાચું નામ ઓલ એડવર્ટાઈઝમેન્ટ પાર્ટી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ