Sukhdev Singh Murder: કરણી સેના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસમાં પહેલી ધરપકડ, જાણો કોણ છે આરોપી અને ક્યાથી ઝડપાયો

Sukhdev Singh Gogamedi Murder Case: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોદામેડીના હત્યાના કેસમાં પોલીસે પહેલી ધરપકડ કરી છે.

Written by Ajay Saroya
December 09, 2023 18:23 IST
Sukhdev Singh Murder: કરણી સેના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસમાં પહેલી ધરપકડ, જાણો કોણ છે આરોપી અને ક્યાથી ઝડપાયો
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી. આ હત્યા કેસમાં પોલીસે ધરપકડ કરેલા રામવીરનો ફોટો (Photo - Sukhdev Singh Gogamedi Facebook/@KakoNews)

Sukhdev Singh Gogamedi Murder Case: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીના હત્યા કેસમાં પોલીસે પ્રથમ ધરપકડ કરી છે. પોલીસે રામવીર નામના વ્યક્તિની ધરપકડ કરી છે અને તેની વધુ પૂછપરછ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે રામવીરે ઘટનાના દિવસે નીતિન ફૌજી માટે તમામ વ્યવસ્થા કરી હતી. સૌથી મોટી વાત એ છે કે રામવીર આરોપી નીતિનનો નજીકનો મિત્ર પણ છે અને સુખદેવ સિંહ ગોગામેડીના ષડયંત્રમાં બંનેનો હાથ હતો.

સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસમાં પહેલો આરોપી કોણ? (Who Is First Accused In Sukhdev Singh Gogamedi Case)

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની તપાસ માટે પોલીસે બુધવારે SITની રચના કરી હતી. આ હત્યાકાંડના વિરોધમાં રાજ્યમાં ઘણી જગ્યાએ દેખાવો થયા હતા. પ્રદર્શનકારીઓએ ઘણી જગ્યાએ હાઈવે બ્લોક કરી દીધા હતા અને ટ્રેનો પણ રોકી હતી. આરોપી રામવીર વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે નિતિન ફૌજીને સ્કૂલના સમયથી ઓળખતો હતો. બંનેએ એક જ સ્કૂલમાંથી 12મું પાસ કર્યું હતું અને પછીથી તેમના રસ્તા અલગ થઈ ગયા હતા. એક તરફ નીતિન આર્મીમાં જોડાયો, જ્યારે રામવીર કોલેજમાં ગયો અને એમએસી કર્યુ હતુ.

સુખદેવ સિંહ ગોગામેડી કોણ હતા? (Who Is Karni Sena Chief Sukhdev Singh Gogamedi)

Sukhdev Singh Gogamedi | Sukhdev Singh Gogamedi Death | Sukhdev Singh Gogamedi Rashtriya rajput karni sena | Rashtriya rajput karni sena

સુખદેવ સિંહ ગોગામેડી લાંબા સમયથી રાષ્ટ્રીય કરણી સેના સાથે જોડાયેલા હતા. વિવાદ બાદ તેઓ આ સંગઠનથી અલગ થઈ ગયા અને પોતાના અલગ સંગઠન રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની રચના કરી હતી. તેઓ તેના પ્રથમ પ્રમુખ પણ હતા. 2017માં જયપુર કિલ્લામાં ફિલ્મ પદ્માવતના શૂટિંગ દરમિયાન રાજપૂત કરણી સેનાના લોકોએ તોડફોડ પણ કરી હતી. ગોગામેડીએ પદ્માવતના શૂટિંગ દરમિયાન પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને નિર્દેશક સંજય લીલા ભણસાલીને થપ્પડ મારી હતી. સુખદેવ સિંહ ગોગામેડીએ ફિલ્મ પદ્માવતીનો સખત વિરોધ કર્યો હતો. આખરે મેકર્સે ફિલ્મનું નામ બદલીને ‘પદ્માવત’ કરી દીધું. સુખદેવ સિંહ ગોગામેડી રાજપૂત સમુદાયના મજબૂત નેતાઓ પૈકીના એક હતા.

રોહિત ગોદારા એ લીધી સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી, 

 જયપુરમાં મંગળવારે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના સંસ્થાપક સુખદેવ સિંહ ગોગામેડીની ધોળા દિવસે તેમના જ ઘરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે તેમની હત્યા કરવામાં આવી ત્યારે તેમની સાથે બે સિક્યુરિટી ગાર્ડ પણ હતા. આ ઘટના બાદ ગેંગસ્ટર રોહિત ગોદારાએ આ હત્યાની જવાબદારી લીધી છે.

rohit godara | Sukhdev Singh Gogamedi
ગેંગસ્ટર રોહિત ગોદારાએ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના સંસ્થાપક સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી લીધી છે (તસવીર – સોશિયલ મીડિયા)

કોણ છે રોહિત ગોદારા

આ પણ વાંચો | ઘરમાં જ ગોળી મારી હત્યા કરાયેલા સુખદેવ સિંહ ગોગામેડી કોણ છે? જાણો બધુંજ

રોહિત ગોદારા બિકાનેરના કાલુ પોલીસ સ્ટેશન વિસ્તારના લુણકરણસરનો રહેવાસી છે. તે 2010 થી અપરાધની દુનિયામાં સામેલ થયો હતો. તે રાજસ્થાનમાં લોરેન્સના ખાસ ગુર્ગામાંથી એક છે અને વિદેશમાં બેસીને અપરાધનું સંચાલન કરે છે. આ પહેલા તેમણે લાડનૂના ધારાસભ્ય મુકેશ ભાકરને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે તેની સામે રેડ કોર્નર નોટિસ જારી કરી છે. આ ઉપરાંત તેના પર 1 લાખનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. ગત વર્ષે રોહિત ગોદારાએ ફેસબુક પર સીકરમાં ગેંગસ્ટર રાજુ ઠેહટની હત્યાની જવાબદારી સ્વીકારી હતી. સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં પણ તેનું નામ સામે આવ્યું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ