scorecardresearch

Plane Crash: મુરૈનામાં સુખોઈ-30 અને મિરાજ -2000 ક્રેશ, ભરતપુરમાં પણ વિમાન દુર્ઘટના

Airforce Plane Crash : આ બંને વિમાન સુખોઈ-30 અને મિરાજ 2000 છે. અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે મુરૈનાથી અભ્યાસ માટે ઉડાન ભરેલા બંને વિમાન એકબીજા સાથે ટકરાયા હતા.

Plane Crash in Madhya pradesh
વાયુસેનાના વિમાનો ક્રેશ ફાઇલ તસવીર

Plane Crash: શનિવારનો દિવસ વાયુસેના માટે ખરાબ સાબિત થયો હતો. મધ્ય પ્રદેશના મુરૈનામાં શનિવારે એરફોર્સના બે વિમાન ક્રેશ થયા હતા. ઇન્ડિયન એક્સપ્રેશના સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ બંને વિમાન સુખોઈ-30 અને મિરાજ 2000 છે. અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે મુરૈનાથી અભ્યાસ માટે ઉડાન ભરેલા બંને વિમાન એકબીજા સાથે ટકરાયા હતા. પરંતુ ડિફેન્સ સૂત્રોનું કહેવું છે કે હજી સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.

ભારતીય વાયુસેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીથી જ સ્પષ્ટ થશે કે બંને વિમાનો હવામાં ટકરાયા હતા કે નહીં. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સુખોઈ-30માં બે પાઈલટ હતા જ્યારે મિરાજ-2000માં એક પાઈલટ હતો.

મોરેનાના ડીએમએ માહિતી આપી છે કે દુર્ઘટના સ્થળની નજીકથી બે પાયલટોને બચાવી લેવામાં આવ્યા છે. આ બંને પાયલટ ઘાયલ છે, તેમને ગ્વાલિયર ખસેડવામાં આવી રહ્યા છે. ત્રીજા પાયલટને લઈને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. પ્રશાસન અને સંરક્ષણ ટીમો સ્થળ પર હાજર છે.

રક્ષા મંત્રીને માહિતી આપી

સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે મોરેના નજીક અકસ્માતની માહિતી સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને આપવામાં આવી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ આ મામલે CDS જનરલ અનિલ ચૌહાણ અને એરફોર્સ ચીફ વીઆર ચૌધરી સાથે સંપર્કમાં છે. અકસ્માત અંગે વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે એર ચીફે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને દુર્ઘટના વિશે માહિતી આપી હતી. રક્ષા મંત્રીએ તેમની પાસેથી વાયુસેનાના પાયલોટ વિશે પૂછપરછ કરી.

ભરતપુરમાં પણ પ્લેન ક્રેશ

આ પહેલા રાજસ્થાનના ભરતપુરમાં પ્લેન ક્રેશ થયાના સમાચાર આવ્યા હતા. વિવિધ મીડિયા રિપોર્ટ્સમાં આ એરક્રાફ્ટને એરફોર્સનું ફાઈટર જેટ ગણાવવામાં આવી રહ્યું છે, પરંતુ ભરતપુરના ડીસી આલોક રંજને તેને ચાર્ટર્ડ એરક્રાફ્ટ ગણાવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત જિલ્લાના પિંગોરા રેલવે સ્ટેશન પાસે ભરતપુરમાં થયો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું કે વિમાનમાં હવામાં જ આગ લાગી હતી. વિમાન દુર્ઘટના બાદ ઘટનાસ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે. પોલીસ અને પ્રશાસનની ટીમો પણ ઘટનાસ્થળે હાજર છે.

Web Title: Sukhoi 30 and mirage 2000 crash in muraina madhya pradesh rajasthan

Best of Express