સુખવિંદર સિંહ સુક્ખૂ હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી, પ્રતિભા સિંહના સમર્થકોની આલાકમાન સામે નારાજગી

Himachal Pradesh Assembly Election Results : કોંગ્રેસ આલાકમાને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીના રૂપમાં સુખવિંદર સિંહ સુક્ખૂના નામને મંજૂરી આપી દીધી હતી. અન્ય નેતાઓમાં ચર્ચા કરીને સાંજે નામની જાહેરાત કરાશે.

Himachal Pradesh Assembly Election Results : કોંગ્રેસ આલાકમાને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીના રૂપમાં સુખવિંદર સિંહ સુક્ખૂના નામને મંજૂરી આપી દીધી હતી. અન્ય નેતાઓમાં ચર્ચા કરીને સાંજે નામની જાહેરાત કરાશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update

હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી

Himachal Pradesh Assembly Election Results 2022: હિમાચલ પ્રદેશમાં કોગ્રેસના સુખવિંદર સિંહ સુક્ખૂ સંભવિત મુખ્યમંત્રી બનશે. સાંજે કોગ્રેસની ધારાસભ્ય દશની બેઠકમાં આ નર્ણય લેવાયો હતો. એએનઆઈના સૂત્રોના હવાલેથી કોંગ્રેસ આલાકમાને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીના રૂપમાં સુખવિંદર સિંહ સુક્ખૂના નામને મંજૂરી આપી દીધી હતી. અન્ય નેતાઓમાં ચર્ચા કરીને સાંજે નામની જાહેરાત કરાશે.

Advertisment

હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ રાજ્યમાં મુખ્યમંત્રી પદ માટે ખેંચતાણ ચાલુ થયું હતું. શુક્રવારે રાજધાની શિમલામાં મુખ્યમંત્રી પદને લઈને બેઠક યોજાઈ હતી. પરંતુ કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો. આ બેઠકમાં કોંગ્રેસના 39 ધારાસભ્યો પણ હાજર હતા. ચૂંટણી પરિણામોની વાત કરીએ તો હિમાચલ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 40 બેઠકો કબજે કરી છે. જ્યારે ભાજપ પાસે 25 બેઠકો છે.

હું પાર્ટીના નિર્ણયથી વાકેફ નથી, બેઠકમાં જાણીશુંઃ સુખવિંદર સિંહ સુખુ

સીએમ પદને લઈને પાર્ટીના નિર્ણય પર કોંગ્રેસના નેતા સુખવિંદર સિંહ સુખુએ ધારાસભ્ય દળની બેઠકમાં જતા પહેલા મીડિયાને કહ્યું કે હું હાઈકમાન્ડના નિર્ણય વિશે હજી જાણતો નથી. હું કોંગ્રેસ લેજિસ્લેચર પાર્ટી (CLP)ની બેઠકમાં જઈ રહ્યો છું, જે સાંજે 5 વાગ્યે યોજાશે.

વાસ્તવમાં સમાચાર એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને કહ્યું કે કોંગ્રેસ હાઈકમાન્ડે હિમાચલ પ્રદેશના સીએમ તરીકે સુખવિંદર સિંહ સુખુના નામને મંજૂરી આપી દીધી છે. બીજી તરફ અન્ય નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ આજે સાંજ સુધીમાં તેમના નામોની જાહેરાત કરવામાં આવશે.

Advertisment
સુખવિંદર સિંહ સુખુની હોટલની બહાર સૂત્રોચ્ચાર

સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ હિમાચલ પ્રદેશમાં સીએમ ચહેરા માટે સુખવિંદર સિંહ સુખુના નામ પર મહોર લગાવી શકે છે. તે જ સમયે, પ્રતિભા સિંહના સમર્થકો દ્વારા પાર્ટી હાઈકમાન્ડ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.