/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Delhi-LG-Delhi-CM.jpg)
કોર્ટે કહ્યું કે ઉપરાજ્યપાલ અને કેન્દ્ર સરકારે મુખ્ય સચિવની નિયુક્તિને લઈને પેનલને કેટલાક નામ સુચવવા જોઈએ (ફાઇલ ફોટો)
Supreme Court : રાજધાની દિલ્હીમાં નવા મુખ્ય સચિવની નિયુક્તિને લઈને કેન્દ્ર અને કેજરીવાલ સરકાર ફરી એકવાર આમને-સામને છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે આ ખેંચતાણને લઈને સમાધાનનો રસ્તો સૂચવ્યો હતો. આ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે 28 નવેમ્બરે ઉપરાજ્યપાલ અને કેન્દ્રને મુખ્ય સચિવની નિયુક્તિ માટે આઈએએસ અધિકારીઓના નામ આપવા માટે કહેવામાં આવ્યું છે. સર્વોચ્ચ અદાલતના હસ્તક્ષેપ બાદ દિલ્હી સરકાર આપેલા નામોમાંથી નવા મુખ્ય સચિવનું નામ પસંદ કરશે અને સુપ્રીમ કોર્ટને જણાવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મુખ્યમંત્રી અને ઉપરાજ્યપાલ સાથે બેસીને આ મુદ્દે વિચાર કેમ નથી કરતા?
સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારને સલાહ આપતા કહ્યું કે તેઓ એ વાતનું ધ્યાન રાખે કે અધિકારીઓના નામ સોશિયલ મીડિયા પર જાહેર ન થાય. કારણ કે આ અધિકારીઓની કારકિર્દીનો પ્રશ્ન છે. સુપ્રીમ કોર્ટે ઉપરાજ્યપાલ અને કેન્દ્ર સરકારને પેનલને યોગ્ય લોકોના નામ સૂચવવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે આ મામલાની આગામી સુનાવણી માટે 28 નવેમ્બરના રોજ કરશે. કોર્ટમાં સુનાવણી દરમિયાન કેજરીવાલ સરકારે કહ્યું કે કેન્દ્ર સરકારે દિલ્હીના મુખ્ય સચિવની નિયુક્તિની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ પ્રકારનો આ પહેલો કેસ નથી. અમે ડીઆરઈસીના ચેરમેનની નિમણૂકના કિસ્સામાં પણ આવું જ કહ્યું હતું તેમ છતાં કશું થયું નહીં. જ્યારે અમે ઉપરાજ્યપાલ અને મુખ્યમંત્રીને મુલાકાત માટે કહીએ છીએ ત્યારે તે મુલાકાત કરતા નથી.
આ પણ વાંચો - રાજીનામું આપી દઉં કે જેલમાંથી ચલાવું સરકાર? અરવિંદ કેજરીવાલે જનતા પાસે માંગ્યો અભિપ્રાય
કોર્ટે કહ્યું કે ઉપરાજ્યપાલ અને કેન્દ્ર સરકારે મુખ્ય સચિવની નિયુક્તિને લઈને પેનલને કેટલાક નામ સુચવવા જોઈએ. તેમાંથી કોઇ નામ પેનલ પસંદ કરે. સુનાવણી દરમિયાન એલજીના વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે પેનલને જે નામો સૂચવવામાં આવ્યા છે તેને કોઈ પણ મીડિયા કે સોશિયલ મીડિયા પર લીક ન કરવા જોઈએ. હાલના મુખ્ય સચિવે પોતાના કેસમાં હાઇકોર્ટમાં જવું પડ્યું છે.
કેજરીવાલ સરકારે પોતાની નવી અરજીમાં પૂછ્યું છે કે જ્યારે અધ્યાદેશને પડકારવામાં આવ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર દિલ્હી સરકાર સાથે ચર્ચા કર્યા વગર કેવી રીતે આગળ વધી શકે છે અને કેવી રીતે નિમણૂક કરી શકે છે. સુનાવણી દરમિયાન દિલ્હી સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી તેમજ વકીલ શાદાન ફરાસતે સીજેઆઈને કહ્યું કે ચીફ સચિવની નિયુક્તિ પર દિલ્હી સરકારની સલાહ લેવી જોઈએ.
દિલ્હી સરકારે એવો નિર્દેશ પણ માંગ્યો છે કે તેને એજીએમયુટી કેડરમાં ફરજ બજાવતા પાંચ વરિષ્ઠ અધિકારીઓમાંથી એકને મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપવામાં આવે. જેની પાસે પહેલા દિલ્હી સરકારમાં સેવા કરવાનો અનુભવ હોય.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us