ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટે મૂક્યો પ્રતિબંધ, લોકસભા ચૂંટણી પહેલા બંધારણીય બેંચનો મહત્ત્વનો નિર્ણય

ચૂંટણી બોન્ડ સ્કીમ પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મુક્યો, આ મામલે કોર્ટે કહ્યું કે આગેરબંધારણીય છે. તો જોઈએ શું છે આ ચૂંટણી બોન્ડ વિવાદ.

Written by Kiran Mehta
Updated : February 15, 2024 12:00 IST
ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટે મૂક્યો પ્રતિબંધ, લોકસભા ચૂંટણી પહેલા બંધારણીય બેંચનો મહત્ત્વનો નિર્ણય
ચૂંટણી બોન્ડ સ્કીમ મામલે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો (ફોટો - એક્સપ્રેસ)

ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ સુપ્રીમ કોર્ટ ચુકાદો : સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચૂંટણી બોન્ડ સ્કીમ પર મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ રદ્દ કરી છે. કોર્ટે તેને કલમ 19(1)(A) નું ઉલ્લંઘન અને ગેરબંધારણીય ગણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને ગેરબંધારણીય જાહેર કરીને તેને રદ કરવી પડશે. સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે, SBI રાજકીય પક્ષો દ્વારા રોકાયેલા ચૂંટણી બોન્ડની વિગતો સબમિટ કરે. ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે, SBI 2019 થી જાહેર કરાયેલા બોન્ડ્સ વિશે ભારતના ચૂંટણી પંચને માહિતી આપશે અને ચૂંટણી પંચ તેની વેબસાઇટ પર સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ કરાવશે.

કોંગ્રેસના નેતા જયા ઠાકુર, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી અને એનજીઓ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા ચૂંટણી બોન્ડની માન્યતા પર સવાલ ઉઠાવીને કુલ ચાર અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. અરજદારોએ દાવો કર્યો હતો કે, ચૂંટણી બોન્ડ રાજકીય પક્ષોના ભંડોળને નોંધપાત્ર રીતે અસર કરે છે. તેમજ લોકોના માહિતીના અધિકારનું પણ ઉલ્લંઘન થયું છે.

કોર્ટે ગયા વર્ષે 31 ઓક્ટોબરે આ કેસની સુનાવણી શરૂ કરી હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચમાં જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા સામેલ છે.

આ પણ વાંચો – ખેડૂત આંદોલન : MSPની માંગ, લોન માફીની ઈચ્છા… ખેડૂતો સાચા છે કે ખોટા? સીધા પ્રશ્નનો સીધો જવાબ

ચૂંટણી બોન્ડ શું છે?

CJI ની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે ગયા વર્ષે 2 નવેમ્બરે આ કેસમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કેન્દ્રની નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે 2017 માં ફાઇનાન્સ બિલ દ્વારા સંસદમાં ચૂંટણી બોન્ડ યોજના રજૂ કરી હતી. સંસદ દ્વારા પસાર થયા પછી, 29 જાન્યુઆરી 2018 ના રોજ ચૂંટણી બોન્ડ યોજનાની સૂચના પણ જાહેર કરવામાં આવી હતી. રાજકીય પક્ષો આ બોન્ડ દ્વારા દાન મેળવે છે. દેશનો કોઈપણ નાગરિક, કંપની અથવા સંસ્થા બોન્ડ ખરીદી શકે છે અને કોઈપણ પક્ષને આપી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ