રાહુલ ગાંધીની સજા ઉપર રોક લગાવવા અંગે ઇન્કાર કરનાર જજ હેમંત એમ પ્રચ્છકને ગુજરાતથી પટના મોકલ્યા, અન્ય જજોની પણ બદલી

Supreme Court Collegium, Gujarat high court Judge : ન્યાયમૂર્તિ હેમંત પણ આવા જ ન્યાયાધીશ છે. તેમણે મોદી સર નેમ માનહાની મામલે રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવા અંગે ઈન્કાર કરી દીધો હતો. આ કેસમાં રાહુલ ગાંધીને ન્યાયાલયથી સજા પર રોક લગાવવાની અપીલ કરી હતી.

Written by Ankit Patel
Updated : August 11, 2023 10:26 IST
રાહુલ ગાંધીની સજા ઉપર રોક લગાવવા અંગે ઇન્કાર કરનાર જજ હેમંત એમ પ્રચ્છકને ગુજરાતથી પટના મોકલ્યા, અન્ય જજોની પણ બદલી
રાહુલ ગાંધી માનહાની કેસમાં સજા પર સ્ટેની અરજી મામલે સુપ્રીમ કોર્ટે પૂર્ણેશ મોદીને નોટિસ ફટકારી

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુરુવારે એક મોટો ફેરફાર કરતા 23 હાઇકોર્ટના જજોની બદલી કરવાની ભલામણ કરી હતી. જેમાં પંજાબ અને હરિયાણા, ઇલાહાબાદ, ગુજરાત અને તેલંગાણાની હાઇકોર્ટમાં ચાર-ચાર ન્યાયાધીશ સામેલ છે. ન્યાયમૂર્તિ હેમંત પણ આવા જ ન્યાયાધીશ છે. તેમણે મોદી સર નેમ માનહાની મામલે રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવા અંગે ઈન્કાર કરી દીધો હતો. આ કેસમાં રાહુલ ગાંધીને ન્યાયાલયથી સજા પર રોક લગાવવાની અપીલ કરી હતી. ન્યાયમૂર્તિ હેમંત એમ પ્રચ્છકને ગુજરાત હાઇ કોર્ટથી પટના હાઇ કોર્ટ બદલી કરવામાં આવી છે.

સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડના નેતૃત્વવાળા કોલેજિયમે નિર્ણય કર્યો

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડના નેતૃત્વ વાળા કોલેજિયમએ પંજાબ અને હરિયાણા ઉચ્ચ ન્યાયાલયથી ન્યાયમૂર્તિ અરવિંદ સિંહ સાંગવાનને ઇલ્લાહાબાદ, જસ્ટીશ અવનીશ ઝિંગનને ગુજરાત, જસ્ટીશ રાજ મોહન સિંહને મધ્ય પ્રદેશ અને ન્યાયમૂર્તિ અરુણ મોંગાને રાજસ્થાન નોકલવાની ભલામણ કરી છે.

ન્યાયમૂર્તિ વિવેક કુમાર સિંહને મદ્રાસ હાઇકોર્ટ મોકલવામાં આવ્યા

ઇલાહાબાદ હાઇકોર્ટ ન્યાયાલયના જજ વિવેક કુમાર સિંહને મદ્રાસ ઉચ્ચ ન્યાયાલ, જસ્ટીશ પ્રકાશ પાંડિયાને ઝારખંડ, જસ્ટીશ એસપી કેસરવાનીને કોલકત્તા અને ન્યાયમૂર્તિ રાજેન્દ્ર કુમાર IVને મધ્ય પ્રદેશમાં બદલી કરવાની ભલામણ કરી છે. ગુજરાત હાઈ કોર્ટના જસ્ટિશ અલ્પેશ વાય કોગ્ઝેને ઇલાહાબાદ મોકલવાન ભલામણ કરી છે. જસ્ટીશ કુમારી ગીતા ગોપી મદ્રાસ, જસ્ટિસ હેમંત એમ પ્રચ્છક પટના અને જસ્ટીસ સમીર જે દવે રાજસ્થાન જશે.

તેલંગાણા ઉચ્ચ ન્યાયાલયના જસ્ટીશ અનુપમા ચક્રવર્તી, ન્યાયમૂર્તિ મુન્નુરી લક્ષ્મણ, ન્યાયમૂર્તિ એમ સુધીર કુમાર અને ન્યાયમૂર્તી સી સુમલતાને ક્રમશઃ પટના, રાજસ્થાન, મદ્રાસ અને કર્ણાટક હાઇકોર્ટમાં બદલીની ભલામણ કરવામાં આવી છે. કોલેજિયમે 3 ઓગસ્ટે બેસીને જસ્ટીસ એમ સુધીર કુમારને કોલકત્તા અને જસ્ટીસ સુમલતાને ગુજરાત ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. પરંતુ તેમની ભલામણો પર વિચાર કર્યા બાદ તેમને ક્રમશઃ મદ્રાસ અને કર્ણાટકમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો.

કોલેજિયમને જસ્ટીશ શેખર બી સરાફ, લપિતા બેનર્જી અને વિવેક ચૌધરીને કલોકત્તા હાઇકોર્ટથી ક્રમશઃ ઇલાહાબાદ, પંજાબ અને હરિયાણા, પટના હાઇકોર્ટમાં સ્થાનાંતરિત કરવાની ભલામણ કરી છે.

ન્યાયમૂર્તી સી માનવેન્દ્રનાથ રોય અને ન્યાયમૂર્તિ દુપ્પલા વેંકટ રમણને આંધ્રપ્રદેશ ઉચ્ચ ન્યાયાલયથી ક્રમશઃ ગુજરાત અને મધ્ય પ્રદેશ સ્થાનાંતરિત કરવાની ભલામણ કરી હતી. જ્યારે ન્યાયમૂર્તિ મધુરેશ પ્રસાદને પટના ઉચ્ચ ન્યાયાલયથી કલકત્તા મોકલવામાં આવશે. કર્ણાટક ઉચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ નરેન્દ્ર જીને આંધ્ર પ્રદેશ હાઇકોર્ટમાં સ્થાનાંતરિક કરવાની ભલામણ કરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ