દિલ્હીના શિક્ષકોને ટ્રેનિંગ માટે વિદેશ જવાથી રોકવાનો કેસ સીજેઆઇ ડીવાઇ ચંડ્રચૂડની કોર્ટમાં પહોંચ્યો છે. સીનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને ચંદ્રચૂડના ગુહાર લગાવી હતી કે તેઓ દિલ્હીના ઉપ રાજ્યપાલ વીકે સક્સેનાની મનમાનીથી રોકે. સીજેઆઇએ 14 એપ્રિલ આ મામલે સુનાવણી કરવાની મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટના રોસ્ટર પ્રમાણે સીજેઆઇ ખુદ આખા કેસની સુનાવણી કરવા જઇ રહ્યા છે.
શિક્ષકોને વિદેશી ટ્રેનિંગ ન મળવાના કારણે અરવિંદ કેજરીવાલ અને ઉપ રાજ્યપાલ વીકે સક્સેના વચ્ચે લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી છે. સરકારના પ્રસ્તાવને મંજૂર ન કરવા પર કેજરીવાલ એટલા વિફર્યા છે કે તેમણે પોતાના મંત્રીઓ અને ધારાસભ્યોની સાથે ઉપરાજ્યપાલના ઘર સુધી પહોંચી ગયા છે. 16 જાન્યુઆરીએ આ ઘટના જોવા મળી હતી. તેમણે માંગ કરી હતી કે 30 શિક્ષકોને ફિનલેન્ડ મોકલવાનો પ્રસ્તાવ એલજીએ તત્કાલ મંજૂર કરે.
ફિનલેન્ડના પ્રસ્તાવને પાસ કર્યો પરંતુ એલજીએ હાથ ઉંચા કરી લીધા
સરકારની સાથે ખેંચતાણ બાદ રાજ્યપાલે ચાર માર્ચે 30 શિક્ષકો સાથે સંકળાયેલા દિલ્હી સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી પરંતુ એ પણ કહ્યું કે ભવિષ્યમાં આ પ્રકારના કોઈ પ્રસ્તાવ સરકાર તેમની પાસે ન મોકલે. આ પ્રકારના પ્રપોજલોને હવે મંજૂરી નહીં અપાય.
ઉપ રાજ્યપાલ અને દિલ્હી સરકાર વિરુદ્ધ ખેંચતાણ લાંબા સમયથી ચાલી રહી છે. કેજરીવાલે ઉપ રાજ્યપાલના દખલને નકામી ગણાવીને સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ જે નિર્ણય આવ્યો તેમાં દિલ્હી સરકાર અને ઉપ રાજ્યપાલ વચ્ચે અધિકારોને વિભજીત કરી દીધા હતા.
સુપ્રીમ કોર્ટે નક્કી કર્યા હતા દિલ્હી સરકાર અને એલજીના અધિકાર
સુપ્રીમ કોર્ટે માન્યું હતું કે દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ છે એટલે મુખ્યમંત્રી એવી શક્તિઓ આપવામાં આવતી નથી જેવી બીજા રાજ્યોના મુખ્યમંત્રીઓને આપવામાં આવે છે. દિલ્હીના મુખ્યમંત્રી બન્યા બાદથી જ કેજરીવાલની ફરિયાદ રહી છે કે ઉપ રાજ્યપાલ કેન્દ્રના ઇશારે તેમને કામ કરવાથી રોકી રહ્યા છે. ખાસ વાત છે કે દિલ્હી દારૂ કૌભાંડની સીબીઆઇ તપાસનો આદેશ એલજીએ આપ્યો હતો. ત્યારબાદ મનીષ સિસોદિયાની ધરપકડ થઇ હતી.