લોકસભાની સાથે એસેમ્બલીઓમાં SC/ST અનામત વધારવાના નિર્ણય સામે બંધારણીય બેન્ચ 21 નવેમ્બરે સુનાવણી કરશે – લોકસભાની સાથે એસેમ્બલીઓમાં SC/ST અનામત વધારવાના નિર્ણય સામે બંધારણીય બેન્ચ 21 નવેમ્બરે સુનાવણી કરશે.
લોકસબા અને રાજ્ય વિધાનસભામાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયોને મળેલા અનામતને સંવિધાનમાં આપવામાં આવેલી 10 વર્ષની મુદ્દતને આગળ વધારવાની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ 21 સપ્ટેમ્બર, ગુરુવારના રોજ સુનાવણી કરશે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજની બંધારણીય ખંડપીઠે કહ્યું કે, તે 104મા બંધારણીય સુધારા કાયદાની માન્યતા પર સુનાવણી કરશે. જેની અંતર્ગત લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં એસટી અને એસસી સમુદાયો માટે અનામત આગામી 10 વર્ષ માટે લંબાવવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે તે અગાઉના સુધારા મારફતે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામતને વિસ્તારવાની માન્યતાને ધ્યાનમાં લેશે નહીં.
એંગ્લો ઈન્ડિયન્સને આપવામાં આવતી અનામત સમાપ્ત
સીજેઆઇ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બંધારણીય બેંચમાં જસ્ટિસ એએસ બોપન્ના, જસ્ટિસ એમએમ સુંદરેશ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ સામેલ છે. આ ખંડપીઠે કહ્યું કે, બંધારણના અમલના 70 વર્ષ પૂરા થયા પછી એંગ્લો ઈન્ડિયન્સ માટે અનામત સમાપ્ત થઈ ગયું છે, તેથી 104મા સુધારાની માન્યતા એસસી અને એસટી સમુદાયો માટે તેની અરજી સુધી મર્યાદિત હોવી જોઈએ.
આ અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સીએ સુંદરમે કહ્યું કે, મુદ્દો એ છે કે શું અનામતની મુદત લંબાવતા બંધારણીય સુધારાથી બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન થયું છે. બંધારણની કલમ 334 જણાવે છે કે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની બેઠકોના નામાંકન અને અનામત દ્વારા એંગ્લો-ઈન્ડિયન સમુદાયના વિશેષ પ્રતિનિધિત્વ માટેની વિશેષ જોગવાઈ ચોક્કસ સમયગાળા પછી અસ્તિત્વમાં બંધ થઈ જશે.
આ પણ વાંચો | સોનિયા ગાંધીએ ઓબીસી અનામતની માંગ કરી, શું મહિલા અનામત બિલ માટે જાતિ આધારિત વસ્તી ગણતરીની જરૂર છે?
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એ સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં એસસ- એસટી સમુદાયોને અનામત આપનાર 79મા બંધારણીય સુધારા અધિનિયમ 1999ની માન્યતાને પડકારતી અરજીઓની સુનાવણી કરતી વખતે 2 સપ્ટેમ્બર, 2003ના રોજ આ કેસને પાંચ જજની ખંડપીઠને મોકલ્યો હતો.





