Karnataka Hijab Row: કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ ઉપર પ્રતિબંધ સાથે જોડાયેલો મામલામાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે (13 સપ્ટેમ્બર) પોતાનો નિર્ણય સંભળવ્યો હતો. 22 સપ્ટેમ્બર 2022ના દિવસે સુપ્રીમ કોર્ટે લાંબી સુનાવણી બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટમાં આ કાર્યવાહી 10 દિવસ ચાલી હતી. કોર્ટમાં નિર્ણય સંભળાવતા જસ્ટિસ હેમંત ગુપ્તા કહ્યું હતું કે મામલો યોગ્ય દિશાનિર્દેશ માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ પાસે મોકલવામાં આવ્યો છે.
જસ્ટિસ હેમંત ગુપ્તા અને સુધાંશુ ધૂલિયાની બેચે સવારે 10.30 વાગ્યે નિર્ણય સંભળાવ્યો હતો. કર્ણાટક હિજાબ પ્રતિબંધ મામલામાં જસ્ટિસ હેમંત ગુપ્તા અને સુધાંશુ ધૂલિયાએ અલગ-અલગ નિર્ણય આપ્યો હતો. જસ્ટિસ ધૂલિયાએ આદેશ સંભળાવતા કહ્યું હતું કે, આ પસંદગીની વાત છે વધારે કે ઓછું નહીં. તેમણે આ મામલે અપીલ કરવાની મંજૂરી આપી છે અને કર્ણાટક ઉચ્ચ ન્યાયાલયના આદેશને રદ્દ કરી દીધો.
કર્ણાટક હિજાબ મામલામાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તાએ કર્ણાટક હાઈકોર્ટના આદેશને પડકારતી એ અરજીને નકારી દીધી જેમાં રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગાવવાના રાજ્ય સરકારના આદેશને યથાવત રાખ્યો હતો.
કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને આપ્યો હતો પડકાર
ઉલ્લેખનિય છે કે અરજદારોએ કર્ણાટક હાઇકોર્ટના સ્કૂલ કોલેજોમાં યુનિફોર્મ પહેરવાના રાજ્ય સરકારના આદેશને યોગ્ય ગણાવતા નિર્ણયને પડકાર્યો હતો. હાઈકોર્ટે પણ ટિપ્પણી કરીહતી કે મહિલાઓના હિજાબ પહેરવું ઈસ્લામમાં અનિવાર્ય ભાગ નથી. આના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પહોંચેલા અરજીકર્તાઓએ ધાર્મિક સ્વતંત્રતાના અધિકારીની દલિલ કરી હતી. જવાબમાં રાજ્ય સરકારે કહ્યું હતું કે સ્કૂલ કોલેજમાં અનુશાસન બનાવી રાખવું ખૂબજ જરૂરી છે.
શું છે મામલો
ઉલ્લેખનીય છે કે કર્ણાટક સરકારે 5 ફેબ્રુઆરી 2022ના રોજ એક આદેશ કર્યો હતો કે સ્કૂલ-કોલેજોમાં સમાનતા, અખંડતા અને સાર્વજનિક વ્યવસ્થામાં ખલેલ પહોંચાડનારા કપડાં પહેરવા ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો. અરજીકર્તાઓએ કર્ણાટક હાઈકોર્ટના એ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જેમાં સ્કૂલ કોલેજમાં ગણવેશ પહેરવાના પાલનને રાજ્ય સરકારના આદેશને યોગ્ય ગણાવ્યો હતો. હાઈકોર્ટે અ પણ કહ્યું હતું કે મહિલાઓનું હિજાબ પહેરવું ઇસ્લામનો અનિવાર્ય ભાગ નથી. આ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચેલા અરજી કર્તાઓએ ધાર્મિક સ્વતંત્રતાના અધિકારીની દલિલ કરી હતી. હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.