દિલ્હીમાં ઉબર, રેપિડોની બાઇક ટેક્સી નહીં દોડી શકે - સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

Supreme Court Delhi Uber Rapido : સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટના એક આદેશ પર સ્ટે મૂક્યો હતો જેમાં ઉબર- રેપિડો જેવા બાઇક-ટેક્સી એગ્રીગેટર્સને દિલ્હીમાં જ્યાં સુધી અંતિમ નીતિનિયમો જાહેર ન થાય ત્યાં સુધી ચલાવવાની મંજૂરી અપાઇ હતી.

Supreme Court Delhi Uber Rapido : સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટના એક આદેશ પર સ્ટે મૂક્યો હતો જેમાં ઉબર- રેપિડો જેવા બાઇક-ટેક્સી એગ્રીગેટર્સને દિલ્હીમાં જ્યાં સુધી અંતિમ નીતિનિયમો જાહેર ન થાય ત્યાં સુધી ચલાવવાની મંજૂરી અપાઇ હતી.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Rapido bike taxis

ચાલુ વર્ષની શરૂઆતમાં, દિલ્હી પરિવહન વિભાગે કહ્યું હતું કે રાજધાનીમાં બાઇક ટેક્સીને મંજૂરી અપાઇ નથી. (પ્રતિકાત્મક /ફાઈલ)

Supreme Court ban Rapido Uber bike taxis aggregators in delhi : ઉબર અને રેપિડોને સુપ્રીમ કોર્ટે મોટો આંચકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હી હાઇકોર્ટના એક આદેશ પર સ્ટે મૂક્યો હતો જેમાં બાઇક-ટેક્સી એગ્રીગેટર્સને દેશના રાજધાની દિલ્હીમાં જ્યાં સુધી અંતિમ નીતિનિયમોની સૂચના ન મળે ત્યાં સુધી ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી.

Advertisment

નોંધનિય છે કે, ગત 26 મેના રોજ દિલ્હી હાઇકોર્ટે પોતાના આદેશમાં રેપિડો અને ઉબર બાઇક ટેક્સીને મોટી રાહત આપી હતી.

જોકે, અદાલતે આદેશ આપ્યો છે કે, દિલ્હી સરકાર દ્વારા પોલિસીને આખરી ઓપ અપાયા બાદ બાઇક ટેક્સીના લાયસન્સ માટેની અરજીઓ પર ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં જણાવ્યું કે, "ખાનગી ટુ વ્હીલર્સને કોમર્શિયલ/ ટ્રાન્સપોર્ટ વ્હીકલ્સ તરીકે ઉમેરવાની મંજૂરી આપવામાં આવી છે, અને નીતિનિયમો તેમજ લાયસન્સ મંજૂર થાય ત્યાં સુધી ચલાવવાની મંજૂરી આપવી જોઈએ."

Advertisment

ગયા મહિને દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, રેપિડો અને ઉબેર જેવા બાઈક-ટેક્સી એગ્રીગેટર્સ અને તેમના યુઝર્સ સામે કોઈ બળજબરીભરી કાર્યવાહી કરી શકાતી નથી, જ્યાં સુધી સરકાર દ્વારા તેમની કામગીરી પર દેખરેખ રાખવા માટે યોગ્ય નિયમોનો મુસદ્દો તૈયાર કરવામાં ન આવે.

હાઈકોર્ટે કહ્યું હતું કે, "અરજીકર્તાઓ (રેપિડો)ના વકીલે રજૂઆત કરી હતી કે પોલિસી સક્રિયપણે વિચારણા હેઠળ છે." “તે મુજબ, અમે આથી નોટિસ પર સ્ટે આપીએ છીએ અને સ્પષ્ટતા કરીએ છીએ કે જ્યાં સુધી અંતિમ પોલિસી જાહેર ન થાય ત્યાં સુધી સ્ટે યથાવત રહેશે. જો કે, એકવાર અંતિમ નીતિ જાહેર થઈ જાય, જો અરજદારો હજુ પણ નારાજ હોય, તો તેઓ યોગ્ય ફોરમ સમક્ષ પગલાં ભરવા માટે સ્વતંત્ર છે," હાઈકોર્ટે ઉમેર્યું.

વર્ષની શરૂઆતમાં દિલ્હી ટ્રાન્સપોર્ટ વિભાગે કડક નિર્દેશ આપ્યો

ઉલ્લેખનિય છે કે ચાલુ વર્ષની શરૂઆતમાં, દિલ્હી ટ્રાન્સપોર્ટ વિભાગે કહ્યું હતું કે રાજધાનીમાં બાઇક ટેક્સીને મંજૂરી નથી. તેમાં ઉમેર્યું હતું કે એપ-આધારિત એગ્રીગેટર્સ કે જેઓ મોટર વાહન અધિનિયમનું ઉલ્લંઘન કરીને ટેક્સી તરીકે વ્યક્તિગત બાઇક ચલાવી રહ્યા છે તેઓએ સેવા બંધ કરવી પડશે નહીં તો તેમને 1 લાખ રૂપિયાના ચલણનો સામનો કરવો પડશે.

કોરોના પ્રતિબંધો દરમિયાન બાઇક-ટેક્સી એગ્રીગેટર્સની લોકપ્રિયતા વધી

કોરોના મહામારીના કડક પ્રતિબંધો વચ્ચે જ્યારે મેટ્રો અને બસો જેવી જાહેર પરિવહન સેવાઓ મર્યાદિત બેઠક ક્ષમતા સાથે દોડી રહી હતી ત્યારે આવી બાઇક-ટેક્સી એગ્રીગેટર્સ ભારે લોકપ્રિય થયા હતા. આવી સર્વિસ ઉબેર, ઓલા, રેપિડો અને અન્ય જેવા એગ્રીગેટર્સ દ્વારા ઓફર કરવામાં આવે છે.

Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

દિલ્હી ટ્રેન્ડિંગ ન્યૂઝ સુપ્રીમ કોર્ટ Auto news બિઝનેસ