scorecardresearch

કોલેજિયમ સિસ્ટમ પર કાનૂન મંત્રી કિરેન રિજિજૂના નિવેદન પર સુપ્રીમ કોર્ટ નારાજ, કહ્યું- આવું કહેવું જોઇતું ન હતું

જજોની નિયુક્તિની કોલેજિયમ પ્રણાલીને લઇને આપેલા કેન્દ્રીય કાનૂન મંત્રી કિરેન રિજિજૂના નિવેદન પર સુપ્રીમ કોર્ટે સોમવારે આપત્તિ વ્યક્તિ કરી

કોલેજિયમ સિસ્ટમ પર કાનૂન મંત્રી કિરેન રિજિજૂના નિવેદન પર સુપ્રીમ કોર્ટ નારાજ, કહ્યું- આવું કહેવું જોઇતું ન હતું
કેન્દ્રીય કાનૂન મંત્રી કિરેન રિજિજૂ (ફાઇલ ફોટો)

Supreme Court : જજોની નિયુક્તિની કોલેજિયમ પ્રણાલીને લઇને આપેલા કેન્દ્રીય કાનૂન મંત્રી કિરેન રિજિજૂના નિવેદન પર સુપ્રીમ કોર્ટે સોમવારે આપત્તિ વ્યક્તિ કરી હતી. ગત દિવસોમાં કાનૂન મંત્રી કિરેન રિજિજૂએ કોલેજિયમ સિસ્ટમ પર એક નિવેદન આપ્યું હતું. તેમની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે આપત્તિ વ્યક્ત કરતા કહ્યું કે આવું કહેવું જોઇતું ન હતું.

કાનૂન મંત્રીએ શું કહ્યું હતું

કેન્દ્રીય કાનૂન મંત્રી કિરેન રિજિજૂએ એક ન્યૂઝ ચેનલની સમિટમાં બોલતા કહ્યું હતું કે ભારતનું સંવિધાન બધા માટે, વિશેષ રુપથી સરકાર માટે એક ધાર્મિક દસ્તાવેજ છે. કેન્દ્ર સરકાર પર કોલેજિયમ દ્વારા કરવામાં આવેલી ભલામણો પર બેસવાનો આરોપ ના લગાવી શકાય અને સરકારથી એ આશા ન કરી શકે કે સરકાર તેમના દ્વારા કરેલી બધી ભલામણો પર હસ્તાક્ષર કરશે.

તેમણે આગળ કહ્યું કે સરકાર કોલેજિયમ પ્રણાલીનુ્ં સન્માન કરશે જ્યા સુધી તેને એક શાનદાર પ્રણાલીથી બદલી ન દેવામાં આવે. જોકે ત્યાં સુધી સરકાર કોલેજિયમની ભલામણો પર કાર્યવાહી કરતા પહેલા પોતાનો ઉચિત પરિશ્રમ કરશે.

આ પણ વાંચો – આગામી પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ઇજિપ્તના રાષ્ટ્રપતિ બનશે મુખ્ય અતિથિ

કોર્ટે શું કહ્યું

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જમીની હકીકત એ છે કે આ નામોને મંજૂરી આપવામાં આવી રહી નથી. સિસ્ટમ કેવી રીતે કામ કરશે? કેટલાક નામ છેલ્લા દોઢ વર્ષથી લંબિત છે. કોર્ટે એ પણ કહ્યું કે એવું ના થઇ શકે કે તમે નામોને રોકી શકો છો. આ આખી પ્રણાલીને નિરાશ કરે છે. ક્યારેક-ક્યારેક તમે નિયુક્તિ કરો છો તો તમે યાદીમાં કેટલાક નામો ઉઠાવો છો અને બીજાને સ્પષ્ટ કરતા નથી. તમે જે કહો છો તે પ્રભાવી રુપથી વરિષ્ઠતાને બાધિત કરે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેટલીક ભલામણો ચાર મહિનાથી લંબિત છે અને સમય સીમા પાર કરી ચૂકી છે. તેમાં કહેવાયું છે કે સમય સીમાનું પાલન કરવું પડશે.

Web Title: Supreme court disapproves of law minister kiren rijiju statement on collegium system

Best of Express