scorecardresearch

સુપ્રીમ કોર્ટનો મહારાષ્ટ્રનો ઓર્ડર : કોઈ વિજેતા નથી, પરંતુ ફાયદો મહા વિકાસ અઘાડીને થઇ શકે છે

Supreme Court Maharashtra order : ઉદ્ધવ ઠાકરે કહ્યું કે નૈતિકતાના આધાર પર કોર્ટના કડક આદેશોને જોતા ફડણવીસ અને શિંદેએ હવે રાજીનામું આપવું જોઈએ, ભાજપ-શિવસેના તરફથી ફડણવીસે કહ્યું કે ઉદ્ધવની નૈતિક જીતની વાત પાયા વિનાની છે

Supreme Court Maharashtra order
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે (ફાઇલ ફોટો)

શુભાંગી ખાપરે : આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટે એક વર્ષ બાકી છે. સુપ્રીમ કોર્ટનો આદેશ જે ભાજપ-શિવસેના સરકાર યથાવત રાખવાની બાંયધરી આપે છે. તે થોડો તેમના તરફ જણાય છે. જોકે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની સરકારની કેવી રીતે બની તે અંગે એ સંદેશ આપે છે જે મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધન માટે એક મોટું મનોબળ વધારનારું છે. શિવસેના (UBT)ના ઘટક પક્ષો NCP અને કોંગ્રેસ બંને આંતરિક અને આંતર-પક્ષીય તણાવનો સામનો કરી રહ્યા છે. કોર્ટનો આદેશ પણ તેઓને સાથે રહેવા જોડી શકે છે.

તકનીકી રીતે કોર્ટે શિંદે સેના જૂથના 16 ધારાસભ્યોના ભાગ્યનો ફેંસલો કરવા માટે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર પર નિર્ણય છોડ્યો છે. જેમની અયોગ્યતાની માંગણી સેના (UBT) દ્વારા કરવામાં આવી હતી. નાર્વેકર ભાજપના નેતા હોવાથી તેઓ કેવી રીતે નિર્ણય લેશે તે અંગે થોડી શંકા છે.

સીએમ શિંદે જેઓ 16 ધારાસભ્યોમાં છે જેમને ઉદ્ધવ સેના અયોગ્ય ઠેરવવા માંગે છે, તેમણે સુપ્રીમ કોર્ટના આદેશનો જવાબ આપતા કહ્યું કે સત્યમેવ જયતે. ડેપ્યુટી સીએમ ફડણવીસે કહ્યું કે સરકારની બંધારણીય અને કાનૂની માન્યતાની પુનઃ પુષ્ટિ કરવામાં આવી છે.

કોર્ટે એમ પણ કહ્યું હતું કે તે એમવીએ સરકારને પુનઃસ્થાપિત કરવાનું વિચારી શકે નહીં કારણ કે સીએમ ઉદ્ધવે તે સમયે ફ્લોર ટેસ્ટનો સામનો કર્યા વિના પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું. ગુરુવારનો આદેશ ઉદ્ધવ માટે વ્યક્તિગત રીતે મિશ્રા પરિણામ હતો, તેમણે તેમની નૈતિક જીતથી દિલાસો લીધો હતો. તેમણે કહ્યું કે મેં રાજીનામું આપીને ભૂલ કરી હશે પરંતુ તે ક્ષણે મારા દ્વારા લેવામાં આવેલ નૈતિક નિર્ણય હતો. હકીકત એ છે કે જેમણે મને દગો આપ્યો (શિવસેના બળવાખોરો) મને વિશ્વાસ મત લેવા માટે આધીન હતા તે અસ્વીકાર્ય હતું.

ઉદ્ધવે એમ પણ કહ્યું કે નૈતિકતાના સમાન આધાર પર કોર્ટના કડક આદેશોને જોતા ફડણવીસ અને શિંદેએ હવે રાજીનામું આપવું જોઈએ. તેમણે કહ્યું કે અમે સત્તા ગુમાવી હોઈ શકે છે પરંતુ પબ્લિક ડોમેનમાં મજબૂત રીતે ઉભરી આવ્યા છીએ.

આ પણ વાંચો – લોકતંત્રની જીત થઈ, ઉદ્ધવને નૈતિકતા પર બોલવાનો કોઈ અધિકાર નથી: દેવેન્દ્ર ફડણવીસ

એનસીપી જેવા સાથી પક્ષો ભૂતકાળમાં અલગ હતા. એનસીપી પ્રમુખ શરદ પવારે અગાઉ અફસોસ વ્યક્ત કર્યો હતો કે ઉદ્ધવે રાજીનામું આપવાનું નક્કી કર્યું ત્યારે ગઠબંધન ભાગીદારોને વિશ્વાસમાં લીધા ન હતા. પવારે કહ્યું કે જો તેમણે અમારી સલાહ લીધી હોત તો અમે તેમને વિશ્વાસ મતનો સામનો કરવા માટે પ્રભાવિત કર્યા હોત.

કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે આદેશથી અમારું સ્ટેન્ડ યોગ્ય સાબિત થયું છે. અમે રાજ્યપાલ, ઇલેક્શન કમિશન અને સ્પીકરની ભૂમિકા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેમણે નિષ્પક્ષતાથી કામ કર્યું ન હતું. સુપ્રીમ કોર્ટના આદેશનું સ્વાગત કરતાં પવારે કહ્યું કે તેમણે સ્પીકરને જવાબદારી સોંપી છે. અમે સ્પીકરની સામે અમારી સ્થિતિ રજૂ કરીશું અને સંસ્થાની પવિત્રતાની રક્ષા કરવાની જવાબદારી તેમની છે. ચાલો જોઈએ કે તે આમ કરે છે કે કેમ.

ભાજપ-શિવસેના તરફથી ફડણવીસે કહ્યું કે ઉદ્ધવની નૈતિક જીતની વાત પાયા વિનાની છે. તેમણે રાજીનામું આપ્યું કારણ કે તેઓ જાણતા હતા કે તેમની સરકાર અલ્પમતમાં છે અને તેઓ હારશે. ફડણવીસે ભાજપ સાથે શિવસેના ગઠબંધનને સમાપ્ત કરવાના ઉદ્ધવના નિર્ણય ઉપર પણ સવાલ ઉઠાવ્યો હતો. ફડણવીસે કહ્યું હતું કે અમારા ગઠબંધન અને જાહેર જનાદેશ સાથે દગો કર્યા પછી સીએમ બનવા માટે પ્રતિસ્પર્ધી કોંગ્રેસ અને એનસીપી સાથે હાથ મિલાવ્યા હતા. નૈતિકતા વિશે વાત કરવાનો હક નથી.

ભાજપના એક રાજકીય રણનીતિકારે કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલોને પુરી રીતે ફગાવતા નથી. પરંતુ રાજકીય લડાઈ હંમેશા લોકોની ધારણા પર હોય છે. જ્યાં જરૂર પડશે ત્યાં અમે તેમાં સુધારો કરીશું.

Web Title: Supreme court maharashtra order no winners but gains may be all on maha vikas aghadi side

Best of Express