/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Delhi-Ordinance-2.jpg)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેના (Express Photos)
Delhi Ordinance : ભારતના ચીફ જસ્ટિસ (સીજેઆઈ) ડી વાય ચંદ્રચૂડને દિલ્હી સરકાર પર લાવવામાં આવેલો કેન્દ્રનો અધ્યાદેશ પસંદ આવ્યો નથી. તેમનું કહેવું છે કે તેઓ જોશે કે આ રીતે બંધારણમાં ફેરફાર કરીને કોઈ અધ્યાદેશ લાવી શકાય છે કે નહીં. સીજેઆઈએ સંકેત આપ્યો હતો કે તેઓ આ મામલાને પાંચ જજોની બંધારણીય બેંચને મોકલવા તૈયાર છે. આ કેસની આગામી સુનાવણી 20 જુલાઈએ થશે. આમ આદમી પાર્ટી આ મામલાને સુપ્રીમ કોર્ટમાં લઈ ગઈ છે.
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ એક ચુકાદો આપ્યો હતો. જેમાં દિલ્હીમાં રહેલા અમલદારોની પોસ્ટિંગ અને ટ્રાન્સફરનો અધિકાર દિલ્હી સરકારને સોંપવામાં આવ્યો હતો. દિલ્હી સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ખુશ થાય તે પહેલા કેન્દ્રએ એક અધ્યાદેશ લાવીને સુપ્રીમ કોર્ટના નિર્ણયને બેઅસર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ સામે કેન્દ્ર સરકારે 19 મેના રોજ અધ્યાદેશ બહાર પાડ્યો હતો. કેન્દ્રનો આ નિર્ણય દિલ્હી સરકારને પસંદ આવ્યો ન હતો. જેથી તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટી ઇચ્છતી હતી કે સુપ્રીમ કોર્ટ આ અધ્યાદેશ પર રોક લગાવે. પરંતુ સુપ્રીમ કોર્ટે તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ પી એસ નરસિમ્હા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી બેન્ચે આ મામલાની સુનાવણી કરી હતી.
સીજેઆઈએ પૂછ્યું કે શું બંધારણને આ રીતે બદલી શકાય છે
આ કેસની સુનાવણી દરમિયાન સીજેઆઈ કેન્દ્રના આ નિર્ણયથી ખૂબ જ નારાજ દેખાયા હતા. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે પહેલી વખત આર્ટિકલ 239એએના ક્લાજ 7 હેઠળ કેન્દ્રના અધિકારોનો ઉપયોગ કર્યો છે. તેમનો ઉદ્દેશ અમલદારોની બદલીઓને દિલ્હી સરકારના અધિકારમાંથી બહાર લઇ જવાનો છે. અમે જોઈશું કે તે ઠીક છે કે નહીં. કેન્દ્રના આ નિર્ણયથી સંવિધાનમાં ફેરફાર થયો છે. અમે બંધારણીય બેંચના માધ્યમથી જોઈશું કે આ નિર્ણય સાચો છે કે ખોટો. શું તમે આ રીતે બંધારણ બદલી શકો છો?
આ પણ વાંચો - દિલ્હી અધ્યાદેશ પર આપને સમર્થન આપશે કોંગ્રેસ, હવે વિપક્ષી એકતાની બેઠકમાં અરવિંદ કેજરીવાલ ભાગ લેશે
દિલ્હી સરકાર આ મામલાને સુપ્રીમ કોર્ટમાં લઈ ગઈ છે
દિલ્હી સરકાર વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી હાજર થયા હતા. સોલિસિટર જનરલ તુષાર મહેતા કેન્દ્ર તરફથી હાજર થયા હતા અને હરીશ સાલ્વે રાજ્યપાલ વી કે સક્સેના વતી હાજર થયા હતા. ગત સપ્તાહે સુપ્રીમ કોર્ટે આપની અરજી પર દિલ્હીના ઉપરાજ્યપાલની સાથે કેન્દ્રને પણ નોટિસ પાઠવી હતી. દિલ્હી સરકારનું કહેવું છે કે વટહુકમના માધ્યમથી કેન્દ્ર તેમના હાથમાંથી ઉપરાજ્યપાલને ટ્રાન્સફર અને નિયુક્તિની સત્તા આપવા ઇચ્છુક છે.
મહેતાએ કહ્યું - ચોમાસુ સત્ર દરમિયાન અમે આ મુદ્દે બિલ રજૂ કરવા જઈ રહ્યા છીએ
એક રિપોર્ટ પ્રમાણે કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરી રહેલા તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે સરકાર આ અધ્યાદેશને લઈને લોકસભામાં બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ ચોમાસા સત્ર દરમિયાન લાવી શકાય છે. તેમણે કહ્યું કે સુનાવણી 20 જુલાઇ સુધી મુલતવી રાખવી જોઈએ. 20 જુલાઈથી મોનસુન સત્ર શરૂ થવાનું છે. મહેતાએ કહ્યું કે અધ્યાદેશનને એક અલગ અંદાજમાં રજૂ કરી શકાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us