દેશમાં લગ્ન નામની વસ્તુ બચવી જોઈએ, આપણે પશ્ચિમી દેશ નથી, સુપ્રીમ કોર્ટે કેમ આવી ટિપ્પણી કરી?

સુપ્રીમ કોર્ટમાં એક અપરણિત મહિલાએ સરોગસી માતા બનવા માટે અરજી કરી, જજે કહ્યું, ભારતને પશ્ચિમી દેશોના માર્ગ પર ચાલવાની મંજૂરી આપી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટમાં એક અપરણિત મહિલાએ સરોગસી માતા બનવા માટે અરજી કરી, જજે કહ્યું, ભારતને પશ્ચિમી દેશોના માર્ગ પર ચાલવાની મંજૂરી આપી શકાય નહીં.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
supreme court | unmarried woman surrogate mother case

અપરણિત મહિલાએ સરોગસી માતા બનવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

સુપ્રીમ કોર્ટે દેશમાં લગ્નની સંસ્થા અંગે ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, લગ્નની સંસ્થાને બચાવવી અને સુરક્ષિત કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભારતને પશ્ચિમી દેશોના માર્ગ પર ચાલવાની મંજૂરી આપી શકાય નહીં, જ્યાં લગ્ન પહેલા બાળકોનો જન્મ સામાન્ય બાબત છે. એક 44 વર્ષની અપરિણીત મહિલાએ સરોગસી દ્વારા માતા બનવાની પરવાનગી માંગી છે કારણ કે, હાલમાં ભારતમાં તેની મંજૂરી નથી.

Advertisment

જસ્ટિસ બીવી નાગરથના અને ઑગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે કહ્યું કે, એક અપરિણીત મહિલા બાળકને જન્મ આપી રહી છે. ભારતીય સમાજમાં લગ્નનો આ નિયમ નથી પણ અપવાદ છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, શું દેશમાં લગ્નની સંસ્થા ખતરામાં તો નથી ને?.

જસ્ટિસ બી.વી. નાગરથનાએ કહ્યું, “અહીં વિવાહ બંધનમાં માતા બનવું તે એક આદર્શ છે. લગ્ન સંસ્થાની બહાર માતા બનવું આદર્શ નથી. અમને આ બાબતે ચિંતિત છીએ. અમે બાળકની સુખાકારીના પરિપ્રેક્ષ્યમાં વાત કરી રહ્યા છીએ. દેશમાં લગ્નની સંસ્થા ટકી રહેવી જોઈએ કે નહીં? આપણે પશ્ચિમી દેશો જેવા નથી. લગ્નની સંસ્થા જાળવવી જોઈએ. તમે અમને રૂઢિચુસ્ત કહી શકો છો અને અમે તેને સ્વીકારીએ છીએ.

અરજદાર બહુરાષ્ટ્રીય કંપનીમાં નોકરી કરે છે. તેણીએ તેના વકીલ શ્યામલ કુમાર મારફત સરોગસી (રેગ્યુલેશન) એક્ટની કલમ 2(ઓ)ની માન્યતાને પડકારતી અરજી દ્વારા કોર્ટનો સંપર્ક કર્યો હતો. આ કલમ એક અવિવાહિત ભારતીય મહિલા તરીકે વ્યાખ્યાયિત કરે છે, જે વિધવા અથવા છૂટાછેડા લીધેલ છે. તેણીની ઉંમર 35 થી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને તે સરોગસીનો લાભ લઈ શકે છે. મતલબ કે એકલ અપરિણીત મહિલાને સરોગસી દ્વારા માતા બનવાની મંજૂરી નથી.

Advertisment

સુનાવણીની શરૂઆતમાં, બેન્ચે મહિલાને કહ્યું કે માતા બનવાના અન્ય રસ્તાઓ છે અને સૂચવ્યું કે તે લગ્ન કરી શકે છે અથવા બાળક દત્તક લઈ શકે છે. પરંતુ તેના વકીલે જવાબ આપ્યો કે તે લગ્ન કરવા માંગતી નથી અને દત્તક લેવાની પ્રક્રિયા લાંબી છે. બેન્ચે કહ્યું, “44 વર્ષની ઉંમરે સરોગેટ બાળકને ઉછેરવું મુશ્કેલ છે. આપણે જીવનમાં બધું જ મેળવી શકતા નથી. તમારા ક્લાયન્ટે અપરિણીત રહેવાનું પસંદ કર્યું છે. આપણે સમાજ અને લગ્ન સંસ્થા બાબતે પણ ચિંતા કરીએ છીએ. આપણે પશ્ચિમના દેશો જેવા નથી, જ્યાં ઘણા બાળકો તેમના માતા અને પિતા વિશે પણ જાણતા નથી. "અમે નથી ઇચ્છતા કે, ભારતમાં પણ બાળકો તેમના માતા-પિતા વિશે ન જાણતા હોય."

આ પણ વાંચો - કૃષ્ણ જન્મભૂમિ કેસમાં ASI નો મોટો ખુલાસો, ઔરંગઝેબે મથુરામાં કેશવદેવ મંદિર તોડ્યું હતું

કોર્ટે કહ્યું કે, "વિજ્ઞાન નોંધપાત્ર રીતે આગળ વધ્યું છે, પરંતુ સામાજિક ધોરણો નથી, અને આવુ કેટલાક સારા કારણોથી છે,". જોગવાઈને પડકારતા, અરજદારના વકીલે કહ્યું કે, તે ભેદભાવપૂર્ણ છે કારણ કે, એક એકલી મહિલા પણ કાયદા હેઠળ પાત્ર બનવા માટે લગ્ન કરી શકે છે અને થોડા સમય પછી છૂટાછેડા મેળવી શકે છે. પરંતુ બેન્ચે કહ્યું કે, તે એટલું સરળ નથી. કોર્ટે કહ્યું કે, તે એક્ટની અન્ય જોગવાઈઓને પડકારતી અન્ય અરજીઓ સાથે તેની અરજી પર પણ સુનાવણી કરશે.

ગુજરાતી ન્યૂઝ સુપ્રીમ કોર્ટ દેશ