કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ગુજરાતની કોર્ટથી બે વર્ષની સજા સંભળાવ્યા બાદ લોકસભા તરફથી સંસદ સભ્ય માટે અયોગ્ય ગણાવ્યાના તરત બાદ સુપ્રમી કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં રિપ્રેન્જેન્ટેશન ઓફ પીપલ એક્ટના સેક્શન 8 (3)ને અલ્ટ્રા વાયરસ ગણાવીને રદ્દ કરવાની માંગણી કરવામાં આવી છે. આ સેક્શન અંતર્ગત રાજનેતાને ઓછામાં ઓછી બે વર્ષની સજા થયા બાદ તેનું સસદ પદ અથવા ધારાસભ્ય પદ જતું રહે છે.
પીએચડી સ્કોલર અને સોશિયલ એક્ટિવિસ્ટ આભા મુરલીધરને રિપ્રેજેન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951ની સેક્સન 8(3)ની જોગાઇ ઉપર પ્રશ્ન ઉઠાવતા સુપ્રીમ કોર્ટ આમાં દખલ આપે તેવી માંગ કરી છે. અરજી એડવોકેટ દીપક પ્રકાશ અને શ્રીરામ પ્રકટ્ટે દાખલ કરી છે.
ફ્રી સ્પીચના અધિકાર પર રોક લગાવે છે સેક્શન 8(3)
અરજીમાં કહેવામાં આવ્યું છે કે સેક્શન 8(3) અલ્ટ્રા વાયરસ છે કારણ કે આ ફ્રી સ્પીચ પર રોક લગાવે છે. સંવિધાનમાં ફ્રી સ્પીચને એક અધિકાર માનવામાં આવે છે. પરંતુ સેક્શન 8(3) તેના ઉપર રોક લગાવે છે. તેમણે કહ્યું કે જનપ્રિનિધિ આ સેક્શનના કારણે ડરે છે. મતદારોએ તેમને જે અધિકાર આપ્યો છે તેને પુરા કરવા માટે પણ પોતાને અસમર્થ માને છે. એટલા માટે સુપ્રીમ કોર્ટ સેક્શન 8(3) પર સુનાવણી કરીને કોઈ નક્કર નિર્ણય સંભળાવે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે રિપ્રેજેન્ટેશન ઓફ પીપલ એક્ટના સેક્શન 8(3) તેના સેક્શન (1),8,8A,9,9A,10,10A અને 11થી વિપરીત છે.
આભા મુરલીધરને અરજીમાં કહ્યું હતું કે પીપલ એક્ટ ચેપ્ટર ત્રણ અંતર્ગત કોઈને અયોગ્ય ઠેરવતા પહેલા ગુનાની પ્રકૃતિ અને તેના તમામ પહેલુઓ પર વિચાર કરવો જોઇએ. તેમનું કહેવું છે કે પીપલ્સ એક્ટના સેક્શન 8(3)ના કારણે કોઈ જનપ્રતિનિધિને બે વર્ષની સજા થાય છે તો તેનું સંસદપદ અને ધારાસભ્ય પદ ઓટોમેટિક રીતે ખતમ થઇ જાય છે. પછી તે છ વર્ષ સુધી અયોગ્ય થઈ જાય છે.
લિલી થોમસ કેસનો ઉલ્લેખ કરીને સેક્શન 8(4)નો ઉલ્લેખ
અરજીમાં સુપ્રીમ કોર્ટના એક નિર્ણય લિલી થોમસનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે આના કારણે પીપલ્સ એક્ટના સેક્શન 8(4)નો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સેક્શન કોઈને અયોગ્ય ઠેરવતા પહેલા ત્રણ મહિનાનો સમય આવે છે. જેનાથી તે સજા વિરુદ્ધ અપીલ કરી શકે. લિલી થોમસ મામલાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે પીપલ એક્ટના સેક્શન 8(4)ને ખતમ કરી દીધો હતો.