/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/Supreme-Court.jpg)
સુપ્રીમ કોર્ટ (ફાઇલ ફોટો)
સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસ સહિત 14 રાજનીતિ દળોની તે અરજી પર સુનાવણી થઈ હતી જેમાં તેમણે કેન્દ્રની મોદી સરકાર પર કેન્દ્રીય ઇન્વેસ્ટીગેટીવ એજન્સીઓનો દુરપયોગનો આરોપ લગાવ્યો હતો. વિપક્ષી પાર્ટીઓ તરફથી અભિષેક મનુ સિંઘવી વકીલ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દલીલ કરી કે 2014થી 2021 વચ્ચે સીબીઆઈ અને ઇડીના કેસમાં 600 ટકાનો વધારો થયો છે. જોકે સજા ફક્ત 23ને થઇ છે. અહીં સિંઘવીને ટોકતા સીજેઆઈ ચંદ્રચુડે કહ્યું કે ભારતમાં સજાનો દર તો નિરાશાજનક છે જ. તેના પર સિંઘવીએ કહ્યું કે હું ફક્ત સજાના દરની વાત કરી રહ્યો નથી.
સિંઘવીએ આંકડાઓની અન્ય એક યાદી સંભળાવી હતી. તેમણે કહ્યું કે ઇડીએ 121 પોલિટિકલ લીડર્સની તપાસ કરી છે જેમાં 95 ટકા વિપક્ષના છે. સીબીઆઈ જે 124 પોલિટિકલ લીડર્સની તપાસ કરી રહ્યું છે તેમાંથી 95 ટકાથી વધારે વિપક્ષના છે.
સિંઘવીના આંકડા સાંભળ્યા પછી સીજેઆઈએ કહ્યું કે આ એક કે બે પીડિત વ્યક્તિઓ દ્વારા દાખલ અરજી નથી. આ 14 રાજનીતિક દળોની અરજી છે. તમે મને કેટલાક આંકડા આપો. શું આ આંકડાના કારણે આપણે કહી શકીએ કે કોઇ તપાસ કે અભિયોગ ના થવો જોઈએ? એક રાજનીતિક નેતા મૂળ રુપથી એક નાગરિક હોય છે. નાગરિકના રુપમાં આપણે બધા એક જ કાયદામાં આવવી છીએ.
હું ગાઇડલાઇનની માંગણી કરું છું
સિંઘવીએ આરોપ લગાવ્યો કે સીબીઆઈ અને ઇડી પોતાના અધિકાર ક્ષેત્રનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે, જેનાથી પક્ષ અને વિપક્ષ વચ્ચે સમાનતા ખતમ થઇ રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે હું નથી ઇચ્છતો કે કોઇ લંબિત મામલો પ્રભાવિત થાય. હું અહીં એ મામલામાં દખલ દેતો નથી જેની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો - લોકસભા ચૂંટણી 2024: ચૂંટણી પૂર્વ ભાજપ સામે વિપક્ષનું ગઠબંધન અસંભવ: ગુલામ નબી આઝાદ
સિંઘવીએ કહ્યું કે જો આંડડા કેન્દ્રીય તપાસ એજન્સીઓના દુરપયોગ તરફ ઇશારો કરે છે. જેનાથી ખોટો પ્રભાવ પડી રહ્યો છે તો હું દિશાનિર્દેશની માંગણી કરી રહ્યો છું. આ 14 રાજનીતિક દળ લગભગ 42 ટકા મતદાતાઓનું પ્રતિનિધિત્વ કરનાર છે. જો તે પ્રભાવિત થાય તો લોકો પ્રભાવિત થાય છે.
સિંઘવીએ નેતાઓની પહેલા ધરપકડ પર ગાઇડલાઇનની માંગણી કરી. વિપક્ષી પાર્ટીઓ ઇચ્છે છે કે સીબીઆઈ અને ઇડી એ વાત સ્પષ્ટ કરે કે તપાસ પુરી થાય તે પહેલા ધરપકડ કેમ કરી રહી છે?
સીજેઆઈએ યાદ અપાવ્યું કે નેતા પણ નાગરિક છે
આ દલીલ સાંભળ્યા પછી સીજેઆઈએ કહ્યું કે તમે કહો છો કે 7 વર્ષથી ઓછા દંડનીય અપરાધો માટે કોઇ ધરપકડ ના થવી જોઈએ, જ્યાં સુધી ટ્રિપલ ટેસ્ટ સંતુષ્ટ ના હોય. હું તમને એક સરળ ઉદાહરણ આપું છું. એવા કેસ જેમાં ફિઝિકલ વોલેંસ સામેલ નથી. કરોડોના આર્થિક કૌભાંડ છે. શું આપણે એ કહી શકીએ કે તેમાં ફિઝિકલ વોલેંસ સામેલ નથી તેથી ધરપકડ ના કરે? રાજનીતિક નેતા બિલકુલ દેશના અન્ય નાગરિકોની સમાન છે. તે અલગ ઓળખનો દાવો નથી કરતા. તેમના માટે અલગ પ્રક્રિયા કેવી રીતે હોઇ શકે છે?
બધી દલીલો સાંભળ્યા પછી સુપ્રીમ કોર્ટે 14 વિપક્ષી દળોની અરજીને ફગાવી દીધી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us