'જીંદગીને ખતમ કરવાની પરવાનગી નથી', સુપ્રીમ કોર્ટે 26 સપ્તાહની ગર્ભવતી મહિલાને ગર્ભપાતની મંજૂરી ન આપી

Supreme Court : ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેંચે પોતાના આદેશમાં કહ્યું કે મહિલાની ડિલિવરી સરકારી ખર્ચે એઇમ્સમાં કરવામાં આવશે. બાળકના જન્મ પછી માતા-પિતા નક્કી કરી શકશે કે તેઓ બાળકને ઉછેરવા માગે છે કે દત્તક આપવા માગે છે. આમાં સરકાર તેમની મદદ કરશે

Supreme Court : ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેંચે પોતાના આદેશમાં કહ્યું કે મહિલાની ડિલિવરી સરકારી ખર્ચે એઇમ્સમાં કરવામાં આવશે. બાળકના જન્મ પછી માતા-પિતા નક્કી કરી શકશે કે તેઓ બાળકને ઉછેરવા માગે છે કે દત્તક આપવા માગે છે. આમાં સરકાર તેમની મદદ કરશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
supreme court | electoral bonds scheme

સુપ્રીમ કોર્ટ (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

Supreme Court : સુપ્રીમ કોર્ટે સોમવારે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે 26 સપ્તાહની ગર્ભવતી પરિણીત મહિલાને ગર્ભપાતની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. AIIMSના રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે મહિલાના ગર્ભમાં ઉછરી રહેલું બાળક સામાન્ય છે. AIIMSના રિપોર્ટ બાદ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. રિપોર્ટ અનુસાર ડિપ્રેશનથી પીડિત મહિલા જે દવાઓનું સેવન કરી રહી છે, તેનાથી બાળકને કોઈ નુકસાન થયું નથી.

Advertisment

શુક્રવારે પણ આ મામલે કોર્ટમાં સુનાવણી હતી. આ મામલામાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેન્ચે AIIMS મેડિકલ બોર્ડને મહિલાના ગર્ભમાં રહેલા બાળક અંગે પોતાનો રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. મહિલાએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે તે લેકટેશનલ એમેનોરિયા નામની બીમારીથી પીડિત છે અને તેની આર્થિક સ્થિતિ પણ સારી નથી. મહિલાએ કહ્યું હતું કે તે તેના ત્રીજા બાળકને ઉછેરવામાં સક્ષમ નથી અને તેથી તેને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપવી જોઈએ.

મહિલાની ડિલિવરી સરકારી ખર્ચે એઇમ્સમાં કરવામાં આવશે

ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેંચે પોતાના આદેશમાં કહ્યું કે મહિલાની ડિલિવરી સરકારી ખર્ચે એઇમ્સમાં કરવામાં આવશે. બાળકના જન્મ પછી માતા-પિતા નક્કી કરી શકશે કે તેઓ બાળકને ઉછેરવા માગે છે કે દત્તક આપવા માગે છે. આમાં સરકાર તેમની મદદ કરશે.

આ પણ વાંચો - નિઠારી કેસ હાઈકોર્ટનો મોટો નિર્ણય, સુરેન્દ્ર કોલી અને મનિન્દર પંઢેરની ફાંસીની સજા રદ

Advertisment

સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે અમે જીવન સમાપ્ત કરવાનો નિર્ણય ન આપી શકીએ. સુનાવણી દરમિયાન જસ્ટિસ હિમા કોહલીએ કહ્યું કે કઇ કોર્ટ કહેશે કે ગર્ભના ધબકારા બંધ કરી દેવા જોઇએ. તેમણે સ્પષ્ટ કહ્યું કે તે મહિલાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી શકે નહીં.

મહિલાએ શું કહ્યું હતું?

કોર્ટમાં અરજી દાખલ કરતી વખતે મહિલાએ કહ્યું હતું કે મારા બીજા બાળકના જન્મથી જ હું પોસ્ટપાર્ટમ સાઇકોસિસથી પસાર થઇ છું. આ રોગને મટાડવા માટે હું જે દવાઓ લઈ રહી છું તે મારા ભાવિ બાળક માટે યોગ્ય નથી. આ સિવાય આ બાળકનું સ્વાગત કરવા માટે મારી માનસિક સ્થિતિ પણ એટલી સારી નથી. પોસ્ટપાર્ટમ સાઇકોસિસથી પીડિત હોવાથી જો હું આ બાળકને જન્મ આપું તો તે મારા અને આ બાળક બંને માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

દિલ્હી સુપ્રીમ કોર્ટ દેશ