Supreme Court on WhatsApp : સુપ્રીમ કોર્ટે ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપને લઈને મોટો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે વોટ્સએપ યુઝર્સ (ખાસ કરીને પ્રીપેડ ગ્રાહકો) માટે ચેતવણી જાહેર કરી છે. કોર્ટે યુઝર્સને તેમના ફોન નંબરને નિષ્ક્રિય કરતા પહેલા WhatsApp માંથી તમામ ડેટા ડિલીટ કરવા કહ્યું છે.
તમને જણાવી દઈએ કે, મોટી ટેલિકોમ કંપનીઓ Reliance Jio, Airtel અને Vi એ નિષ્ક્રિય મોબાઈલ નંબર ટ્રાન્સફર કરવા માટે કોર્ટમાં પરવાનગી માંગી હતી. આ અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે નવા ગ્રાહકોને મોબાઈલ નંબર ફાળવવાની ટેલિકોમ કંપનીઓની માંગને સ્વીકારી લીધી છે. મતલબ કે હવે ટેલિકોમ તમારો સ્વીચ ઓફ કરેલો મોબાઈલ નંબર બીજા યુઝરને આપી શકશે. જો તમારી પાસે પણ જૂનો નંબર છે, જેને તમે સ્વિચ ઓફ કરી દીધો છે પરંતુ, તેનો વોટ્સએપ ડેટા ક્યારેય ડિલીટ નથી કર્યો, તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
આ પછી, સુપ્રીમ કોર્ટ દ્વારા WhatsApp ડેટાને લઈને આ એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી. જો તમે પણ તમારો મોબાઈલ નંબર બદલવાનું વિચારી રહ્યા છો, તો જાણો સુપ્રીમ કોર્ટે આપેલી સલાહ વિશે બધું…
શું છે મામલો?
તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે નિષ્ક્રિય મોબાઈલ નંબર અંગે પોતાનો મત સ્પષ્ટ કર્યો છે. એડવોકેટ રાજેશ્વરીએ અરજી દાખલ કરીને માંગણી કરી હતી કે, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI) એ નિષ્ક્રિય ફોન નંબરો અન્ય કોઈ યુઝરને આપવાની મંજૂરી આપવી જોઈએ નહીં. પરંતુ સર્વોચ્ચ અદાલતે તેમની માંગને ફગાવી દીધી હતી. અને ચુકાદો આપ્યો છે કે, ટેલિકોમ કંપનીઓ હવે બંધ થયેલા મોબાઈલ નંબર અન્ય ગ્રાહકોને આપી શકશે.
વોટ્સએપ યુઝર્સે જવાબદારી લેવી પડશે
સુપ્રીમ કોર્ટે વોટ્સએપ યુઝર્સને ચેતવણી આપતા કહ્યું કે, જો તમે ઈચ્છો છો કે તમારા મોબાઈલ નંબર અને ડેટાનો દુરુપયોગ ન થાય તો જવાબદારી લો. યુઝર્સે સમયસર આ ડેટા જાતે જ ડિલીટ કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, તેમના ડેટાના દુરુપયોગને રોકવા માટે યુઝર્સે તેમની પ્રાઈવસી પર ધ્યાન આપવું પડશે.
આ પણ વાંચો – Gujarat : CNG DODO પંપ ડીલરોએ અદાણીને આપી હડતાળની ચીમકી, શું છે માંગ?
હવે નિયમો શું છે?
તમને જણાવી દઈએ કે દૂરસંચાર વિભાગના નિયમો અનુસાર, જો કોઈ વ્યક્તિનો મોબાઈલ નંબર રિચાર્જ ન કરાવવાને કારણે નિષ્ક્રિય થઈ જાય છે, તો તે નંબર ઓછામાં ઓછા 90 દિવસ સુધી અન્ય કોઈને આપી શકાશે નહીં. જો કે, સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, ટેલિકોમ કંપનીઓએ તાત્કાલિક કોઈ મોબાઈલ નંબર બીજા યુઝરને ટ્રાન્સફર ન કરવો જોઈએ.





