ટી એસ સિંહ દેવનો મુદ્દો ઉકેલાયો, કોંગ્રેસ માટે છત્તીસગઢમાં નવી મુશ્કેલી ઉભી થઇ, 2018થી સાહુ સમાજ ઉઠાવી રહ્યો છે અવાજ

Chhattisgarh Congress : છત્તીસગઢના ઓબીસી સમુદાયમાં સાહુ સમુદાયની મોટી ભાગીદારી છે, હાઈકમાન્ડ જાણતું હતું કે સાહુ સમુદાયને નારાજ કરવું ભારે પડી શકે છે. તેથી તામ્રધ્વજ સાહુને ગૃહની સાથે ત્રણ વધુ મહત્વના મંત્રાલયો આપવામાં આવ્યા હતા

Written by Ashish Goyal
July 04, 2023 20:35 IST
ટી એસ સિંહ દેવનો મુદ્દો ઉકેલાયો, કોંગ્રેસ માટે છત્તીસગઢમાં નવી મુશ્કેલી ઉભી થઇ, 2018થી સાહુ સમાજ ઉઠાવી રહ્યો છે અવાજ
વર્ષ 2018માં જ્યારે કોંગ્રેસે પોતાના દમ પર બહુમત મેળવી તો સીએમની રેસમાં તામ્રધ્વજ સાહુ પણ હતા (Twitter/@tamradhwajsahu0)

 Jayprakash S Naidu : છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ માટે મુશ્કેલ રૂપ બનેલા ટી એસ સિંહ દેવને ડેપ્યુટી સીએમનું પદ આપીને કોંગ્રેસ હાઈકમાન્ડે ચૂંટણીમાં પાર્ટીનો રસ્તો સરળ બનાવી દીધો હતો. જોકે આ નિર્ણયથી પાર્ટીને રાહત મળશે તેવું લાગતું નથી. એક નવા નેતાએ દેવની જેમ પોતાનો અવાજ ઉઠાવ્યો છે. જો ગાંધી પરિવાર તેમની અવગણના કરશે તો છત્તીસગઢમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

વર્ષ 2018માં જ્યારે કોંગ્રેસે પોતાના દમ પર બહુમત મેળવી તો સીએમની રેસમાં ઘણા નામ હતા. જેમાં ગાંધી પરિવારે ભૂપેશ બઘેલ પર દાવ લગાવ્યો હતો. સીએમની રેસમાં રહેલા અન્ય નેતાઓને કેટલાક મહત્વપૂર્ણ પોર્ટફોલિયો આપીને શાંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમાંથી એક હતા તામ્રધ્વજ સાહુ. છત્તીસગઢના ઓબીસી સમુદાયમાં સાહુ સમુદાયની મોટી ભાગીદારી છે. આ પહેલા તેઓ ભાજપ સાથે હતા પરંતુ 2018માં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા.

હાઈકમાન્ડ જાણતું હતું કે સાહુ સમુદાયને નારાજ કરવું ભારે પડી શકે છે. તેથી તામ્રધ્વજને ગૃહની સાથે ત્રણ વધુ મહત્વના મંત્રાલયો આપવામાં આવ્યા હતા. ટીએસ સિંહ દેવને આરોગ્યની સાથે-સાથે પંચાયત વિભાગ જેવું મહત્વનું મંત્રાલય આપવામાં આવ્યું હતું. જ્યારે સીએમ પદના અન્ય એક દાવેદાર ચરણદાસ મહંતને સ્પીકર બનાવવામાં આવ્યા હતા. જોકે ટીએસ સિંહ દેવે તેમના સમગ્ર કાર્યકાળ દરમિયાન બઘેલ માટે સમસ્યાઓ ઉભી કરવાનું ચાલુ રાખ્યું હતું. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હાઈકમાન્ડે ટી એસ સિંહ દેવને ડેપ્યુટી સીએમનું પદ આપીને શાંત પાડ્યા હતા. પરંતુ તેનાથી વધુ એક અસંતોષ પેદા થયો હતો.

આ પણ વાંચો – મહારાષ્ટ્રના નવા NCP પ્રમુખ સુનીલ તટકરે : અજિત પવારના વિશ્વાસુ, દિગ્ગજ OBC નેતા

ભાજપ તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાર્ટીની વિદ્યાર્થી પાંખના નેતા અમિત સાહુનું કહેવું છે કે સાહુ સમુદાયે 2018માં કોંગ્રેસને મત આપ્યો હતો કારણ કે તેમને લાગતું હતું કે તામ્રધ્વજ સીએમ બનશે. 2014ની મોદી લહેરમાં તામ્રધ્વજ એકમાત્ર એવા નેતા હતા જે લોકસભા ચૂંટણી જીતી શક્યા હતા. 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 7 સાહુ નેતાઓને ટિકિટ આપી હતી અને તેમાંથી ચારે જીત મેળવી હતી. જ્યારે ભાજપે 11ને ટિકિટ આપી હતી જેમાં માત્ર એક જ ઉમેદવાર જીતી શક્યો હતો.

જોકે સાહુ સમાજના એક આગેવાનનું કહેવું છે કે તામ્રધ્વજ હવે વૃદ્ધ થઈ ગયા છે. સમયની દ્રષ્ટિએ જોઈએ તો સાહુ નેતાને પ્રમોશન મળે તે જરૂરી છે. આ વિભાગના નેતાને પીસીસી ચીફ બનાવી શકાય છે. પીસીસી ચીફ તરીકે મોહન મરકમનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. જોકે આ તમામ વિવાદમાં કોંગ્રેસ માટે એક વાત સારી છે કે તામ્રધ્વજ સાહુ સીએમ ભૂપેશ બઘેલની ખૂબ નજીક છે. એટલે કે બળવો થવાની શક્યતા નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ