Tamilnadu Bus Accident : તમિલનાડુના મરાપલમ પાસે એક બસ ખાડામાં પડી. આ અકસ્માત શનિવારે સાંજે થયો હતો. આ અકસ્માતમાં હાલમાં 8 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે, જ્યારે 35 જેટલા મુસાફરો ઘાયલ થયા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, બસ તમિલનાડુના કોઈમ્બતુર જિલ્લાના ઉટીથી મેટ્ટુપલયમ જઈ રહી હતી ત્યારે તે અકસ્માતનો ભોગ બની હતી.
ઘાયલોને સારવાર માટે કુન્નુર સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. “બસમાં 55 લોકો સવાર હતા. 35 લોકો ઘાયલ થયા હતા અને તેઓને એમ્બ્યુલન્સ દ્વારા કુન્નુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.”
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસ દરમિયાન એવું બહાર આવ્યું છે કે, ડ્રાઈવરે પૈડા પરથી કાબુ ગુમાવી દીધો હતો અને બસ કુન્નૂર નજીક મરાપલમ ખાતે 100 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી.





