Tata And Airbus Join Hands: ભારતના વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ શુક્રવારે કહ્યું કે ભારતના ટાટા જૂથ અને ફ્રાન્સના એરબસે મહત્વપૂર્ણ સ્વદેશી અને સ્થાનિયકરણ ઘટક સાથે નાગરિક હેલિકોપ્ટર્સ બનાવવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે કહ્યું કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૈક્રોની ભારતની રાજકીય યાત્રા દરમિયાન આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
ભારત અને ફ્રાન્સે એક રક્ષા ઔદ્યોગિક ભાગીદારીનો રોડમેપ તૈયાર કર્યો
ગુરૂવારે રાત્રે જયપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ વચ્ચે થયેલી વાતચીતના મુખ્ય વાતોની જાહેરાત કરતા વિદેશ સચિવ ક્વાત્રાએ એમ પણ કહ્યું કે ભારત અને ફ્રાન્સે એક રક્ષા ઔદ્યોગિક ભાગીદારીનો રોડમેપ તૈયાર કર્યો છે. તે મુખ્ય લશ્કરી હાર્ડવેર અને પ્લેટફોર્મના સહ-વિકાસ અને સહ-ઉત્પાદન માટે પ્રદાન કરશે અને અવકાશ, જમીન યુદ્ધ, સાયબરસ્પેસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિતના વિવિધ ક્ષેત્રોમાં તકનીકી સહકારની સુવિધા આપશે.
ભારત અને ફ્રાન્સ આ મુદ્દાઓ પર સહમત થયા
વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ ભારત અને ફ્રાન્સ જે મુદ્દાઓ પર સહમત થયા છે તેની માહિતી આપી હતી. તેમાં પ્રથમ ભારત-ફ્રાન્સ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ રોડમેપ. બીજું, ડિફેન્સ-સ્પેસ ભાગીદારી પર સમજૂતી. ત્રીજું, સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (એનએસઆઇએલ) અને એરિયનસ્પેસ વચ્ચે ઉપગ્રહ પ્રક્ષેપણ અને ટાટા અને એરબસ હેલિકોપ્ટર્સ વચ્ચે મહત્વપૂર્ણ સ્વદેશી અને સ્થાનિકીકરણ ઘટક સાથે એચ 125 હેલિકોપ્ટર્સના ઉત્પાદન માટે ઔદ્યોગિક ભાગીદારી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો – ગણતંત્ર દિવસ : 40 વર્ષ પછી પારંપરિક બગીની વાપસી, રાષ્ટ્રપતિ આ કારણથી પરેડમાં કારમાં જતા હતા
આ સાથે જ બંને દેશો વચ્ચે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ વચ્ચે થયેલા કરાર છે. આ ઉપરાંત સમજૂતીમાં હેલ્થકેર સહકાર, શિક્ષણ, તાલીમ અને સંશોધન પર સ્વાસ્થ્યનાં બે ક્ષેત્રો સામેલ છે. આમાં ડિજિટલ હેલ્થનું ક્ષેત્ર અને હેલ્થકેર ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગનો સમાવેશ કરવામાં આવશે. આ વાત પર સહમતિ સધાઈ છે. 2026 સુધી ભારત-ફ્રાન્સ તેને એક ઈનોવેશનના રૂપમાં ઉજવશે.