/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/Instagram.jpg)
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ (Image Source: Pixabay)
Instagram 10 Minute Long Reels : મેટાની માલિકીનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ (Instagram)સૌથી લોકપ્રિય રીલ્સ માટે છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં સતત નવા ફીચર્સ રોલ આઉટ કરવામાં આવી રહ્યા છે. હવે સમાચાર એ છે કે ઇન્સ્ટાગ્રામ તેના પ્લેટફોર્મ પર 10 મિનિટ લાંબી રીલ્સનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ઇન્સ્ટાગ્રામ યુઝર્સ એજ્યુકેશન, મેકઅપ ટ્યુટોરિયલ્સ અને કૂકિંગ રેસિપી જેવા કોન્ટેન્ટને 10 મિનિટના સમયગાળા સાથે શેર કરી શકશે.
પ્રખ્યાત રિવર્સ એન્જિનિયર એલેસાન્ડ્રો પલુઝીએ આ ફીચરને પહેલી વાર એક્સ પર જોયું હતું. આ પછી ટેકક્રંચ સાથેની વાતચીતમાં ઇન્સ્ટાગ્રામે પુષ્ટિ કરી હતી કે આ સુવિધાનું હાલ એક્સટર્નલી ટેસ્ટ કરવામાં આવી રહ્યું નથી. નોંધનીય છે કે અત્યાર સુધી જે યુઝર્સ આ પ્લેટફોર્મ પર લાંબા ગાળાના વીડિયો શેર કરવા માંગે છે તેમણે તેને અનેક ભાગમાં શેર કરવા પડે છે. એક વીડિયો અલગ-અલગ પાર્ટમાં જોવો મુશ્કેલ છે અને તેમણે આગામી વીડિયો માટે સ્વાઇપ કરવું પડે છે.
આ પણ વાંચો - વોટ્સએપ યુઝર્સની સુરક્ષા માટે લાવશે નવુ સિક્યુરિટી ફિચર, ટૂંક સમયમાં લોન્ચ થશે ઇમેલ વેરિફિકેશન
જો ઈન્સ્ટાગ્રામ આ ફીચરને સામાન્ય યુઝર્સ માટે રોલ આઉટ કરે છે તો પછી વધેલા ટાઈમ લેન્થ વાળા વીડિયો જોવા સરળ થઈ જશે. માત્ર વીડિયો કોન્ટેક્ટ જોતા યુઝર્સ જ નહીં, પરંતુ ક્રિએટર્સ માટે પણ અપલોડ કરવું સરળ રહેશે અને કદાચ આ કારણે પ્લેટફોર્મ પર એન્ગેજમેન્ટ પણ વધે. એવું લાગે છે કે ઇન્સ્ટાગ્રામ રીલ લિમિટ 3 મિનિટથી વધારીને 10 મિનિટ કરીને ટિકટોકનું સ્થાન લેવા માંગે છે. જણાવી દઈએ કે ગત વર્ષ (ફેબ્રુઆરી 2023) માં ટિકટોકે પણ તેના વીડિયોનો સમય ગાળો વધારી દીધો હતો.
તાજેતરમાં ઇન્સ્ટાગ્રામના વડા એડમ મોસેરીએ કહ્યું હતું કે કંપની એવી રીતો શોધી રહી છે કે જેના દ્વારા ક્રિએટર્સ પોતાના પ્રશંસકોને સારી રીતે અને વધારે ઇંગેજ કરી શકે. આઇજી અપડેટ્સ ચેનલ પરની એક પોસ્ટમાં મોસેરીએ જણાવ્યું હતું કે પ્લેટફોર્મ પર અન્ય એક ફિચરનું ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. જેના સાથે પબ્લિક એકાઉન્ટ યુઝર્સ કોઈપણ પબ્લિક ફીડ પોસ્ટ કે રીલથી કોમેન્ટને પોતાની સ્ટોરીઝ પર શેર કરી શકે છે.
આ પહેલા આ મહિને ઇન્સ્ટાગ્રામે તેના પ્લેટફોર્મ પર ઘણા નવા ફીચર્સ રોલઆઉટ કર્યા હતા. આમાં એક પોસ્ટ પર 3 યુઝર્સ સાથે સહયોગ કરવા, ક્રાઉઝલમાં મ્યુઝીક ઉમેરવા જેવા ફીચર્સ સામેલ છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us