Bihar Election: તેજ પ્રતાપ યાદવે નવો રાજકીય પક્ષ બનાવ્યો, પિતા લાલુ પ્રસાદ યાદવને પોસ્ટરમાં પણ સ્થાન ન આપ્યું

Tej Pratap Yadav Announce Janshakti Janata Dal Party : બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા જ આરજેડી માંથી સસ્પેન્ડ તેજ પ્રતાપ યાદવે પોતાના નવા રાજકીય પક્ષ જનશક્તિ જનતા દળની જાહેરાત કરી છે. સૌથી મોટી વાત એ છે કે આ રાજકીય પક્ષના પોસ્ટર પર લાલુ યાદવ કે રાબડી દેવીનો કોઈ ફોટો નથી.

Written by Ajay Saroya
September 26, 2025 12:39 IST
Bihar Election: તેજ પ્રતાપ યાદવે નવો રાજકીય પક્ષ બનાવ્યો, પિતા લાલુ પ્રસાદ યાદવને પોસ્ટરમાં પણ સ્થાન ન આપ્યું
Tej Pratap Yadav : તેજ પ્રતાપ યાદવે જનશક્તિ જનતા દળ પાર્ટીની ઘોષણા કરી છે. (Photo: @TejYadav14)

Bihar Assembly Election 2025 News : બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે નવી પાર્ટીની જાહેરાત કરી છે. આ સાથે બિહારમાં વિધાનસભા ચૂંટણીને લઇ હલચલ તેજ થઇ ગઇ છે. તેમની નવી પાર્ટીનું નામ જનશક્તિ જનતા દળ છે. આ સાથે જ ચૂંટણી પંચે તેજ પ્રતાપ યાદવની રાજકીય પાર્ટીનું ચૂંટણી ચિહ્ન પણ ફાળવ્યું છે. ચૂંટણી પંચે તેજ પ્રતાપની પાર્ટીને ‘બ્લેક બોર્ડ’ ચૂંટણી ચિહ્ન ફાળવ્યું છે. આ સમગ્ર ઘટનામાં સૌથી મોટી વાત એ છે કે તેજ પ્રતાપે પોસ્ટરમાંથી તેના પિતા લાલુ યાદવને ગાયબ કરી દીધા છે. એટલે કે લાલુને પોસ્ટર પર સ્થાન મળ્યું નથી.

તેજ પ્રતાપના નવા રાજકીય પક્ષ જનશક્તિ જનતા દળના પોસ્ટરોમાં મહાત્મા ગાંધી, ભીમરાવ આંબેડકર, રામ મનોહર લોહિયા, લોકનાયક જયપ્રકાશ નારાયણ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને સ્થાન મળ્યું છે. જો કે, આરજેડી માંથી બહાર નીકળ્યા બાદ તેજ પ્રતાપે તેમના પિતા લાલુ યાદવ અને માતા રાબડી દેવી માટે સન્માન વિશે ઘણી વખત વાત કરી છે. પરંતુ આ બંનેને પોસ્ટર પર સ્થાન મળ્યું નથી.

લાલુ પ્રસાદ યાદવે તેજ પ્રતાપ યાદવને RJD માંથી સસ્પેન્ડ કર્યા હતા

તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા બિહારના પાટનગર પટનાની રહેવાસી અનુષ્કા યાદવ સાથે તેજ પ્રતાપની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, ત્યારબાદ તેમના પિતા લાલુ યાદવે તેમને આરજેડીમાંથી હાંકી કાઢ્યા હતા.

મહાગઠબંધનની નજર નીતીશ કુમારની ઇબીસી ‘વોટ બેંક’ પર છે, આરજેડી-કોંગ્રેસે 10 મુદ્દાનો પ્રસ્તાવ લાવીને મોટો જુગાર રમ્યો

આગામી બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા તેજ પ્રતાપ યાદવે નવી પાર્ટી દ્વારા પોતાની રાજકીય કારકિર્દી આગળ વધારવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલા તેમના પિતા લાલુ પ્રસાદ યાદવે તેજ પ્રતાપને રાષ્ટ્રીય જનતા દળ માંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. ત્યારબાદથી તેમણે આરજેડીનો રસ્તો છોડીને પોતાની અલગ રાજનીતિ તરફ આગળ વધવાનું શરૂ કર્યું. આ ઘટનાક્રમમાં તેમણે પોતાનો અલગ રાજકીય પક્ષ બનાવ્યો છે.

તેજ પ્રતાપની રાજકીય સફર

2015માં તેઓ વૈશાલી જિલ્લાની મહુઆ વિધાનસભા બેઠક પરથી આરજેડીની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. પહેલીવાર ધારાસભ્ય બનેલા તેજ પ્રતાપને નીતીશ કુમારની આગેવાની હેઠળની મહાગઠબંધન સરકારમાં આરોગ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. આ પછી, તેઓ 2020 ની વિધાનસભા ચૂંટણીમાં સમસ્તીપુરની હસનપુર બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. આ કાર્યકાળ દરમિયાન તેજ પ્રતાપ ફરી એકવાર બિહાર સરકારમાં મંત્રી બન્યા હતા. જોકે, તેજ પ્રતાપ યાદવ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાની જૂની બેઠક મહુઆથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ