Bihar Election 2025 News : બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે બુધવારે રાઘોપુર વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેજસ્વી યાદવે પોતાના ઉમેદવારી પત્રમાં પોતાની સંપત્તિની વિગતો પણ આપી છે. તેજસ્વી યાદવે ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં જણાવાયું છે કે છેલ્લા પાંચ વર્ષમાં તેમની આવકમાં સતત વધારો થયો છે. આવકવેરા રિટર્નમાં વર્ષ 2024-2025માં 11,46,610 રૂપિયાની આવક દર્શાવવામાં આવી છે.
વર્ષ આવક (₹) 2020-21 2,14,350 2021-2022 3,76,090 2022-2023 4,74,370 2023-2024 7,12,010 2024-2025 11,46,610
તેજસ્વી યાદવ પાસે 6.12 કરોડ રૂપિયાથી વધુની જંગમ સંપત્તિ અને 1.88 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. તેમની પત્ની રાજશ્રી પાસે 59.69 લાખ રૂપિયાની સંપત્તિ છે. તેજસ્વીની પુત્રી કાત્યાયની પાસે 31.70 લાખ રૂપિયા અને પુત્ર ઇરાજ પાસે 8,99,000 રૂપિયાની સંપત્તિ છે.
તેજસ્વી યાદવે સોગંદનામામાં જણાવ્યું છે કે તેમની પાસે 1,50,000 રૂપિયા રોકડ રકમ છે. તો તેમની પત્ની રાજશ્રી પાસે 1 લાખ રૂપિયા અને પુત્રી કાત્યાયની પાસે 25,000 રૂપિયા કેશ છે. તેજસ્વી યાદવ પાસે 200 ગ્રામ સોનું છે, જ્યારે તેમની પત્ની પાસે 480 ગ્રામ સોનું અને બે કિલો ચાંદી છે.
તેજસ્વી યાદવ પર કેટલું દેવું છે?
તેજસ્વી યાદવ પર 55.55 લાખ રૂપિયાનું દેવું છે. આ જવાબદારીઓ તેમના ભાઈ તેજ પ્રતાપ યાદવ અને માતા રાબડી દેવી દ્વારા લેવામાં આવેલી સંયુક્ત લોનનો એક ભાગ છે. તેજસ્વી યાદવને લગતી કુલ સરકારી બાકી લેણા 1.35 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
તેજસ્વી યાદવ અને તેમની પત્ની પાસે કેટલું સોનું છે?
નામ દાગીના મૂલ્ય (રૂ. માં) તેજસ્વી યાદવ 200 ગ્રામ સોનું 17,13,000 રાજશ્રી 480 ગ્રામ સોનું અને 2 કિલો ચાંદી અનુક્રમે 41,11,200 અને 1,70,000 કાત્યાયિની યાદવ 200 ગ્રામ સોનું અને 1 કિલો ચાંદી અનુક્રમે 17,13,000 અને 85,000 ઇરાજ યાદવ 100 ગ્રામ સોનું અને 500 ગ્રામ ચાંદી અનુક્રમે 8,56,500 અને 42,500