/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Telangana-ACB-raid-1.jpg)
તેલંગાણા એસીબી રેડ - સરકારી બાબુના ઘરે દરોડો
Telangana ACB Raid : તેલંગાણા એસીબી રેડ બુધવારે હૈદરાબાદમાં ટાઉન પ્લાનિંગ ઓફિસરના ઘર અને ઓફિસમાં પડી હતી, જેમાં આશરે રૂ. 100 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. અધિકારીની ઓળખ શિવ બાલકૃષ્ણ તરીકે થઈ છે. ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ જણાવ્યું હતું કે, 14 ટીમોએ અધિકારી સાથે જોડાયેલા પરિસરમાં સર્ચ હાથ ધર્યું હતું અને ગુરુવારે પણ સર્ચ ચાલુ રહેશે. જપ્ત કરાયેલી સંપત્તિમાં સોનું, ફ્લેટ અને બેંક ડિપોઝિટનો સમાવેશ થાય છે.
અધિકારી કોણ છે અને શું છે મામલો?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શિવ બાલકૃષ્ણ તેલંગાણા સ્ટેટ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (TSRERA) ના સેક્રેટરી અને હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી (HMDA) ના પૂર્વ ડિરેક્ટર છે. બુધવારે સવારે 5 વાગ્યાથી એસીબીએ રેડ પાડી શોધખોળ શરૂ કરી હતી. ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ તેમના ઘર અને ઓફિસો અને અન્ય અગ્રણી સ્થળોની તપાસ કરી હોવાની માહિતી બહાર આવી રહી છે.
એસીબી રેડ - તપાસમાં શું બહાર આવ્યું?
એસીબી અધિકારીઓ દરોડો પાડી દ્વારા કેટલીક બેનામી મિલકતો પણ શોધી કાઢવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અધિકારીઓએ બે કિલો સોનું, 60 કાંડા ઘડિયાળ, 14 ફોન, 10 લેપટોપ અને કેટલીક સંપત્તિના દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Telangana-ACB-Raid.jpg)
ગયા વર્ષે ડિસેમ્બરમાં, આવકવેરા વિભાગે ઓડિશાના બાલાંગિરમાં કોંગ્રેસના નેતા ધીરજ સાહુના ભાઈની માલિકીની ડિસ્ટિલરી કંપનીના પરિસરમાંથી રૂ. 300 કરોડથી વધુની રોકડ રિકવર કરી હતી. ઓક્ટોબરમાં, આવક વિભાગે બેંગલુરુમાં અનેક સ્થળોએ દરોડા અને સર્ચ ઓપરેશન હાથ ધર્યા હતા અને બીબીએમપી કોન્ટ્રાક્ટર એસોસિએશનના તત્કાલીન પ્રમુખ અને કર્ણાટક રાજ્ય કોન્ટ્રાક્ટર્સના ઉપપ્રમુખ આર અંબિકાપતિના ફ્લેટમાંથી આશરે રૂ. 42 કરોડ રિકવર કર્યા હતા.
#Telangana—- After a very long time, sleuths of ACB trapped an officer with alleged assets running into crores
ACB raided S Balakrishna- Secretary TSRERA( Earlier worked in HMDA).
The searches were conducted by 14 teams and likely to continue today and tomorrow.
According… pic.twitter.com/7x6qa7nZHO— @Coreena Enet Suares (@CoreenaSuares2) January 24, 2024
આ પણ વાંચો - Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી ક્યારે યોજાશે? CEO દિલ્હીનો પત્ર વાયરલ, ‘આ અંદાજીત તારીખ છે’
તાજેતરના કેસમાં, એસીબી એ રેડ અંગે કહ્યું છે કે, હજુ પણ તપાસ ચાલી રહી છે અને ઘણા અલગ-અલગ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. એસીબીને દરોડા દરમિયાન નોટ ગણવાનું મશીન પણ મળી આવ્યું હતું. હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી (HMDA) ના પૂર્વ ડિરેક્ટર શિવ બાલકૃષ્ણની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us