Telangana Assembly Election Result 2023 : તેલંગાણા વિધાનસભા ચૂંટણીની મત ગમતરી શરૂ થઈ ગઈ છે. જેમાં હાલમાં કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે. સવારે તેલંગાણામાં પ્રારંભિક વલણો પર, BRS સાંસદ કે. કેશવ રાવે કહ્યું, “હું હવે ડેટામાં જઈશ નહીં કારણ કે, હું સર્વેક્ષણોને નબળુ નહીં કરું. તમારી પાસે તમારો અભ્યાસ છે, મારી પાસે મારો અભ્યાસ છે…. જ્યાં સુધી સર્વેની વાત છે, તમે કોંગ્રેસને ધાર આપી છે, પરંતુ મારા અભ્યાસ મુજબ, અમારી પાસે સત્તા પર આવવા માટે પૂરતી બહુમતી છે. કોંગ્રેસ એકલા હાથે લડી રહી છે, તેમની પાસે કોઈ સમર્થક નથી. તેમણે પોતાના દમ પર બેઠકો મેળવવી પડશે. પરંતુ જરૂર પડશે તો અમને ભાજપ અને AIMIM ચોક્કસ સમર્થન આપશે. ….”
કોંગ્રેસની લીડ પર, તેઓ કહે છે, “અમારે તેમને અભિનંદન આપવા પડશે. આ મજાક નથી…. તેમણે ખૂબ જ સારું કામ કર્યું છે. અમે નીચે આવી રહ્યા છીએ, તેઓ ઉપર જઈ રહ્યા છે. આને સ્વીકારવું પડશે કારણ કે, આંકડા કહેશે કે, તે વસ્તુઓ છુપાવવાનો કોઈ પ્રશ્ન જ નથી.”
તમને જણાવી દઈએ કે, તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન થયું હતુ, જેમાં પાંચ વાગ્યા સુધીમાં 71.34 ટકા મતદાન નોંધાયું હતુ. તમને જણાવી દઈએ કે, 2018 ની ચૂંટણીમાં કુલ 119 માંથી બીઆરએસ 88 બેઠકો મેળવીને સૌથી વધારે બેઠક જીતવામાં સફળ રહી હતી, તો કોંગ્રેસ 19 બેઠક, ટીડીપી 2 બેઠક, ભાજપ 1, એઆઈએમઆઈએમ 7 બેઠક, અને અપક્ષ 2 બેઠક જીતવામાં સફળ રહ્યા હતા.ૉ
આ પણ વાંચો – તેલંગણા વિધાનસભા ચૂંટણીના તમામ અપડેટ્સ જોવા અહીં ક્લિક કરો
તેલંગાણામાં એક્ઝિટ પોલ્સે સત્તાધારી પાર્ટી BRS અને કોંગ્રેસ વચ્ચે નજીકની લડાઈનો અંદાજ વ્યક્ત કર્યો છે. India TV-CNX એ BRSને 31-47 બેઠકો અને કોંગ્રેસને 63-79 બેઠકો મળવાનો અંદાજ વ્યક્ત કર્યો છે, ભાજપને 2-4 બેઠકો જ્યારે AIMIMને 5-7 બેઠકો આપવામાં આવી છે. જન કી બાતમાં BRSને 40-55 બેઠકો અને કોંગ્રેસને 48-64 બેઠકો, બીજેપીને 7-13 અને AIMIM ને 4-7 સીટો જીતવાની આગાહી કરવામાં આવી છે. રિપબ્લિક ટીવીએ BRSને 46-56 બેઠકો, કોંગ્રેસને 58-68 બેઠકો, ભાજપને 4-9 બેઠકો અને AIMIM માટે 5-7 બેઠકો જીતવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. TV9 ભારતવર્ષ પોલસ્ટાર્ટે BRS ને 48-58 બેઠકો, કોંગ્રેસને 49-59 બેઠકો, ભાજપને 5-10 બેઠકો અને AIMIM ને 6-8 બેઠકો મળશે તેવી સંભાવના જણાવી છે.
તેલંગાણા ચૂંટણી અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો.