Telangana Assembly Election Result 2023 : તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. તેલંગાણામાં કુલ 119 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. તેલંગાણામાં 64 બેઠકો પર કોંગ્રેસે વિજય મેળવ્યો છે. બીઆરએસે 39 બેઠકો પર જીત મેળવી છે. ભાજપે 8 સીટો પર જીત મેળવી છે. AIMIM એ 7 સીટો પર જીત મેળવી છે. કોમ્યુનિષ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાએ 1 બેઠક પર જીત મેળવી છે. વિધાનસભા ચૂંટણીમાં જીત સાથે જ હૈદરાબાદમાં કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
તેલંગણા વિધાનસભા ચૂંટણી પરિણામ.. દિવસભરના તમામ અપડેટ્સ
તેલંગાણામાં કોંગ્રેસની જીત, ભાજપ માત્ર 8 બેઠક જીત શકી
તેલંગાણામાં કોંગ્રેસ ફરી બહુમતી સાથે સરકાર બનાવી શકે છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર રાત્રે 9 વાગ્યા સુધીમાં તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં 119 બેઠકમાંથી કોંગ્રેસે 64 બેઠકો પર જીત હાંસલ કરી છે. તો ભારત રાષ્ટ્ર સમિતિએ 39 અને ભાજપે 8, AIMIM એ 7 અને સીપીઆઈ એ 1 બેઠક મેળવી છે.
તેલંગાણામાં કોંગ્રેસની જીત
તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ બહુમતીનો આંકડો હાંસલ કરી લીધો છો. આ દરમિયાન પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ રેવંત રેડ્ડીએ પોતાના પક્ષના મુખ્ય નેતા સોનિયા ગાંધી અને અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેનો આભાર માનતા રવિવારે કહ્યુ કે, સરકારની રચના કર્યા બાદ તેમની પાર્ટી તેલંગાણાના લોકોની અપેક્ષાઓને પૂર્ણ કરશે.
- તેલંગાણામાં બીજેપીના પ્રદર્શન પર બોલ્યા ઉત્તર પ્રદેશ સીએમ યોગી, કહ્યું કાર્યકર્તાઓની મહેનત સફળ થઈ
તેલંગાણામાં ભાજપના પ્રદર્શન અંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે આ કાર્યકર્તાઓના પરિશ્રમનું ફળ છે. અસલમાં ભાજપની તેલંગાણા રાજ્યમાં 10 સીટો પર બઢત બનાવી છે.
- Assembly Election Result 2023 | વિધાનસભા ચૂંટણી 2023 પરિણામ : ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપની જીત વધામણા
Assembly Election Result 2023 : ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરિણામ હાલના વલણો પ્રમાણે જોઈએ તો, ભાજપ ત્રણ રાજ્ય રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં અને કોંગ્રેસ તેલંગાણામાં જીતનો પરચમ લહેરાવી શકે છે. ગુજરાતના ગાંધીનગર ખાતે ભાજપની ઓફિસ કમલમ ખાતે કાર્યકરો દ્વારા જીતના વધામણા કરી ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે. વધુ તસવીરો જુઓ
- કોંગ્રેસે તેલંગાણામાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે ઉજવણી શરૂ કરી
તેલંગાણામાં મતગણતરી અધવચ્ચે પૂર્ણ થતાં કોંગ્રેસ પાર્ટીએ પાર્ટી હેડક્વાર્ટર ગાંધી ભવનમાં ઉજવણી શરૂ કરી દીધી છે. બપોરે 2 વાગ્યે, કોંગ્રેસ 65 બેઠકો પર આગળ હતી, જે 60 બેઠકોના જાદુઈ આંકડાથી વધુ છે, ત્યારબાદ વર્તમાન ભારત રાષ્ટ્ર સમિતિ 39 બેઠકો પર છે. ભાજપ 8 સીટો પર, AIMIM 6 સીટો પર અને કોંગ્રેસ સમર્થિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI) 1 સીટ પર આગળ છે. ચાર રાજ્ય વિધાનસભા ચૂંટણી પરિણામમાં સવારે 10 વાગ્યા સુધીના શરુઆતી ટ્રેન્ડ પ્રમાણે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભાજપ આગળ ચાલી રહી છે જ્યારે તેલંગાણા અને છત્તીસગઢમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે.
- ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરિણામ : સવારના 11 વાગ્યે સુધીનો ટ્રેન
રાજસ્થાન
ભાજપ -104કોંગ્રેસ – 73અન્ય – 19BSP -02
મધ્ય પ્રદેશ
ભાજપ – 156કોંગ્રેસ – 71BSP – 03અન્ય – 00
છત્તીસગઢ
ભાજપ – 45કોંગ્રેસ – 43BSP – 02અન્ય – 00
તેલંગાણા
કોંગ્રેસ – 70BRS – 39ભાજપ – 03AIMIM – 00અન્ય – 00
- તેલંગાણામાં કોંગ્રેસ આગળ, કામરેડ્ડીમાં કેસીઆર પાછળ
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ કામરેડ્ડી મતવિસ્તારમાં પાછળ હોવા છતાં પણ રવિવારે તેલંગાણામાં કોંગ્રેસ તેના પ્રતિસ્પર્ધી BRS સામે આગળ હતી.
તેલંગાણા કોંગ્રેસના વડા રેવન્ત રેડ્ડી કોડંગલ અને કામરેડ્ડી બંને મતવિસ્તારમાં તેમના નજીકના હરીફો કરતા આગળ હતા. EC ના નવીનતમ અપડેટ મુજબ, રાષ્ટ્રીય પક્ષ 53 પર આગળ છે જ્યારે BRS 30 બેઠકો પર. ભાજપ અને સીપીઆઈ અનુક્રમે 6 અને એક સીટ પર આગળ હતા. દક્ષિણના રાજ્યમાં સરકાર બનાવવા માટે સરળ બહુમતી ચિહ્ન 60 બેઠકો છે. ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) 2014 થી સત્તામાં છે, જ્યારે તેલંગાણાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને 2018 ની ચૂંટણીઓ પણ જીતી હતી અને હેટ્રિકની આશા છે.
- તેલંગાણામાં બંડી સંજય કુમાર કરીમનગરમાં પાછળ
પૂર્વ તેલંગાણા બીજેપી ચીફ બાંડી સંજય કુમાર પ્રથમ રાઉન્ડની મતગણતરી બાદ કરીમનગરમાં તેમના BRS હરીફ જી કમલાકરથી 1,145 મતોથી પાછળ છે. આ મતવિસ્તારમાં BRS ધારાસભ્ય ગંગુલા કમલાકર, કરીમનગરના સાંસદ બંડી સંજય કુમાર અને BRS ટર્નકોટ અને ભૂતપૂર્વ કમલાકર સહયોગી પુરુમલ્લા શ્રીનિવાસ વચ્ચે ત્રિકોણીય લડાઈ જોવા મળી રહી છે, જે કોંગ્રેસના ઉમેદવાર છે.
ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરિણામ : સવારના 10 વાગ્યે સુધીનો ટ્રેન
રાજસ્થાન
ભાજપ -110કોંગ્રેસ – 75અન્ય – 12BSP -02
મધ્ય પ્રદેશ
ભાજપ – 127કોંગ્રેસ – 98BSP – 01અન્ય – 00
છત્તીસગઢ
ભાજપ – 34કોંગ્રેસ – 56BSP – 00અન્ય – 00
તેલંગાણા
કોંગ્રેસ – 65BRS – 41ભાજપ – 8AIMIM – 03અન્ય – 01
સવારના 9 વાગ્યે સુધીનું પરિણામ
રાજસ્થાન
ભાજપ -84કોંગ્રેસ – 76અન્ય – 04BSP -00
મધ્ય પ્રદેશ
ભાજપ – 96કોંગ્રેસ – 80BSP – 02અન્ય – 01
છત્તીસગઢ
ભાજપ – 33કોંગ્રેસ – 52BSP – 00અન્ય – 00
તેલંગાણા
કોંગ્રેસ – 64BRS – 30ભાજપ – 10AIMIM – 03અન્ય – 01
તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન થયું હતુ, જેમાં પાંચ વાગ્યા સુધીમાં 71.34 ટકા મતદાન નોંધાયું હતુ. તમને જણાવી દઈએ કે, 2018 ની ચૂંટણીમાં કુલ 119 માંથી બીઆરએસ 88 બેઠકો મેળવીને સૌથી વધારે બેઠક જીતવામાં સફળ રહી હતી, તો કોંગ્રેસ 19 બેઠક, ટીડીપી 2 બેઠક, ભાજપ 1, એઆઈએમઆઈએમ 7 બેઠક, અને અપક્ષ 2 બેઠક જીતવામાં સફળ રહ્યા હતા.
તેલંગાણામાં એક્ઝિટ પોલ્સે સત્તાધારી પાર્ટી BRS અને કોંગ્રેસ વચ્ચે નજીકની લડાઈનો અંદાજ વ્યક્ત કર્યો છે. India TV-CNX એ BRSને 31-47 બેઠકો અને કોંગ્રેસને 63-79 બેઠકો મળવાનો અંદાજ વ્યક્ત કર્યો છે, ભાજપને 2-4 બેઠકો જ્યારે AIMIMને 5-7 બેઠકો આપવામાં આવી છે.
જન કી બાતમાં BRSને 40-55 બેઠકો અને કોંગ્રેસને 48-64 બેઠકો, બીજેપીને 7-13 અને AIMIM ને 4-7 સીટો જીતવાની આગાહી કરવામાં આવી છે. રિપબ્લિક ટીવીએ BRSને 46-56 બેઠકો, કોંગ્રેસને 58-68 બેઠકો, ભાજપને 4-9 બેઠકો અને AIMIM માટે 5-7 બેઠકો જીતવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. TV9 ભારતવર્ષ પોલસ્ટાર્ટે BRS ને 48-58 બેઠકો, કોંગ્રેસને 49-59 બેઠકો, ભાજપને 5-10 બેઠકો અને AIMIM ને 6-8 બેઠકો મળશે તેવી સંભાવના જણાવી છે.