/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Telangana-Elections-Amit-Shah.jpg)
તેલંગણા ચૂંટણી - અમિત શાહ
Telangana Election : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તેલંગાણાના વારંગલમાં કહ્યું કે, ઓવૈસીના દબાણમાં KCRએ OBC, SC અને STનું આરક્ષણ છીનવી લીધું અને મુસ્લિમોને અનામત આપી. તમે અમારી સરકાર બનાવો, અમે મુસ્લિમોને અનામત આપવાનું બંધ કરીશું અને OBC, SC અને STને અનામત આપીશું. શાહે કહ્યું કે, જો તેલંગાણામાં ભાજપની સરકાર બનશે તો, તેલંગાણાની ભાજપ સરકાર અયોધ્યામાં દરેકને મફતમાં રામ લલ્લાના દર્શન કરાવશે.
અમિત શાહે કહ્યું કે, આગામી તેલંગાણા વિધાનસભામાં તમારો એક વોટ તેલંગાણા અને ભારતનું ભવિષ્ય નક્કી કરશે. આ દરમિયાન શાહે તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, 'કેસીઆરે તેલંગાણાને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દીધો છે. આ BRS નથી, BRS નું નામ છે 'કરપ્શન લાંચ સમિતિ'. કેસીઆરે રાજ્યમાં અનેક કૌભાંડો કર્યા હતા અને આ કૌભાંડમાંથી આવતા પૈસાથી કેસીઆરે તેલંગાણામાં દારૂની રેલમછેલ કરી ફેલાવ્યો હતો.
શાહે કહ્યું કે, કેસીઆરની સરકારે તુષ્ટિકરણની તમામ હદો વટાવી દીધી છે. તેલંગાણા મુક્તિ દિવસ, જે દરેક તેલંગાણાને તેમના જીવન કરતાં વધુ પ્રિય છે, કારણ કે સરદાર પટેલના કારણે તેલંગાણાને નિઝામના ક્રૂર શાસનથી આઝાદી મળી હતી, પરંતુ KCR એ તેલંગાણા મુક્તિ દિવસની ઉજવણીનો અંત લાવ્યો છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ઓવૈસીના દબાણમાં કેસીઆરે પછાત વર્ગ, ઓબીસી અને એસટીનું અનામત છીનવી લીધું છે અને મુસ્લિમોને અનામત આપી છે. તમે અમારી સરકાર બનાવો, અમે મુસ્લિમ અનામત બંધ કરીશું અને પછાત વર્ગને અનામત આપીશું. શાહે કહ્યું કે, BRS નું ચૂંટણી ચિન્હ એક કાર છે, પરંતુ આ કારનું સ્ટિયરિંગ ઓવૈસીના હાથમાં છે. કેસીઆરે બેરોજગાર યુવાનો સાથે અન્યાય કર્યો છે. પેપર લીકના મામલા બાદ અનેક યુવાનોએ આત્મહત્યા કરી છે. શાહે કહ્યું કે, બીજેપીની સરકાર બનાવો, અમે 2.5 લાખ યુવાનોને નોકરી આપીશું. શાહે કહ્યું કે, મોદીજીએ નવ વર્ષમાં તેલંગાણાના વિકાસ માટે કોઈ કસર છોડી નથી.
આ પણ વાંચો - Bihar Politics : ‘મૂર્ખતા’ નીતિશને મોંઘી પડશે! પોતે જ ભાજપને સોંપ્યા હથિયાર, ક્વોટા વધાર્યા પછી પણ નુકસાન થઈ શકે છે
આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું. શાહે કહ્યું કે, હું રાહુલ બાબા એન્ડ કંપનીને કહેવા માંગુ છું કે, 10 વર્ષ સુધી તમારી સરકાર હતી, તમારી સરકારે સંયુક્ત તેલંગાણા (તેલંગાણા અને આંધ્રપ્રદેશ) બંને ભેગા હતા ત્યારે માત્ર 2 લાખ કરોડ રૂપિયા આપ્યા, જ્યારે મોદી સરકારે એકલા તેલંગાણાને 2 લાખ કરોડ રૂપિયા આપ્યા. જ્યારે આંધ્ર પ્રદેશને અલગથી ફંડ આપવામાં આવ્યું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us