BJP Candidates List For Telangana Assembly Elections : ભાજપે રવિવારે તંલગાણા વિધાનસભા ચૂંટણી માટેની પ્રથમ ઉમેદવારોની યાદીમાં 52 નેતાઓની યાદી જાહેર કરી છે. ભાજપે પ્રથમ યાદીમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બંદી સજય કુમારને કરીમનગરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટી સાંસદ સોયમ બાપૂ રાવને બોથ મતક્ષેત્ર અને અરવિંદ ધર્મપુરીના કોરલ્લાને ટિકટ આપી છે. ઉપરાંત ટી રાજા સિંહ ગોશામહલથી ચૂંટણી લડશે. ભાજપના મહાસચિવ અરુણ સિંહ તરફથી મીડિયાને જારી કરાયેલી ઉમેદવારોની પ્રથમ યાદીમાં 52 ભાજપ નેતાના નામ છે. આ યાદીમાં ભાજપે ત્રણ સાંસદને પણ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં ક્યારે મતદાન અને મત ગણતરી થશે (Telangana Assembly Elections Date)
નોંધનિય છે કે, હાલ રાજસ્થાન, તેલંગાણા, મધ્યપ્રદેશ સહિત દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં તેલંગાણામાં 30 નવેમ્બરે વિધાનસભા ચૂંટણીનું મતદાન અને 3 ડિસેમ્બર મત ગણતરી થશે.
20 ઓક્ટોબરના રોજ ભાજપ પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની યોજાયેલી બેઠકમાં આ નામોને અંતિમ મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. આ બેઠકની અધ્યક્ષતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કરી હતી.
ભાજપની તેલંગાણાના 52 ઉમેદવારોની યાદી જાહેર (BJP 52 Candidates List For Telangana Elections)
તેલંગાણામાં કુલ 119 વિધાનસભા મતવિસ્તારોમાંથી લગભગ 52 વિધાનસભા મતવિસ્તારો માટે ભાજપ દ્વારા ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરવામાં આવી છે. હવે બાકીના મતક્ષેત્રો માટે ઉમદેવારોની યાદી આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો | PM મોદીએ રાહુલની OBC નીતિનો કર્યો કાઉન્ટર, BJP ની મોટી રણનીતિનો ખુલાસો!
પ્રાપ્ત માહિતી મુજબ ભાજપના તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટેની આ 52 ઉમેદવારોની યાદીમાં પછાત વર્ગના 20, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના 14, રેડ્ડી સમુદાયના 14 અને વેલામા સમુદાયના 6 ઉમેદવારોનો સમાવેશ થાય છે.