તમિલ અભિનેતા થલાપતિ વિજયની રાજનીતિમાં એન્ટ્રી, 'તમિલગા વેટ્રી કઝગમ' નામથી પાર્ટી લોન્ચ કરી

Thalapathy Vijay : અભિનેતા થલાપતિ વિજયે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું કે અમે અમારી પાર્ટી તમિલગા વેટ્રી કઝગમની નોંધણી માટે આજે ચૂંટણી પંચને અરજી કરી રહ્યા છીએ. અમારું લક્ષ્ય આગામી 2026ની વિધાનસભાની ચૂંટણી લડવાનું અને જીતવાનું છે.

Thalapathy Vijay : અભિનેતા થલાપતિ વિજયે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું કે અમે અમારી પાર્ટી તમિલગા વેટ્રી કઝગમની નોંધણી માટે આજે ચૂંટણી પંચને અરજી કરી રહ્યા છીએ. અમારું લક્ષ્ય આગામી 2026ની વિધાનસભાની ચૂંટણી લડવાનું અને જીતવાનું છે.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Thalapathy Vijay, Tamizhaga Vetri Kazhagam

તમિલ અભિનેતા થલાપતિ વિજય (Photo: X/@actorvijay)

Thalapathy Vijay launches political party : તમિલ સુપરસ્ટાર થલાપતિ વિજયે શુક્રવારે રાજકારણમાં એન્ટ્રી કરી છે. તેમણે પોતાના રાજકીય પાર્ટીના નામની પણ જાહેરાત કરી દીધી છે. તેમણે પોતાની પાર્ટીનું નામ 'તમિલગા વેત્રી કઝગમ' રાખ્યું છે.

Advertisment

વિજયે નિવેદન જાહેર કર્યું કે અમે 2024ની ચૂંટણી લડવાના નથી અને અમે કોઈ પણ પક્ષને ટેકો આપવાના નથી. અમે આ નિર્ણય જનરલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક માટે લીધો છે. અભિનેતાએ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું કે અમે અમારી પાર્ટી તમિલગા વેટ્રી કઝગમની નોંધણી માટે આજે ચૂંટણી પંચને અરજી કરી રહ્યા છીએ. અમારું લક્ષ્ય આગામી 2026ની વિધાનસભાની ચૂંટણી લડવાનું અને જીતવાનું છે. સાથે જ આપણે મૌલિક રાજકીય પરિવર્તન લાવવું છે, જે લોકો ઇચ્છે છે.

વિજયને તેના પ્રશંસકો થલાપતિના નામથી ઓળખે છે

તમિલનાડુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિજયને તેના પ્રશંસકો થલાપતિના નામથી ઓળખવામાં આવે છે. તેને તમિળ સિનેમામાં આગામી રજનીકાંત તરીકે ગણવામાં આવે છે. લાંબા સમયથી તેમને શરમાળ વ્યક્તિ માનવામાં આવે છે, પરંતુ તેમની છબી તદ્દન વિપરીત છે. જેમાં ઓન એક્શન હીરો અને પર્સનાલિટીનો સમાવેશ થાય છે. રાજકારણમાં પ્રવેશ તેમને એક મહત્વપૂર્ણ સ્થાન આપશે. જે તેમની કારકિર્દીના નવા અધ્યાયનો સંકેત આપે છે.

તમિલનાડુમાં અભિનેતામાંથી રાજનેતા બનેલા લોકોની લાંબી યાદી

આ સાથે જ થલાપતિ વિજય તમિલનાડુમાં અભિનેતામાંથી રાજનેતા બનેલા લોકોની લાંબી યાદીમાં સામેલ થઈ ગયા છે. આ પહેલા એમજીઆર તરીકે જાણીતા એમજી રામચંદ્રન, શિવાજી ગણેશન, જયલલિતા, દિવંગત કેપ્ટન વિજયકાંત અને કમલ હાસન અભિનેતામાંથી રાજનેતા બન્યા છે.

Advertisment

49 વર્ષીય અભિનેતા તમિલનાડુના સરેરાશ રાજકારણી કરતા ઘણો નાનો છે. તેઓ ડીએમકેના 46 વર્ષીય ઉદયનિધિ સ્ટાલિન અને 38 વર્ષીય પ્રદેશ ભાજપ અધ્યક્ષ કે.અન્નામલાઈ જેવા યુવા રાજકારણીઓના જૂથમાં જોડાશે. આ ગ્રુપમાં સૌથી મોટું નામ ફિલ્મ દિગ્દર્શકમાંથી આક્રમક તમિલ રાષ્ટ્રવાદી બનેલા તમિલર કાચીના 57 વર્ષીય નેતા સીમાન સૌથી મોટા છે.

રાજકારણમાં પ્રવેશવાનો વિજયનો નિર્ણય હંમેશા તેમના મહત્વાકાંક્ષી પિતા અને ફિલ્મ દિગ્દર્શક એસ.એ.ચંદ્રશેખર સાથે જોડાયેલો રહ્યો છે. તેની યોજનાઓનો સીધો સંકેત ગયા જૂનમાં પ્રથમ વખત દેખાયો હતો. કેટલાક મહિનાઓ પછી તેમણે પોતાના પિતાથી દૂરી બનાવી અને ચેન્નઈમાં એક વિદ્યાર્થી રેલીમાં ભાગ લીધો હતો. ત્યાં થલાપતિ વિજયે સ્કૂલના વિદ્યાર્થીઓને સંબોધતાં કહ્યું હતું કે તેઓ તેમના માતા-પિતાને કહે કે તેઓ રાજકારણીઓ પાસેથી મતના બદલામાં રોકડ ન લે. તેમણે બી આર આંબેડકર, પેરિયાર ઇ વી રામાસામી અને કે કામરાજ જેવા નેતાઓ વિશે વાંચવા અને તેમની વિસ્તૃત ચર્ચા કરવા પણ જણાવ્યું હતું.

આ પણ વાંચો - જ્ઞાનવાપી : વ્યાસજીના ભોંયરામાં દિવસમાં પાંચ વખત થશે આરતી, મુસ્લિમ પક્ષ હાઈકોર્ટ પહોંચ્યો

ફેન ફોલોઇંગ કમલ હાસન કરતા પણ ઘણી વધારે

થલાપતિ વિજય યુવાન છે અને એમજીઆર અથવા રજનીકાંત જેવા ફિલ્મ સ્ટાર્સ જેટલા જ લોકપ્રિય છે અને તેમની ફેન ફોલોઇંગ કમલ હાસન અથવા તો દિવંગત કેપ્ટન વિજયકાંતથી પણ ઘણી વધારે છે.

રજનીકાંતની બહુચર્ચિત રાજકીય એન્ટ્રીને ત્રણ વર્ષ પહેલા પોતે જ રદ કરી હતી. તેની સરખામણીમાં વિજય તુલનાત્મક રીતે સલામત સ્થિતિમાં છે, જે તમામ વય જૂથોના ચાહકોથી ઉત્સાહિત છે. રજનીકાંતથી વિપરીત વિજયની મજબૂત તમિલ ઓળખ પણ તેમને અલગ પાડે છે. કારણ કે રજનીકાંતના મરાઠી મૂળ અને ભાજપ-આરએસએસ સાથેના સંબંધો એવા રાજ્યમાં વિવાદનું કારણ બન્યા છે જ્યાં દ્રવિડનું રાજકારણ પ્રભુત્વ ધરાવે છે.

વિજયની છેલ્લી ફિલ્મ લીઓ હતી

થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ લીઓ હતી અને તેની આગામી ફિલ્મ વેંકટ પ્રભુ દ્વારા દિગ્દર્શિત ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઇમ છે. 2017માં વિજયે પોતાની ફિલ્મ મર્સલમાં જીએસટીને લઇને સંવાદથી ભાજપને પરેશાન કરી દીધું હતું. આ કારણે રાજકીય વિવાદ સર્જાયો હતો. જેમાં રાહુલ ગાંધી અને પી.ચિદમ્બરમ જેવા કોંગ્રેસી નેતાઓએ ભાજપની ટીકા કરી હતી.

politics celebrities દેશ