G20 Summit News : રાજધાની દિલ્હીમાં જી20 શિખર સમ્મેલન શરુ થયું છે. તમામ દેશોના નેતા દિલ્હી પહોંચી ચુક્યા છે. જી20 બેઠકની શરુ થતાં જ સૌથી મોટી ખબર આફ્રિકન યુનિયનને જી 20માં સ્થાયી સભ્યના રૂપમાં સામેલ થવાની આવી રહી છે. આ ભારતની પ્રાથમિક્તાઓમાંથી એક પગલું હતું. પીએમ મોદીએ અવિકસિત દેશોના વિકાસ પર મજબૂતીથી વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આફ્રિકન યુનિયનને સત્તાવાર રૂપથી જી20 ગ્રૂપમાં સામેલ કરવાની જાહેરાત કરી છે. હવે જી 20નું નામ બદલાઈને જી21 તરીકે જાણીતું થવાની આશા છે.
આફ્રિકન યુનિયનમાં 55 દેશ સામેલ છે. અને જી20માં આનો સમાવેશ થવું એક મહત્વપૂર્ણ મીલનો પથ્થર સાબિત થશે.જેનાથી આ યુરોપીયન સંઘ બાદ જી20ની અંદર દેશોનો બીજો સૌથી મોટો સમૂહ બની ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરતા સબકા સાથ સબકા વિકાસ, સબકા વિશ્વા, સબકા પ્રયાસનો વિચાર દુનિયાના માટે માર્ગદર્શન થઈ શકે છે. આ આપણા બધા માટે વૈશ્વિક ભલાઈ માટે એક સાથે ચાલવાનો સમય છે.
શું છે આફ્રિકન યુનિયન?
આફ્રિકી સંઘ 55 સભ્ય દેશોનો એક સમુહ છે જે હવે યુરોપીયન સંઘના સમાન દરજ્જો ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણની શરુઆતમાં અધ્યક્ષ અજાલી અસૌમાનીના પ્રતિનિધિત્વવાળા એયુનો સ્થાયી સદસ્યના રૂપમાં જી 20 નેતાઓની મેજ પર સીટ લેવા માટે આમંત્રિત કર્યા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ઘોષણાપત્રમાં લખ્યું છે કે અમે જી20ની સ્થાયી સદભ્યના રૂપમાં આફ્રીકી સંઘનું સ્વાગત કરીએ છીએ. માનીએ છીએ કે જી20માં આફ્રિકી સંઘનો સમાવેશ કરવાથી આપણા સમયના વૈશ્વિક પડકારોનો સમાધાન કરવામાં મહત્વપૂર્ણ યોગદાન મળશે.
આ કદમનો પ્રસ્તાવ વડાપ્રધાન મોદીએ જૂનમાં રખ્યો હતો. શિખર સમ્મેલનમાં જે અન્ય મુદ્દાઓ પર નિર્ણય લેવાનો હતો તેમાં બહુપક્ષીય સંસ્થાનો દ્વારા વિકાસશીલ દેશો પર વધારે ધ્યાન આપવાની વાતનો સમાવેશ છે.
આફ્રિકી સંઘ એક મહાદ્વીપીય સંઘ છે જેમાં આફ્રિકા મહાદ્વીપ પર સ્થિત 55 સભ્ય દેશ સામેલ છે. 9 સપ્ટેમ્બર 1999એ સિર્તે લીબિયામાં સિર્તે ઘોષણામાં આફ્રિકી સંઘની સ્થાપનાનું આહ્વાન કરતા એયુની ઘોષણા કરી હતી. આ બ્લોકની સ્થાપના 26 મે 2001ને અદીસ અબાબ, ઇથિયોપિયામાં થઈ હતી. 9 જુલાઈ 2002ને ડરબન, દક્ષિણ આફ્રિકામાં લોન્ચ કર્યું હતું.