/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/PM-Narendra-Modi.jpg)
પીએમ નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)
કેરળ પ્રવાસ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીના જીવને ખતરો છે. પીએમ મોદીને કેરળ યાત્રા દરમિયાન સુસાઇડ બોમ્બ વિસ્ફોટથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ભર્યો પત્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રનની ઓફિસમાં મળ્યો છે. જે તેમણે ગત સપ્તાહે પોલીસને સોંપ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ધમકી ભર્યો પત્ર કોચ્ચિના એક વ્યક્તિએ મલયાલમ ભાષામાં લખ્યો છે.
પત્રમાં લખવામાં આવ્યું છે કે પીએમ મોદીને રાજીવ ગાંધીની જેમ બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. આ પત્ર મળ્યા પછી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તપાસમાં લાગી ગઇ છે. પીએમ મોદી 24 એપ્રિલથી બે દિવસીય પ્રવાસ પર કેરળ જવાના છે.
પોલીસની પૂછપરછમાં ખુલાસો
પોલીસે એન કે જોની નામના એક વ્યક્તિને શોધી કાઢ્યો હતો, જેનું સરનામું પત્રમાં દર્શાવવામાં આવ્યું હતું. જોકે કોચ્ચિના વતની જોનીએ પત્ર લખ્યો હોવાનો ઇનકાર કર્યો હતો. તેણે આરોપ મુક્યો હતો કે તેની સામે દુશ્મની રાખનાર વ્યક્તિ હત્યાની ધમકી પાછળ હોવાની શક્યતા છે.
આ પણ વાંચો - કર્ણાટક સરકારે ચાર વર્ષમાં 385 ગુનાહિત કેસો પરત ખેંચ્યા, ભાજપ સાંસદ અને ધારાસભ્ય આ લિસ્ટમાં સામેલ
પત્ર પાછળ યુવક નથી
જોનીએ પત્રકારોને જણાવ્યું હતું કે પોલીસ તેના ઘરે આવી હતી અને પત્ર વિશે પૂછપરછ કરી હતી. પોલીસે પત્રના અને મારા હસ્તાક્ષર મેચ કર્યા હતા. પોલીસ જાણે છે કે આ ધમકી ભર્યા પત્ર પાછળ તે નથી. બની શકે કે કોઇએ મારા નામથી પત્ર લખીને ફેંકી દીધો હોય. મેં પોલીસને એવા વ્યક્તિઓના નામ આપી દીધા છે જેમના પર મને શંકા છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ કે સુરેન્દ્રને ટિકા કરી
ભાજપના પ્રદેશ પ્રમુખ કે સુરેન્દ્રને વડાપ્રધાનની મુલાકાતને લગતી વીવીઆઈપી સુરક્ષા યોજના લીક કરવા બદલ રાજ્ય પોલીસની ટીકા કરી છે. કેરળમાં ધાર્મિક ઉગ્રવાદી સંગઠનો ખૂબ જ મજબૂત અને સક્રિય છે. રાજ્યના ગુપ્તચર વડાનો અહેવાલ મીડિયામાં બહાર આવ્યો છે. તેમાં પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI), પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP), SDPI અને માઓવાદીઓ સહિત અનેક સંગઠનોનો સંદર્ભ છે પરંતુ રાજ્ય સરકાર આ સંગઠનોને બચાવી રહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us