Tillu Tajpuria Murder Case: ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયા મર્ડર કેસ જેલ પ્રશાસને મોટી કાર્યવાહી કરી છે. ટિલ્લુની હત્યાના સીસીટીવી ફૂટેઝ સામે આવ્યા બાદ શુક્રવારે તિહાડ જેલના સાત કર્મચારીઓ કો સસ્પેન્ડ કરી દીધા છે. દિલ્હી જેલ વિભાગે આ કાર્યવાહી કરી હતી. જેલ અધિકારીએ આ જાણકારી આપી હતી.
જેલ અધિકારીઓએ જણાવ્યું હતું કે ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયા હત્યા મામલે તિહાડ જેલના કુલ સાત કર્મચારીઓ, જેમાં 3 સહાયક અધીક્ષક અને 4 વોર્ડન સમાવેશ થાય છે. તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. 2 અન્ય વિરુદ્ધ ખાતાકિય તપાસ શરુ કરી દીધી છે. ડીજીએ તમિલનાડુ સ્પેશિલ પોલસી ફોર્સના જવાનોના કમાંડન્ટ સાથે વાત કરી હતી. જે એ સમયે હાજર હતા. કમાન્ડટને એ સમયે તેમની વિરુદ્ધ કાર્યવાહી શરુ કરવા માટે કહેવાયું હતું.
તાજપુરિયાને કથિત રીતે પ્રતિદ્વંદ્વી ગોગી ગેંગના ચાર ગેંગસ્ટર જેમાંથી દીપક ઉર્ફે તીતર, યોગેશ ઉર્ફે ટુંડા, રાજેશ અને રિયાઝ ખાને મંગળવારે હત્યા કરી દીધી હતી. આરોપીએ તેના ઉપર હથિયારોથી હુમલો કર્યો હતો.
જેલના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે તેમણે ઘટનાની ખાતાકિય તપાસ કરી હતી. તેમણે રિપોર્ટ શુક્રવારે મળ્યો છે અને નવ જેલ કર્મચારીઓની બેદરકારી મળી આવી હતી. જેમાંથી સાત લોકોને સસ્પેન્ડ કર્યા હતા. હુમલામાં તમિલનાડુ વિશેષ પોલીસ દળના અધિકારી સાથે બેઠક કરી હતી. તેમણે પોતાના કર્મચારીઓ વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી કરવામાં સહમતિ વ્યક્ત કરી હતી. તમિલનાડુ વિશેષ પોલીસ જેલ પરિસરમાં સુરક્ષા ઉપલબ્ધ કરાવે છે.
ટિલ્લુ તાજપુરિયાની હત્યાનો સીસીટીવી વીડિયો સામે આવ્યા બાદ જેલ પ્રશાસનમાં હડકંપ મચી ગયો હતો. ટિલ્લુની હત્યાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઈ રહ્યો છે. જેના પર યુઝર્સ જેલ પ્રશાસનની સુરક્ષાને લઇને પ્રશ્ન ઉઠાવ્યો હતો. સીસીટીવી ફૂટેઝણાં કથિત રીતે જોવા મલે છે કે ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયા પર સુરક્ષાકર્મચારીઓની સામે જ આરોપી હથિયારો સાથે હુમલો કરે છે.