TMC સાંસદ મહુઆ મોઈત્રા સસ્પેન્ડ, કેશ ફોર ક્વેરી કૌભાંડ મામલે સભ્ય પદ રદ કરાતાં કહ્યું – આ ભાજપના અંતની શરુઆત છે

ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. કેશ ફોર ક્વેરી કૌભાંડ મામલે કરવામાં આવેલી આ કાર્યવાહી સામે ટીએમસી નેતાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે.

Written by Haresh Suthar
Updated : December 08, 2023 17:11 IST
TMC સાંસદ મહુઆ મોઈત્રા સસ્પેન્ડ, કેશ ફોર ક્વેરી કૌભાંડ મામલે સભ્ય પદ રદ કરાતાં કહ્યું – આ ભાજપના અંતની શરુઆત છે
મહુઆ મોઇત્રાની ફાઇલ તસવીર

બહુચર્ચિત કેશ ફોર ક્વેરી કૌભાંડ મામલે ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાનું સંસદ સભ્યપદ છીનવી લેવામાં આવ્યું છે. સંસદ એથિક્સ કમિટી દ્વારા રજુ કરાયેલા રિપોર્ટ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ આ કાર્યવાહી સામે ટીએમસી નેતાએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમના પક્ષે ભારપૂર્વક કહ્યું છે કે તેમની વિરુદ્ધ કોઈ પુરાવા નથી. તેણીએ હમણાં જ અદાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો જે તે ભવિષ્યમાં પણ ઉઠાવતી રહેશે. તપાસ ટીમને ભેટ કે રોકડના કોઈ પુરાવા મળ્યા નથી.

જાહેર કરાયેલા નિવેદનમાં, ટીએમસી નેતાએ કહ્યું કે મારી હકાલપટ્ટી ફક્ત તેના આધારે થઈ છે કે મેં મારું પોર્ટલ લોગિન અન્ય લોકો સાથે શેર કર્યું છે. પરંતુ સત્ય એ છે કે હજુ સુધી તેને નિયંત્રિત કરવાના કોઈ નિયમો નથી. એથિક્સ કમિટિ પાસે હકાલપટ્ટી માટે કોઈ પુરાવા કે આધાર નથી. હું સ્પષ્ટ કરી દઉં કે આ ભાજપના અંતની શરૂઆત છે.

મહુઆ મોઈત્રાએ એથિક્સ કમિટી પર પણ આકરા શબ્દોમાં અનેક આરોપો લગાવ્યા છે. તેમના વતી, એવું કહેવામાં આવ્યું હતું કે એથિક્સ કમિટીની તપાસ સંપૂર્ણપણે બે વ્યક્તિઓની લેખિત જુબાની પર આધારિત છે, જેમના નિવેદનો વાસ્તવમાં એકબીજા સાથે વિરોધાભાસી છે. હું જણાવવા માંગુ છું કે બે ફરિયાદીઓમાંથી એક મારો ભૂતપૂર્વ બોયફ્રેન્ડ છે જે ખોટા ઇરાદા સાથે ખાનગી નાગરિક તરીકે એથિક્સ કમિટિ સમક્ષ હાજર થયો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ